કેનેડામાં અકસ્માતમાં ગુજરાતી વિદ્યાર્થીનું મોત, એકના એક દીકરાના મોતથી પટેલ પરિવારનો સહારો છીનવાયો

Jobs In Canada : વર્ષિલ પટેલના મોતથી અમદાવાદમાં રહેતા તેના માતાપિતા પર આભ તૂટી પડ્યુ છે. વર્ષિલ તેમનો એકનો એક દીકરો હતો. જેને દોઢ વર્ષ પહેલા ભણવા માટે કેનેડા મોકલ્યો હતો
 

કેનેડામાં અકસ્માતમાં ગુજરાતી વિદ્યાર્થીનું મોત, એકના એક દીકરાના મોતથી પટેલ પરિવારનો સહારો છીનવાયો

Gujarati students in Canada : છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં વસતા ગુજરાતી યુવકો પર જાણે ગ્રહણ બેઠું છે. છેલ્લા કેટલાત સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજે વધુ એક ગુજરાતી યુવકનું મોત નિપજ્યુ છે. ત્યારે વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું કેનેડામાં રોડ અકસ્માતમાં મોત થયુ છે. અમદાવાદનો વર્ષિલ પટેલ થોડા મહિના પહેલા જ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા હતા. જ્યાં કેનેડાના બેરે સિટીમાં રોડ ક્રોસ કરતા સમયે ફુલસ્પીડમાં આવતી એક ગાડીએ તેને ટક્કર મારી હતી, જ્યા તેનુ મોત નિપજ્યુ હતું. વર્ષિલ પટેલના મોતથી પટેલ પરિવારનો સહારો છીનવાયો છે. 

વર્ષિલ પટેલના સ્વજનો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદના નિર્ણય નગર વિસ્તારમાં રહેતો વર્ષિલ પટેલ ધોરણ-12 સાયન્સના અભ્યાસ બાદ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. તે અંદાજે દોઢ વર્ષ પહેલા જ કેનેડા પહોંચ્યો હતો. પરંતુ શુક્રવારે રાતે 10.15 વાગ્યાના અરસામાં બેરીના દક્ષિણ વિસ્તારમાં તે રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે એક ગાડી પૂરઝડપે તેની તરફ આવી હતી. આ ગાડીને તેને ટક્કર મારી હતી. જ્યા વર્ષિલ પટેલનું મોત નિપજ્યું છે. 

વર્ષિલ પટેલના મોતથી અમદાવાદમાં રહેતા તેના માતાપિતા પર આભ તૂટી પડ્યુ છે. વર્ષિલ તેમનો એકનો એક દીકરો હતો. જેને ભણવા માટે કેનેડા મોકલ્યો હતો, તે ફ્રેન્ડ્સ સાથે કેનેડામા રહેતો હતો. વર્ષિલના મોત વિશે પહેલા તેના માતાપિતાને જાણ કરાઈ ન હતી, તેમને માત્ર અકસ્માત થયાની જ જાણ કરાઈ હતી, પરંતુ જ્યારે તેઓએ જાણ્યું કે તેમનો દીકરો હવે નથી રહ્યો, તો તેઓ ભાંગી પડ્યા હતા. આ અકસ્માતમાં તેમનો ભવિષ્યનો સહારો છીનવાયો છે. 

બેરી પોલીસે કહ્યું કે, ગાડી ઓવરસ્પીડમાં હતી જેથી અકસ્માત સર્જાયો હતો, અકસ્માત સર્જનારાને પકડી લેવાયો છે. હાલ વર્ષિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે. જેના બાદ તેના મૃતદેહને ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરાશે. આ માટે કેનેડાની સ્થાનિક ગુજરાતી સંસ્થાઓ પણ મદદે આવી છે. તો વર્ષિલના મિત્રો પણ મદદ માટે આગળ આવ્યા છે. એક સપ્તાહ બાદ વર્ષિલનો મૃતદેહ ભારત લાવવામાં આવશે. 

ત્યારે આ બાદ સ્વજનોએ અપીલ કરી કે, ત્યાંની સ્થાનિક ગુજરાતી સંસ્થાઓ મદદ આવી છે. એમ્બેસીમાંથી મદદ મળે તો મૃતદેહને જલ્દી ગુજરાતમાં લાવવામાં આવી શકે છે. અમારી સરકારને અપીલ છે કે, અમને મદદ કરે. 

છેલ્લા કેટલાક સમયથી તમે સાંભળી રહ્યા હશો કે તમારા કોઈ સંબંધી કે પાડોશી કેનેડામાં જઈ રહ્યાં છે, અથવા તો ત્યાં સેટલ્ડ થયા છે. કેનેડા જવાની રીતસરની લાગેલી હોડ વચ્ચે કેટલીક આઘાતજનક ઘટનાઓ બની રહી છે, જેને ધ્યાનમાં લેવી જરૂરી છે. જ્યાં દર બીજો ગુજરાતી જવાનું ખ્વાબ જોઈ રહ્યો છે, એ કેનેડાની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી તેવા સવાલો ઉઠી રહ્યાં છે. છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. છેલ્લા કેટલાત સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજે વધુ એક ગુજરાતી યુવકનું મોત થયુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news