મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના પુર્વ વિસ્તારમાં બંદૂકની અણીએ લુંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે કર્મચારીની હિંમતને કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. તસ્વીરમાં દેખાતા મૌલિક ગોહિલને દાદ આપવી જોઈએ કે જેઓએ લૂંટના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. મૌલિક ગોહિલ મણિનગર ખાતે આવેલી મની એક્સચેન્જની ઓફિસમાં કામ કરે છે. આ દેવભૂમિ કોમ્પલેક્ષ ખાતે આવેલી ઓફિસમાં તેઓ સવારના દસ વાગ્યાના સુમારે કામ કરી રહ્યા હતા ત્યારે તેમની કચેરીમાં ૫૫ વર્ષીય શખ્સ દ્વારા બંદૂકની અણી પર લૂંટનો પ્રયાસ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VADODARA માં નોકરીથી ઘરે જવા નિકળેલી મહિલા એવી હાલતમાં મળી કે...


લૂંટ માટે ફાયરિંગ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ફાયર ન થતા બંદુકની બટ મારીને ઘાયલ કર્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થતા આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. આરોપી અજય ઠાકોર નીચે ભાગ્યો હતો.  પરંતું તે વધુ વજન ધરાવતો હોવાથી ભાગવામાં સફળ રહ્યો અને અંતે મૌલિક  બૂમો પડતા આસપાસના લોકો આવી જતા આરોપી ઝડપાઈ ગયો હતો. આરોપી અજય ઠાકોર ભાગતા વખતે પડી જતા સામાન્ય શરીરે પહોંચી હતી. 


નમાજ શાંતિ માટેની પ્રાર્થના છે, તેના મુદ્દે મુસ્લિમોએ કોઇ સાથે ઝગડવું ન જોઇએ: નકવી


જો કે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આરોપી સારવાર બાદ પોલીસ ધરપકડ કરીને સધન પુછ્પરછ હાથ ધરશે. સાથે જ આરોપીનું લૂંટ કરવા માટે લઇને આવેલ પિસ્ટલ ક્યાંથી લાવ્યો હતો. અગાઉ કોઈ આ પ્રકારે લૂંટ કરી છે કે કેમ તેને લઇને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પૂર્વ વિસ્તારમાં એક બાદ એક બનતી ઘટનાઓને જોતા એવું લાગી રહ્યું છે કે, આરોપીઓ અને અસામાજિક તત્વોને પોલીસનો કોઈ કોફ રહ્યો જ નથી. કારણકે શહેરના પૂર્વ વિસ્તારમાં લૂંટારુઓ અને અસામાજિક તત્વો ધોળા દિવસે પણ ગુનાને અંજામ આપતા ખચકાતા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube