ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. રામોલમાં નશાની હાલતમાં પિતાએ પોતાની સગી દીકરી સાથે અડપલાં કરી બળજબરી કર્યા કોશિશ કરી છે. 11 વર્ષની સગીરાએ પ્રતિકાર કરતા પિતા ઘરમાંથી જતો રહ્યો અને આ અંગે પરિવારના અન્ય સભ્યોને જાણ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દીકરી સાથે છેડતી કરનાર પિતાની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રની 3 સહિત 7 બેઠક પર કોકડું ગૂંચવાયુ, આ નેતાઓના નામ લાઈનમા, જાણો કઈ છે બેઠકો


રામોલ પોલીસની કસ્ટડીમાં ઉભેલા નરાધમે એવું કામ કર્યું છે કે તેને જેલના સળિયા પાછળ રહેવાનો વારો આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી બે દીકરીઓ અને બે બહેન બનેવી સાથે રહે છે. આરોપીની પત્ની નું 11 વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેને સંતાનમાં બે દીકરીઓ છે જેમાં મોટી દીકરી હાલ ધોરણ 10માં અભ્યાસ કરે છે જ્યારે નાની દીકરી 11 વર્ષની હોય જે ધોરણ 6 માં અભ્યાસ કરે છે. બે દિવસ પહેલા આરોપીના બહેન બનેવી બંને મજૂરી કામે ગયા હતા અને મોટી દીકરી અને ભત્રીજો અન્ય પરિજન ના ઘરે વેકેશન કરવા ગયા હતા અને અન્ય એક બહેન સવારે મજૂરી માટે ગઈ હતી ત્યારે નશાની હાલતમાં ઘરે આવ્યો હતો. જે સમયે ઘરમાં નાની દીકરી હાજર હોય આરોપીએ તેની સાથે અડપલાં કરી કુકર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. 


ભાજપને ભારે પડ્યું સાબરકાંઠા: ભૂકંપના ઝટકાની કમલમ સુધી અસર, પોલીસ ગોઠવવી પડી!


સગીર દીકરીએ બુમાબુમ કરતા આરોપી ઘરમાંથી બહાર જતો રહ્યો હતો. જોકે બાદમાં સગીરાના ફોઈ ઘરે આવતા તેણે આ ઘટનાની જાણ કરી હતી, જે બાદ ઘરના અન્ય સભ્યોને જાણ થતાં અંતે આ મામલે સગીરાના ફોઈએ ભાઈ વિરુદ્ધ છેડતીની અંગેની ફરિયાદ રામોલ પોલીસ મથકે નોંધાવી હતી. જે ઘટનાને લઈને રામોલ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે. આરોપી નશાની ટેવ ધરાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 


આ વિસ્તારોમાં જોવા મળશે પ્રી-મોનસુન એક્ટિવિટી, આંધી-વંટોળ અને ભારે પવનો ફૂંકાશે!


જોકે ક્યાં સંજોગોમાં આ બનાવ બન્યો તેને લઈને રામોલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી છૂટક મજૂરી કરે છે. તેની પત્નીનું પણ અવસાન થયું હોય તે અન્ય બહેન બનેવી સાથે રહે છે. જોકે આરોપીએ આ પહેલા અગાઉ આવુ કોઈ કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પૂછપરછ હાથ ધરાઈ છે.