આંતરડાને ચીરી નાંખે એવી વસ્તુમાંથી હળદર બનતી, નડિયાદમાંથી ઝડપાયું મોટું રેકેટ

Fake Turmaric : નડિયાદમાંથી ઝડપાયું ડુપ્લિકેટ હળદર બનાવવાનું રેકેટ... નકલી હળદરમાં કણકીના લોટનો કરાતો હતો ઉપયોગ.... બાતમીના આધારે પોલીસે ઝડપ્યું રેકેટ...
 

આંતરડાને ચીરી નાંખે એવી વસ્તુમાંથી હળદર બનતી, નડિયાદમાંથી ઝડપાયું મોટું રેકેટ

Nadiad News : આજના જમાનામાં કોઈ પણ વસ્તુ ચોખ્ખી મળવી મુશ્કેલ છે. ફળ, શાકભાજી, અનાજ, મસાલામાં ભેળસેળ થતી હોય છે. આવી રોજિંદા વપરાશની ચીજવસ્તુ બનાવટથી માંડીને આપણા ઘરમાં પહોંચે ત્યાં સુધી થોડાઘણા અંશે કંઈકને કંઈક ભેળસેળ થતી હોય છે. ખાદ્ય ચીજ વસ્તુઓમાં અથવા તો તેની બનાવટમાં થતી ભેળસેળને રોકવી આપણાં હાથમાં નથી. માર્કેટમાંથી સતત આવી નકલી વસ્તુઓ બનાવતી કંપનીઓ પકડાઈ રહી છે. જેઓ ગ્રાહકના સ્વાસ્થય સાથે ચેડા કરે છે. ત્યારે નડિયાદ શહેર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. નડિયાદમાં મોટાપાયે નકલી હળદર બનાવવાનું કારખાનું ઝડપાયું છે. આ લોકો રૂપિયા કમાવવા માટે કેવી રીતે હળદર બનાવતા હતા તે જાણીને તમે પણ ચોંકી જશો.

નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ દારૂ બનાવવામાં વપરાતા કેમિકલનો જથ્થો ઉતર્યો હોવાની નડિયાદ પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે સરનામાંવાળી જગ્યા પર પોલીસે રેડ પાડી હતી. જેમાં ચેકીંગ કરતા ડુપ્લીકેટ હળદર બનાવવાનું રેકેટ ઝડપાયું હતું. ડુપ્લીકેટ હળદર કેવી રીતે બનાવાય છે તે જાણ્યા બાદ નડિયાદ પોલીસના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જુદા જુદા કેમિકલ મિક્સ કરીને અને તેમાં કણકીનો લોટ નાંખી હળદર બનાવવામાં આવતી હતી. 

નડિયાદ પોલીસે ડુપ્લીકેટ હળદર બનાવવાના કારખાના પર રેડ પાડીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

આ રીતે ઓળખો હળદરમાં ભેળસેળ
હળદરના પાઉડરને હથેળીમાં લઇ તેમા એકાદ ટીપુ પાણી નાંખી આંગળીથી મસળી બાદમાં હાથ સાબુથી ધોઇ નાખવો. હાથ ધોવા છતાં પીળાશ રહી ગઇ હોય તો ભેળસેળ રહિત અથવા તો ઓછા પ્રમાણમાં ભેળસેળ થઇ હોવાનું માની શકાય. જ્યારે મરચાની ભૂક્કી એક ચપટી ભરી મોંમા મુક્તાની સાથે જ વધુ પડતી તીખાશ લાગે તો સમજી લેવુ કે તેમાં ડીંટિયાનો ભૂક્કો દળીને મિક્સ કરવામાં આવે, તો મરચામાં ભેળસેળ થયેલી હોય છે. આ સિવાય પાણી ભરેલા ગ્લાસમાં મરચાની ભૂક્કી નાંખવામાં આવે અને ઉપરના ભાગે પાણી લાલ થઈ જાય તો સમજી જજો કે, મરચામાં કલરની ભેળસેળ થયેલી છે. હીંગની શુદ્ધતા જાણવા માટે અંગાળી પર લઈને સ્મેલ કરવી. શુદ્ધ હિંગની સ્મેલ વધુ આવે છે. ભેળસેળ વિનાના કાળામરી પાણી ભરેલા કાચના ગ્લાસમાં તરવા લાગશે. ભેળસેળ વગરનાં તજ સ્વાદમાં તીખા લાગે છે. જ્યારે ભેળસેળવાળામાં સહેજ મીઠાશ આવે છે. શુદ્ધ કેસરને પાણીમાં નાંખતાની સાથે જ ઓગળીને રંગીન અથવા તો સુગંધિત પાણીમાં ફેરવાઈ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news