પોરબંદરના આ ખેડૂતે સ્માર્ટ ખેતી દ્વારા કરી લાખોની કમાણી, આ રીતે કરી શકાય વાવેતર
Trending Photos
પોરબંદર: જિલ્લામાં એવા અનેક પ્રગતિશીલ ખેડૂતો છે કે જેણે પરંપરાગત ખેતીની જગ્યાએ કંઈક નવું સંશોધન અને નવા પ્રયોગો કરી સફળ ખેડૂત બન્યા છે.ત્યારે જિલ્લાના આવા જ એક રાણાવાવના પ્રગતિશીલ ખેડૂતે ડ્રેગન ફ્રુટની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે અને એ સાબીત કર્યુ છે કે સાહસ કરવાથી કોઈપણ ક્ષેત્રે જરુરથી સફળતા મળે છે. પોરબંદર જિલ્લાના રાણાવાવના રાજુ મોકરીયા નામના પ્રગતિશીલ ખેડૂતે પોતાની વાડીના અઢી વિઘા ખેતરમાં તેઓએ ડ્રેગન ફ્રુટની ખેતી શરૂ કરી છે. પોરબંદર જિલ્લામાં મુખ્યત્વે મોટા ભાગના ખેડૂતો દ્વારા મગફળી અને કપાસ સહિતના મુખ્ય પાકોનુ વાવેતર કરવામાં આવતુ હોય છે. ત્યારે રાણાવાવના આ ખેડૂતે મગફળી અને કપાસના બદલે ડ્રેગન ફ્રુટની ખેતીનો નિર્ણય લીધો અને તેઓની મહેનત અને સુઝબુજના કારણે તેઓ આજે સફળતા પૂર્વક ડ્રેગન ફ્રુટમાંથી સારી આવક મેળવી રહ્યા છે. સમગ્ર રાણાવાવ તાલુકામાં આ એક માત્ર ખેડૂત છે. જેઓએ પોતાન ખેતરમાં ડ્રેગન ફ્રુટનુ વાવેતર કર્યુ છે.
આજે આ ખેડૂતના વાવેતરને જોવા અને ડ્રેગન ફ્રૂટને ખરીદવા અનેક લોકો આવી રહ્યા છે. ડ્રેગન ફ્રુટની સફળ ખેતી કરનાર રાજુ મોકરીયા નામના આ યુવા ખેડૂતે એવુ જણાવ્યુ હતુ કે,અમે પણ પહેલા પરંપરાગત મગફળી સહિતની ખેતી કરતા હતા પરંતુ ત્યાર બાદ જાણવા મળ્યુ કે ડ્રેગન ફ્રુટની ખેતી કરી શકાયતેમ છે. જેથી જામનગરના કાલાવાડાથી ડ્રેગન ફ્રુટના રોપા લાવીને વાવેતર કર્યુ હતુ. જેને આજે 18 માસ જેટલો સમય થયો છે અને હાલ ખુબજ સારો વિકાસ અને ઉત્પાદન પણ થઈ રહ્યુ છે. હાલ અમારે 2500 થી 3000 હજાર કિલો ડ્રેગન ફ્રુટનુ ઉત્પાદ થયુ છે. જેનો ભાવ 150 થી લઈ 200 રુપિયા કિલો ભાવ મળે છે. જેનુ વેચાણ પોરબંદર અને રાજકોટમાં કરવામાં આવી રહ્યુ છે.
હાલમાં ડ્રેગન ફ્રુટનુ અઢી વીઘામાં વાવેતર કરવામાં આવેલ છે. જેમાં સફેદ અને લાલ બંન્ને પ્રકારના ડ્રેગન ફ્રુટ છે, અને તેઓના રોપા પણ છે. અઢી વિઘાની અંદર 510 પોલ પર ડ્રેગન ફ્રુટનુ વાવેતર કરવામાં આવેલ છે. મુખ્યત્વે વાવેતર કર્યા બાદ જુનથી નવેમ્બર માસ દરમિયાન ડ્રેગન ફ્રુટનુ ઉત્પાદન આવતુ હોય છે. અમોએ વાવેતર કર્યા બાદ 7 માસ બાદ ઉત્પાદન શરુ થયુ હતુ. હજુ પણ 500થી 700 કિલો જેટલા ડ્રેગન ફ્રુટના ફ્લાવરિંગ લાગેલા છે. આ પ્રગતીશીલ ખેડૂતે જણાવ્યુ હતુ કે,તેઓને આ ડ્રેગન ફ્રુટની ખેતી માટે 5 લાખ જેટલો ખર્ચ થયો છે. આટલુ સાહસ કરીને એક અલગ પાકનુ વાવેતર કર્યુ હોવા છતા સરકાર દ્વારા તેઓને કોઈ સબસીડી કે માર્ગદર્શન મળ્યુ નથી. બીજી તરફ આવા ખેડૂતોને જરુરી સબસીડી તેમજ માર્ગદર્શન મળે તો જિલ્લામાં અન્ય ખેડૂતો પણ આ પ્રકારની નવતર ખેતી તરફ આગળ વધશે.
રાણાવાવના પ્રગતિશીલ ખેડુત એવા રાજુ મોકરીયાએ જે રીતે પોતાની મહેનત અને સુઝબુજથી સફળતાપૂર્વક ડ્રેગન ફ્રુટની ખેતી કરવામાં સફળતા મેળવી છે. હાલમાં એક સારી એવી આવક રળી રહ્યા છે, ત્યારે આ વિસ્તારના આસપાસના ખેડૂતો દ્વારા પણ આ ખેડૂતના સાહસને બિરદાવવામાં આવ્યું હતુ. ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે,અમો વર્ષોથી મગફળી અને કપાસનુ વાવેતર અમારી જમીન પણ કરતા આવ્યા છીએ. જે રીતે આ ખેડૂતોએ પોતાની જમીનમાં ડ્રેગન ફ્રુટની સફળતા પૂર્વક ખેતી કરી રહ્યા છે તેને જોઈને અમને પણ પ્રેરણા મળી છે કે આપણે પણ ઈચ્છીએ તો આ પ્રકારની ખેતી કરી શકીએ છીએ.
રાણાવાવના આ પ્રગતિશીલ ખેડૂતે જે રીતે પરંપરાગત ખેતીની જગ્યાએ થોડુ સાહસ કરીને હાલમાં જેની સારી એવી માંગ છે તેવા ડ્રેગન ફ્રુટની ખેતી કરી તેમા સફળતા મેળવી છે. ત્યારે આવા ખેડૂતો ભવિષ્યમાં પણ પોતાની સુઝબૂઝથી અને મહેનતથી વધુ આગળ વધી શકે અને જિલ્લાના અન્ય ખેડૂતોને પણ મદદરુપ થઈ શકે તે માટે આવા ખેડૂતોને તેમના સાહસીક ખેતી માટે સરકાર દ્વારા જરુરી સબસીડી તેમજ માર્ગદર્શન મળતુ રહે તે જરુરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે