નિરક્ષર છતાં આત્મનિર્ભર: વર્ષે કરે છે કરોડોની કમાણી, આ ગુજરાતણનું દેશમાં ગૂંજે છે નામ

Dairy Business In Gujarat: દેશમાં દૂધ ઉત્પાદન એક સૌથી મોટો વ્યવસાય છે. ગુજરાતના એક મહિલા પશુપાલક નવલબેને પોતાની સમજણથી ડેરીનો વ્યવસાય થકી હવે વાર્ષિક એક કરોડથી વધુની કમાણી કરી રહ્યા છે. સાથે સાથે ઘણા લોકોને રોજગાર પણ આપી રહ્યા છે. આમ મહિલાએ સાબિત કરી દીધું છે કે તમારી પાસે સૂઝબૂઝ હોય તો તમે સારામાં સારી કમાણી કરી શકો છો.

નિરક્ષર છતાં આત્મનિર્ભર: વર્ષે કરે છે કરોડોની કમાણી, આ ગુજરાતણનું દેશમાં ગૂંજે છે નામ

Gujarat: ભારત એક કૃષિપ્રધાન દેશ છે. દેશની મોટી વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે. ખેતી કરતા ખેડૂતો પશુ પાલન પણ કરે છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં પશુપાલનનો વ્યવસાય ફૂલો ફાલ્યો છે.  આ જ સમયે મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ ખેડૂત નથી, પરંતુ ડેરી ફાર્મિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જો પશુપાલન યોગ્ય રીતે કરવામાં આવે તો તે ખૂબ જ નફાકારક સોદો છે. દેશમાં માત્ર પુરૂષો જ નહીં, મહિલાઓ પણ પશુપાલનમાં જબરદસ્ત સફળતા મેળવી રહી છે. દૂધના વ્યવસાયમાં લાખો અને કરોડો રૂપિયાની આવક ઉભી કરી રહી છે. આજે અમે આવી જ એક ગુજરાતી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. હજારો મહિલાઓ દૂધના વ્યવસાય થકી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી રહી છે બનાસકાંઠા જિલ્લાની દરેક સમાજની મહિલાઓ દાતરડાના હાથા પર પોતાના પરિવારનું ભરણ પોષણ કર છે. આજે વાત કરીશું બનાસકાંઠાના વડગામ તાલુકાના નગાણા ગામમાં રહેતા નવલબેન દલસંગભાઈ ચૌધરી. જેઓ ગત વર્ષમાં બનાસ ડેરીમાં દૂધ ભરાવવામાં અવ્વલ રહ્યા છે. વર્ષ દરમિયાન તેમણે એક કરોડથી વધારે રૂપિયાની આવક માત્ર પશુપાલનમાંથી મેળવે છે. નવલબેને માત્ર 15-20 જેટલા પશુઓથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી હતી. પેટ પર પાટા બાંધી પોતાના ચાર નાના બાળકોની માવજત સાથે રાત દિવસ કામ કરી આજે નવલબેન આ મુકામે પહોંચ્યા છે. આજે તેમની પાસે 200 જેટલા પશુઓ છે.

અન્ય મહિલાઓના પ્રેરણાદાયી નવલબેન ચૌધરી કહે છે કે, મેં થોડા પશુઓ સાથે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. હાલ હું વર્ષે 1 કરોડથી વધુની આવક મેળવું છું. બનાસકાંઠામાં દૂધના વ્યવસાય થકી હજારો પશુપાલકો હાલ સારી આવક મેળવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. બનાસ ડેરી દ્વારા હાલમાં દૂધમાં પણ સારા ભાવ આપવામાં આવી રહ્યા છે. જિલ્લામાં દૂધ ભરાવી નવલબેન ઉચ્ચ અધિકારીથી વધુ આવક મેળવી પ્રથમ નંબરે આવી મહિલાઓ માટે ઉતમ ઉદાહરણ પાર પાડ્યું છે. ત્યારે તેમના ગામના લોકો પણ નવલબેનને મહિલાઓ અને પશુપાલકો માટે પ્રેરણારૂપ ગણાવી રહ્યા છે.

ગુજરાતની 63 વર્ષની મહિલાની વાર્ષિક 1 કરોડથી વધુ કમાણી 
તમે બિઝનેસ કરો છો તો  નુકસાન અને નફાના ગણિતો પણ માંડવા પડે છે. વ્યવસાય સાથે સંકળાયેલું નુકસાન કોઈને ગમતું નથી, હવે જો તમારે ધંધામાં નફો મેળવવો હોય તો સમજદારીપૂર્વક એ કરવાની જરૂર છે. ગુજરાતની 63 વર્ષીય મહિલા નવલ બહેન દલસિંહ ભાઈ ચૌધરીએ દૂધના વ્યવસાયમાં એવું અદ્ભુત કામ કર્યું છે કે મહિલાએ એક વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

કોરોના સમયગાળા દરમિયાન કમાણી
નવલબેન ગુજરાતના બનાસકાંઠાના નગલા ગામના રહેવાસી છે. નવલબેન સામે ડેરી ચલાવવી એ એક પડકાર હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિવારની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે આ પડકારનો સામનો કરવાનો નિર્ણય કર્યો. વર્ષ 2020-21માં તેણે એક કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી તેમની આવક સતત વધી રહી છે. તેમણે ઘરે દૂધ કંપની પણ તૈયાર કરી છે. તેમની પાસે 130 થી વધુ ગાયો અને ભેંસ છે.

ડેરી વ્યવસાયમાં નંબર વન બન્યા
63 વર્ષીય નવલબેને જણાવ્યું કે ઘરમાં 4 બાળકો છે. પરંતુ તેમની આવકનો સ્ત્રોત સારો નથી. બધા અભ્યાસ કર્યા બાદ શહેરોમાં અલગ-અલગ જગ્યાએ નોકરી કરી રહ્યા છે. પરિવારનું ધ્યાન રાખવા માટે હું ડેરી ફાર્મ ચલાવું છું. વર્ષ 2019માં 88 લાખ રૂપિયાના દૂધનું વેચાણ થયું હતું. 2020, 2021 માં તે વધુ ઝડપથી વધ્યિં. દૂધના ઊંચા ઉત્પાદનને કારણે બનાસકાંઠા જિલ્લામાં ડેરી વ્યવસાયમાં પ્રથમ ક્રમે પહોંચ્યું છે. નવલ બેને ડેરી ફાર્મમાંથી વર્ષ 2020માં રૂ.1.10 કરોડ અને વર્ષ 2021માં રૂ.1.20 કરોડનું દૂધ વેચ્યું હતું.

15 લોકોને રોજગારી આપી
નવલ બેનના દૂધનો ધંધો જોવા આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો આવી રહ્યા છે. દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારવું. તેમજ તેની માહિતી પણ લઈ રહ્યા છે. નવલબેન તેમના આ વ્યવસાયમાંથી લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. અત્યારે તેમની સાથે 15 લોકો કામ કરે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news