પલિયડમાં મંજૂરી વગર યોજાયેલા પાટોત્સવમાં પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોવિડ19 ના નિતી નિયમોના લીરેલીરા ઉડાડતો કાર્યક્રમ ગઈકાલ ગાંધીનગરના કલોલ તાલુકાના પલિયડ ગામે યોજાયો હતો. જેમાં ગુજરાતભરમાંથી આવેલા લોકો પાટોત્સવમા જોડાયા હતા. ત્યારે એક ચોંકાવનારો વાત સામે આવી છે. ધાર્મિક કાર્યક્રમમાં પૂજા વિધિ કરાવવા માટે આવેલ પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરવાનગી વગર યોજાયેલ કાર્યક્રમમાં પકડવામાં આવેલા 21 લોકોનો કોરોના રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જે પૈકી એક વ્યક્તિ પૂજા કરાવનાર પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બાકીના 20 લોકોનાં કોરોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 
પલિયડમાં મંજૂરી વગર યોજાયેલા પાટોત્સવમાં પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

હિતલ પારેખ/ગાંધીનગર :કોવિડ19 ના નિતી નિયમોના લીરેલીરા ઉડાડતો કાર્યક્રમ ગઈકાલ ગાંધીનગરના કલોલ તાલુકાના પલિયડ ગામે યોજાયો હતો. જેમાં ગુજરાતભરમાંથી આવેલા લોકો પાટોત્સવમા જોડાયા હતા. ત્યારે એક ચોંકાવનારો વાત સામે આવી છે. ધાર્મિક કાર્યક્રમમાં પૂજા વિધિ કરાવવા માટે આવેલ પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરવાનગી વગર યોજાયેલ કાર્યક્રમમાં પકડવામાં આવેલા 21 લોકોનો કોરોના રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જે પૈકી એક વ્યક્તિ પૂજા કરાવનાર પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બાકીના 20 લોકોનાં કોરોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિકનો હુંકાર, પેટાચૂંટણીની 8 બેઠકો પર કોંગ્રેસની જીત થશે

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પલિયડ ગામે હાથી અને ડીજે સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. યજ્ઞ અને મહાપ્રસાદમાં હજારો લોકો જોડાયા હતા. કોઇ સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ, કોઇ માસ્ક નહિ. ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા લોકો એક જ ગામમા પાટોત્સવ માટે ભેગા થયા થયા હતા. જેના બાદ 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

આ ઘટનાને પગલે ગાંધીનગર જિલ્લા અને શહેરમાં શ્રવણ માસના તમામ ઉત્સવો બંધ કરવાની જાહેરાત કરાઈ છે. કોવિડ 19 ની પરિસ્થિતિને લઈ ગાંધીનગર કલેક્ટરે આ નિર્ણય લીધો છે. ધાર્મિક જાહેર કાર્યક્રમ માટે જે પણ અરજીઓ આવી હતી તે તમામ અરજીઓને નામંજૂર કરવામાં આવી છે. જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે. ગઈકાલે જ પલિયડ ગામમાં યજ્ઞના આયોજનની બનેલી ઘટના બાદ જિલ્લા તંત્ર સતર્ક બન્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news