Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ગઈકાલે અમદાવાદ શહેરમા સર્જાયેલી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ શહેર માટે આ બહુ જ શરમજનક બાબત છે કે, મેગા સિટીની હાલત નાનકડા એવા વરસાદમાં બગડી જાય છે. ત્યારે આ વરસાદે તંત્રની મોટી પોલ ખોલી છે. રાજ્યના સિંચાઈ વિભાગના પત્રથી મોટો ઘટસ્ફોટ થયો છે. આ પત્ર સિંચાઈ વિભાગે એેએમસી કંટ્રોલ રૂમને લખ્યો હતો. 19 જુલાઈના પત્રમાં નદીનું લેવલ વધારવા ઉલ્લેખ કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ માટે જવાબદાર રાજકીય વિવાદ શરૂ થયો છે. રાજ્યના સિંચાઈ વિભાગથી સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. વાસણા બેરેજનું લેવલ 131 ફૂટથી વધુ રાખવા સૂચન કર્યું હતું. વાસણા બેરેજથી ફતેવાડી કેનાલમાં સિંચાઈનું પાણી છોડાય છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને સિંચાઈનું પાણી અપાય છે. ડાંગરની ખેતી માટે ફતેવાડી કેનાલ મારફતે સિંચાઈનું પાણી આપવામાં આવે છે. પરંતું ગઈકાલે વાસણા બેરેજનું લેવલ 133 ફૂટ હોવાથી પાણીનો નિકાલ ન થયો. આ મામલે અમદાવાદમાં જળભરાવ ન થાય તે માટે એલિસબ્રિજના MLAએ પત્ર લખ્યો હતો. આ પહેલાં પત્ર લખીને 129 ફૂટ લેવલ કરવાની માંગ કરી હતી. હકીકતમાં વરસાદથી નહિ, પરંતું ગ્રામ્ય અને શહેરના ધારાસભ્યોના વિવાદથી અમદાવાદ જળમગ્ન થયું છે. 


આ દિવસે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, હવામાન વિભાગની આગાહીમાં મળ્યો જવાબ


 


કેનેડામાં અકસ્માતમાં ગુજરાતી વિદ્યાર્થીનું મોત, દીકરાના મોતથી પટેલ પરિવારમાં માતમ
 
ગઇ કાલે વરસાદ વચ્ચે સાંજે પાંચ કલાકે પણ વાસણા બેરેજનું લેવલ 133 ફુટ રખાયુ હતુ. 133 ફુટ લેવલ વધારે હોવાથી શહેરમાંથી પાણીનો નિકાલ થયો ન હતો. 133 ફૂટની સપાટી નિચી કરવા માટે 15 દરવાજા સાડા ફુટ ખોલી 33 હજાર ક્સુસેક પાણી છોડાયું હતું. મોડી રાત સુધી અમદાવાદ શહેરમા પાણી ભરાયેલા રહ્યા હતા. અગાઉ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પણ 129 ફુટ સપાટી રાખવા પત્ર લખાયો હતો. રજૂઆત છતાં કેમ સપાટીનું લેવલ 133 ફુટ રખાયુ છે. 


 


પરિવારની નજર સામે તણાયેલા પિતાનો ચમત્કારિક બચાવ, ઈશ્વરે મને મોત બતાવીને નવજીવન આપ્યુ


અમદાવાદમાં ગઈકાલ થી પડી રહેલા વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે ગાંધી આશ્રમ પાસે આવેલા શરદ કોલોની ના મકાનોમાં ગઈકાલ તો આજથી પાણી ભરાઈ જતા ઘરોમાં કિચડ ભરાઈ ગયા છે જેના કારણે લોકોને ઘરવખરી પણ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે સાથે જ જે રીતે પાણી ભરાયા છે તેના કારણે આ વિસ્તારોમાં રોગચાળાની પણ સમસ્યા જોવા મળી રહી છે 25 મકાનો ની આ કોલીની માં દરેક ના ઘરમાં પાણી ભરાયા છે લોકો માટે ગઈ કાલ ની રાત હતી ભારે ઘરનો તમામ સમાન હાલ પાણી અંર કદવ ના કારણે બગડી ગયો છે.


જુનાગઢમાં પાણી ઉતરતા તારાજીના સામે આવ્યા દ્રશ્યો, મોંઘીદાટ ગાડીઓના જુઓ કેવા હાલ થયા