અમદાવાદમાં હત્યારાઓ બેખોફ: લૂંટના ઇરાદે આશાસ્પદ યુવાનને રહેંસી નાખ્યો

શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા ગુરૂજી બ્રિજ પર મોડી રાત્રે યુવકની લૂંટના ઇરાદે હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. પાકીટ અને મોબાઇલ જેવી સામાન્ય વસ્તુની લૂંટ માટે યુવકની હત્યા થઇ ગઇ છે. યુવક ઘરેથી એક કામ પતાવીને આવું છું તેમ કહીને નિકળેલા યુવકનો મૃતદેહ જ ઘરે પહોંચ્યો હતો. 

Updated By: Jul 11, 2020, 10:23 PM IST
અમદાવાદમાં હત્યારાઓ બેખોફ: લૂંટના ઇરાદે આશાસ્પદ યુવાનને રહેંસી નાખ્યો

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા ગુરૂજી બ્રિજ પર મોડી રાત્રે યુવકની લૂંટના ઇરાદે હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. પાકીટ અને મોબાઇલ જેવી સામાન્ય વસ્તુની લૂંટ માટે યુવકની હત્યા થઇ ગઇ છે. યુવક ઘરેથી એક કામ પતાવીને આવું છું તેમ કહીને નિકળેલા યુવકનો મૃતદેહ જ ઘરે પહોંચ્યો હતો. 

પાવાગઢ ખોદકામ દરમિયાન મળ્યો પૃથ્વીરાજ ચૌહાણનો શિલાલેખ, અન્ય કેટલીક ચોંકાવનારી વિગત

ઉમંગ નામનો યુવક પોતાનાં ઘરેથી થોડુ કામ પતાવીને આવુ છું તેમ કહીને નિકળ્યો હતો. જો કે ઉમંગના પરિવારને અંદાજ પણ નહી હોય કે તેમનો દિકરો હવે ઘરે ક્યારે પણ પરત નહી ફરે. ગુરૂજી બ્રિજ પર દરજી ઉભો હતો. તે દરમિયાન તીક્ષ્ણ હથિયારના ઘા મારીને અજાણ્યા તત્વોએ મોબાઇલ અને પર્સ લૂંટી લીધા હતા. ઉમંગના પર્સમાં રોકડ રકમ ઉપરાંત ઓળખપત્ર, ડેબિટકાર્ડ અને રોકડા રૂપિયા હતા.

ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલ બનશે બીજા નંબરના નેતા, કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપાઇ

બ્રિજ પર લોહીથી લથબથ હાલતમાં પડેલા ઉમંગને જોઇને એક રાહદારીએ તેને તત્કાલ સારવાર માટે ખસેડ્યો હતો. તેના પિતાને પણ ફોન દ્વારા જાણ કરી હતી. જો કે સારવાર દરમિયાન ઉમંગનું મોત નિપજ્યું હતું. હાલ પોલીસ દ્વારા લૂંટના ઇરાદે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર