Ahmedabad News : અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે આજે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પ્રોફેસરના ઘર પરથી મળી આવેલી એક સુસાઈડ નોટમાં પોતે કોલેજના કામના ભારણના કારણે આ પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેઓએ સ્યૂસાઈડ નોટમાં બે અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં પોતાના મોત બાદ અંતિમ સંસ્કાર માટે કેનેડામાં અભ્યાસ કરતા પોતાના પુત્રને બોલાવતા નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના સેક્ટર-2/ડી ખાતે રહેતા અને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નિમેષભાઈ નાનજીભાઈ શાહે આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ વાતની જાણ થતા જ તેમના પરિવારજનો દોડી ગયા હતા. તેમના પત્નીએ રૂમનો દરવાજો તોડતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. 


આંતરડાને ચીરી નાંખે એવી વસ્તુમાંથી હળદર બનતી, નડિયાદમાંથી ઝડપાયું મોટું રેકેટ


કોલેજમાં કામના ભારણનો ઉલ્લેખ કર્યો 
મૃત પ્રોફેસર પાસેથે એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેઓએ કામના ભારણને કારણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે સ્યૂસાઈડ નોટમાં 'I QUIT હું જાઉ છું રૂપલ તારું ધ્યાન રાખજે..' એવું લખ્યુ હતું. સાથે જ લખ્યુ હતું કે, મને કોલેજમાં કામનો ખૂબ જ લોડ લાગી રહ્યો છે. કોલેજની સેન્ટ્રલ લેવલે મને બે પોર્ટફોલિયા આપેલ છે. કોલેજનું ઈલેક્ટ્રિકલ મેઈન્ટેનન્સ અને કોલેજમાંના વિદ્યાર્થીઓની સ્કોલરશિપનું કામ. બંને કામમાં મને ખૂબ જ લોડ રહે છે. મારા આપઘાતનું કારણ વધુ પડતો કોલેજનો કામનો લોડ છે.


 


કોણ છે એ ગુજરાતી શિક્ષક, જેમને પીએમ મોદીએ દિલ્હી બોલાવીને દિલ ખોલી વખાણ કર્યાં


દીકરાને કેનેડાથી ન બોલાવતા
સાથે જ તેમણે સ્યૂસાઈડ નોટમાં પોતાના દીકરાને કેનેડાથી ન બોલાવવા પણ લખ્યુ છે. તેમણે પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરતા લખ્યું કે, પોતાના અગ્નિસંસ્કારમાં કેનેડામાં અભ્યાસ કરી રહેલા પોતાના પુત્ર અક્ષતને નહીં બોલાવવાની છે અને બીજી ઈચ્છા પોતાના અગ્નિસંસ્કાર ઉમેશ મકવાણા નામના મિત્ર અને પીયૂષ રાઠોડ નામના કુંટુબી ભાઈ કરે તેવી વ્યક્ત કરી છે.


સુસાઈટ નોટમાં પત્ની માટે હૈયું હચમચાવી નાખે તેવા કરુણ શબ્દો લખ્યા હતા. જેમાં 'રૂપલ મને માફ કરજે, તને એકલી છોડીને જાઉં છું. અક્ષતને સાચવજે' તેવા ગમગીની ભર્યા શબ્દોનો પણ ઉલ્લેખ કરતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. 


અંબાલાલ કાકાની વધુ એક આગાહી, બે ગ્રહોનું ગોચર ગુજરાત પર કહેર લાવશે