સૌરાષ્ટ્રની 3 સહિત 7 બેઠક પર કોકડું ગૂંચવાયું, આ નેતાઓના નામ લાઈનમાં, જાણો કઈ છે બેઠકો

Loksabha Election 2024: કોંગ્રેસના અત્યાર સુધી 17 અને આપ સાથેના ગઠબંધનના મળી કુલ 19 ઉમેદવાર જાહેર થયા છે. ત્યારે કઈ 7 બેઠકના નામ છે બાકી? કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે ભાજપ પણ કોંગ્રેસના ઉમેદવારની રાહ જોઈ રહ્યું છે.

સૌરાષ્ટ્રની 3 સહિત 7 બેઠક પર કોકડું ગૂંચવાયું, આ નેતાઓના નામ લાઈનમાં, જાણો કઈ છે બેઠકો

Loksabha Election 2024: લોકસભાની લડાઈ માટે ભાજપે તેના તમામ 26 ઉમેદવાર જાહેર કરી દીધા છે. પરંતુ હજુ 7 ઉમેદવારના નામ જાહેર કરી શકી નથી. આ સાત ઉમેદવારના નામ ક્યારે આવશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે. કોંગ્રેસના અત્યાર સુધી 17 અને આપ સાથેના ગઠબંધનના મળી કુલ 19 ઉમેદવાર જાહેર થયા છે. ત્યારે કઈ 7 બેઠકના નામ છે બાકી?, આ 7 બેઠક પર કોનું નામ રેસમાં ચાલી રહ્યું છે આગળ?

  • કોંગ્રેસ ક્યારે જાહેર કરશે બાકીના ઉમેદવાર?
  • કોંગ્રેસમાં કેમ 7 બેઠકનું ગૂંચવાયું છે કોકડું?
  • કોંગ્રેસમાં પણ ભાજપની માફક આંતરિક વિરોધ?
  • કોંગ્રેસમાં ખાલી બેઠકો માટે કોનું નામ છે નક્કી?

કોંગ્રેસે અત્યાર સુધી 17 નામ જાહેર કરી દીધા છે. અને ભરૂચ તથા ભાવનગરમાં આપ સાથે ગઠબંધનના ઉમેદવાર મળી કુલ 19 ઉમેદવાર જાહેર થઈ ગયા છે. પરંતુ જે સાત નામ બાકી છે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યું છે. કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે ભાજપ પણ કોંગ્રેસના ઉમેદવારની રાહ જોઈ રહ્યું છે. સૌથી પહેલા આપણે વાત જ્યાં કોંગ્રેસે ઉમેદવારે જાહેર કરવાના બાકી છે તે બેઠકની કરીએ તો, મહેસાણા, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, નવસારી અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થાય છે.  અમદાવાદ પૂર્વમાં તો કોંગ્રેસ પહેલા રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી. પરંતુ તેમણે ટિકિટ લડવાનો ઈન્કાર કર્યો અને પછી કોંગ્રેસમાંથી જ રાજીનામું આપી દીધું....જેના કારણે કોંગ્રેસ અમદાવાદ પૂર્વથી કોઈ નવા ચહેરાની શોધમાં છે. 

કઈ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાકી?

  • મહેસાણા, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર
  • વડોદરા, નવસારી, અમદાવાદ પૂર્વ

જે બેઠક પર નામ બાકી છે તેમાં સૌરાષ્ટ્રની ત્રણ, મધ્ય ગુજરાતની બે તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતની એક-એક બેઠકનો સમાવેશ થાય છે. હવે બાકીની બેઠકો પર અનેક દાવેદારો છે. પરંતુ કેટલાક નામ હાલ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. આ તમામ નામ પર કોંગ્રેસ CEC બેઠકમાં અંતિમ મહોર મારવામાં આવશે. કોંગ્રેસની ખાલી બેઠકો કોના નામ સૌથી અવ્વલ માનવામાં આવી રહ્યા છે તેની વાત કરીએ તો, સૌથી પહેલા વાત સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સુરેન્દ્રનગરની કરીએ તો, સુરેન્દ્રનગરમાં પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ અને ધારાસભ્ય ઋત્વિજ મકવાણાનું નામ હાલ આગળ ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગર પછી સૌથી હાઈપ્રોફાઈલ બનેલી રાજકોટમાં અનેક નામ છે. 

કોંગ્રેસે ક્યારે જાહેર કરશે 7 ઉમેદવાર?

  • સૌરાષ્ટ્રની 3 સહિત 7 બેઠક પર કોકડું ગૂંચવાયું
  • 7 ઉમેદવાર કોણ હશે તેના પર સૌની નજર
  • કોંગ્રેસમાં કયા દિગ્ગજે ચૂંટણી લડવાની ના પાડી?
  • મહેસાણામાં ઠાકોર VS પાટીદારનો થશે જંગ?
  • અમદાવાદ પૂર્વમાં પાટીદાર VS પાટીદાર થશે?

પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરતાં, હિતેષ વોરા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નામ ટોપ પર છે. તો જૂનાગઢમાં હીરાભાઈ જોટવા અને જલ્પા ચુડાસમાનું નામ સૌથી આગળ છે. સૌરાષ્ટ્ર પછી વાત રાજ્યની રાજકીય લેબોરેટરી મહેસાણાની કરીએ તો મહેસાણામાં પાટીદાર વર્સિસ ઠાકોરનો જંગ જોવા મળી શકે છે. મહેસાણામાં કોંગ્રેસ ઠાકોરને ઉતારે તો નવાઈ નહીં...મહેસાણામાં પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીત ઠાકોરનું નામ ટોપ પર ચાલી રહ્યા છે. આ બન્નેમાંથી કોઈ એક ઉમેદવાર બની શકે છે. તો નવસારીમાં કોઈ પરપ્રાંતિય પર પસંદગી ઉતારવામાં આવી શકે છે. તો વડોદરાથી જશપાલસિંહ પઢિયાર અને ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નામ ચર્ચામાં છે. જ્યારે અમદાવાદ પૂર્વથી પાટીદાર સમાજને કોંગ્રેસ ટિકિટ આપે તેવું મનાઈ રહ્યું છે.  

કોંગ્રેસમાં કયું નામ રેસમાં આગળ? 

  • બેઠક- સુરેન્દ્રનગર
  • પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ 
  • ધારાસભ્ય ઋત્વિજ મકવાણા

કોંગ્રેસમાં કયું નામ રેસમાં આગળ?

  • બેઠક- રાજકોટ 
  • હિતેષ વોરા 
  • ઈન્દ્રનીલ રાજ્યગુરુ

કોંગ્રેસમાં કયું નામ રેસમાં આગળ? 

  • બેઠક- જૂનાગઢ 
  • હીરાભાઈ જોટવા 
  • જલ્પા ચુડાસમા

કોંગ્રેસમાં કયું નામ રેસમાં આગળ? 

  • બેઠક- મહેસાણા 
  • પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર
  • જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીત ઠાકોર

કોંગ્રેસમાં કયું નામ રેસમાં આગળ? 

  • બેઠક- નવસારી 
  • કોઈ પરપ્રાંતિય પર થઈ શકે પસંદગી

કોંગ્રેસમાં કયું નામ રેસમાં આગળ?

  • બેઠક- વડોદરા 
  • જશપાલસિંહ પઢિયાર
  • ચંદ્રકાંત શ્રીવાસ્તવ

કોંગ્રેસમાં કયું નામ રેસમાં આગળ? 

  • બેઠક- અમદાવાદ પૂર્વ 

પાટીદાર સમાજને ટિકિટ મળી શકે
હવે જે બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે તેની વાત કરીએ તો, આણંદથી ભાજપના મિતેષ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા, છોટાઉદેપુરમાં જશુ રાઠવા સામે સુખરામ રાઠવા, પાટણમાં ભરતસિંહ ડાભી સામે ચંદનજી ઠાકોર, સુરતમાં મુકેશ દલાલ સામે નિલેષ કુંભાણી, ખેડામાં દેવુસિંહ ચૌહાણ સામે કાળુસિંહ ડાભી, જામનગરમાં પૂનમ માડમ સામે જે.પી.મારવિયા, દાહોદમાં જશવંતસિંહ ભાભોર સામે પ્રભા તાવિયાડ, વલસાડમાં ધવલ પટેલ સામે અનંત પટેલ, પોરબંદરમાં મનસુખ માડવિયા સામે લલિત વસોયા, બનાસકાંઠામાં રેખા ચૌધરી સામે ગેનીબહેન ઠાકોર, બારડોલીમાં પ્રભુ વસાવા સામે સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા સામે ભરત મકવાણા, કચ્છમાં વિનોદ ચાવડા સામે નીતિશ લાલન, ભરૂચમાં મનસુખ વસાવા સામે ચૈતર વસાવા અને ભાવનગરમાં નિમુબહેન બાંભણિયા સામે ઉમેશ મકવાણાનો જંગ જામવાનો છે. 

કોંગ્રેસ તેના બાકીના સાત ઉમેદવાર જાહેર કરવામાં ખુબ જ સાવચેતી રાખી રહી છે. કારણ કે ભાજપમાં આંતરિક વિરોધ ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે. ભાજપે વડોદરા અને સાબરકાંઠાથી ઉમેદવાર બદલવા પડ્યા છે પરંતુ સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા પછી પણ વિરોધનો વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે કોંગ્રેસ બાકીની સાત બેઠક પરથી કોને મેદાનમાં ઉતારે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news