અમદાવાદ: નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને લોકોએ જાહેરમાં લમઘાર્યા છે. નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલ સાથે આજે બપોરે આ ઘટના બની છે. જેમાં ટીપી સ્કીમના અમલીકરણ બાબતે મુલાકાત લેવા ગયા તે સમયે લોકોએ હુમલો કર્યો હતો. ટીપી સ્કીમના અમલીકરણથી લોકોના ઘર કપાતમાં આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં રોષ છે. આ સમયે ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને તેમની કારમાંથી બહાર કાઢીને લોકોએ ધોલાઈ કરી હતી. ઈજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની જેમ UP પણ વિશ્વફલક પર ઝળહળશે! ગુજરાતના આ જાણીતા ઉદ્યોગપતિઓ કરશે કાયાપલટ


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે ટીપી સ્કીમના અમલીકરણ બાબતે નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલ પહોંચ્યા ત્યારે લોકોનું ટોળું તેમને ઘેરી વળ્યું હતું અને લોકોએ જાહેરમાં ધોલાઈ કરી હતી. ઇજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર અર્થે કાકડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે પાછળથી પોલીસને જાણ થતાં કૃષ્ણનગર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.


કેન્સરના ભરડામાં ગુજરાત! માત્ર નવ મહિનામાં જ સરકારી હોસ્પિટલમાં નોંધાયા અધધ... દર્દી


અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલ ટીપી સ્કીમના અમલીકરણ બાબતે લોકો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા, પરંતુ અહીં ઉલ્ટું 5થી વધુ લોકોનું ટોળું ઘેરી વળ્યું હતું અને જાહેરમાં જ તેઓને માર માર્યો હતો. આ ઘટનામાં લોકોના ઘર રોડની કપાતમાં જતાં હોવાથી પોતાનો ગુસ્સો કોર્પોરેટર પર ઠાલવ્યો હોવાની લોકચર્ચા ચાલી રહી છે.


નિરક્ષર છતાં આત્મનિર્ભર: વર્ષે કરે છે કરોડોની કમાણી,આ ગુજરાતણનું દેશમાં ગૂંજે છે નામ