Gujarat Monsoon 2023: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂરી છે, ત્યારે અમદાવાદમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહીત દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્ર નગર, અમરેલી, સુરત, તાપી, વલસાડ, નવસારી, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આફત લાવશે જુલાઈનો વરસાદ, અંબાલાલ પટેલની વધુ એક ઘાતક આગાહી


દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે. આગામી ત્રણ કલાક વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ખેડા, મહીસાગર, અરવલ્લી, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેશે. તેમજ આવતીકાલે છુટા છવાયા વરસાદની સંભાવનાં છે. ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદ પડ્યો છે.


ગુજરાતની આ બે શાળાઓમાં ઈદની ઉજવણીનો વિવાદ: કુમળાં બાળકો પાસે નમાજ અદા કરાવડાવી


મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરનાં કારણે ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. સમગ્ર ગુજરાતમાં હાલ સરેરાશ 9 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે અત્યાર સુધી પડવો જોઈએ એના કરતા રાજ્યમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે.  લી જુલાઈનાં રોજ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાં છે. ત્યારે આવતીકાલથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદ પડવાની સંભાવનાં ઓછી છે. અમદાવાદમાં છુટો છવાયા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.  


નિકોલમાં થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો; આરોપી પાસેથી કારણ જાણી પોલીસ ચોંકી