- કોમ્પ્યુટર એન્જીનીયર વિદ્યાર્થી ની કરી હત્યા
- પ્રેમીકા ને ખુશ કરવા પ્રેમીએ કરી હતી હત્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/ અમદાવાદ :  શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા ગુરૂજી બ્રિજ પર મોડી રાત્રે યુવકની લૂંટના ઇરાદે હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. પાકીટ અને મોબાઇલ જેવી સામાન્ય વસ્તુની લૂંટ માટે યુવકની હત્યા થઇ ગઇ છે. યુવક ઘરેથી એક કામ પતાવીને આવું છું તેમ કહીને નિકળેલા યુવકનો મૃતદેહ જ ઘરે પહોંચ્યો હતો. 


પલિયડમાં મંજૂરી વગર યોજાયેલા પાટોત્સવમાં પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો


આ સમગ્ર ઘટનામાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. પોલીસ દ્વારા આ હત્યાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. જેમાં 2 યુવતીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રેમિકાને મોબાઈલ લેવો હોવાથી પ્રેમીએ લૂંટ કરવા યુવકને છરીના ઘા ઝીકયા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોતાની પ્રેયસીને ઇમ્પ્રેસ કરવા માટે તથા તેને મોંઘો મોબાઇલ અપાવવા માટે એક આશાસ્પદ યુવાનને રહેંસી નાખવામાં આવ્યો હતો. 


દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર: 17 તાલુકાઓમાં અડધાથી 1 ઇંચ વરસાદ નોંધાયો


ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ખોખરાના ગુરૂજીબ્રિજ પર એક યુવાન ઉભો હતો. તે દરમિયાન પાછળથી બાઇકમાં આવેલા એક વ્યક્તિએ તેની પાસેથી મોબાઇલ ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવકે પ્રતિકાર કરતા બાઇક પર આવેલા શખ્સે તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. યુવકનો મોબાઇલ અને તેનું પર્સ ઝુંટવીને ફરાર થઇ ગયો હતો. મૃતક યુવાન કોમ્પ્યુટર એન્જિનિયર હતો અને તે ઘરેથી કામ સબબ બહાર નિકળ્યો હતો. જો કે ખોખરા ખાતે ગુરૂજી બ્રિજ પર તેની સાથે આ કરૂણાંતિકા ઘટિત થઇ હતી. જ્યારે હત્યારાએ માત્ર પોતાની પ્રેમિકાને ખુશ કરવા માટે આ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે આ સમગ્ર મુદ્દે ચોંકાવનારી બાબત છે કે, ધરપકડ કરાયેલી બંન્ને યુવતીઓ સગીર છે. 


અમદાવાદમાં હત્યારાઓ બેખોફ: લૂંટના ઇરાદે આશાસ્પદ યુવાનને રહેંસી નાખ્યો


આ સમગ્ર ઘટનામાં કૃણાલ દિપકભાઇ દલવાડી (ઉ.વ 30) હાર્દિક ઉર્ફે ચીમન વિનોદચંદ્ર અગ્રવાલ (ઉ.વ 22) શ્યામ ઉર્ફે લક્કી રામપ્રસાદ રાઠોડ (ઉં.વ 24) ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત બે સગીરાઓને પણ કસ્ટડીમાં લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સૌથી આશ્ચર્યજનક બાબત છે કે હત્યા કરનારા તમામ આરોપીઓ છુટક મજુરી કરે છે અને ખોખરા તથા ઇસનપુર વિસ્તારમાં જ રહે છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube