Ahmedabad News : અમદાવાદના શીલજના એક ફ્લેટમાં રહેતી મહિલાના ઘરે પાંચ સિક્યુરિટી ગાર્ડ આવીને હથિયાર બતાવીને લૂંટ ચલાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, મહિલાના ઘરમાં રહેતી 19 વર્ષીય ઘરઘાટી યુવતી પર પાંચેય ગાર્ડે સામૂહિક દુષ્કર્મ ગુજારીને લૂંટ ચલાવીને કાર લઈને ફરાર થઈ ગયા હતા. મકાનની માલિક મહિલાએ કેન્સર હોવાનું કહેતાં તેને અર્ધબેભાન હાલતમાં છોડી તમામ ચોર પલાયન થઈ ગયા હતા. પરંતું આ વાતની જાણ થતા જ ગુજરાત પોલીસ સતર્ક થઈ હતી. પાંચેય લૂંટારુઓ પંજાબ ભાગીને જાય તે પહેલાં તેમને ઝડપી પાડ્યા હતા. ત્યારે અમદાવાદના આ બહુચર્ચિત ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપીઓએ ફ્લિપકાર્ટમાંથી મંગાવેલી નકલી રિવોલ્વરથી લૂંટ ચલાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના બોપલના વેન્યું સફાલીયા એપાર્ટમેન્ટમાં ગઈ રાત્રે ગેંગરેપ અને લૂંટની ઘટના બની હતી. ઘાટલોડિયા અને બોપલ વિસ્તારમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા પાંચ જેટલા શખ્સોએ વેન્યુ સફાલીયા એપાર્ટમેન્ટમાં ડોરબેલ વગાડી હતી. ડોરબેલ વાગતા જ મહિલા બહાર આવી હતી, જેથી લુંટારુંઓએ તેમનું મોઢું દબાવ્યુ હુતં અને ફ્લેટમાં ઘૂસી ગયા હતા. લૂંટારુંઓએ મકાનમાં કામ કરતી ઘરઘાટી યુવતી પર ગેંગરેપ કર્યો હતો ત્યારબાદ લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.


ડેડીયાપાડામાં ભાજપના નેતા ફૂટ્યા : ચૈતર વસાવાને કરી રહ્યાં છે મદદ, હવે મનસુખ વસાવાના


અમદાવાદના બોપલમાં મહિલા સાથે ગેંગ રેપ કેસમાં મોટા ખુલાસાઓ થયા છે. આજે પાંચેય આરોપીઓની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે, સિક્યુરિટી ગાર્ડે લુંટ અને ગેંગરેપ પહેલા રમકડાની રિવોલ્વર મેળવી હતી. ફ્લિપકાર્ટમાંથી મંગાવેલી રમકડાંની રિવોલ્વરના આધારે તેઓએ લૂંટ ચલાવી હતી. પૂછપરછમાં મોટો ખુલાસો થયો કે, મુખ્ય આરોપી મનજીત જોહાલ અને અમ્રિતપાલ ગીલ વિરુદ્ધનો ગુનાઈત ઈતિહાસ છે. મનજીત ડિસેમ્બરમાં પ્રેમલગ્ન કરવાનો હતો, તેથી તેણે તે પહેલા લુંટનો પ્લાન બનાવ્યો હતો. મહિલાના ઘરમાંથી 10-20 લાખ રુપિયા મળશે તેવી લાલચે લૂંટ કરી હતી. પરંતું માત્ર 1.37 લાખની લુંટ ચલાવી હતી. 


આરોપીઓએ નીકળતા સમયે મહિલાની કાર અને એટીએમ લઈ લીધુ હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મહિલા પાસેથી લીધેલા એટીએમમાંથી આરોપીઓએ શીલજ, ઘાટલોડિયા અને કાલુપુરમાં ATM માંથી રૂપિયા ઉપાડ્યા હતા. તેના બાદ કારને ઝાડીમાં નાંખીને રાજસ્થાન જવા રવાના થયા હતા. 


ચૈતર વસાવાથી ડર્યુ ભાજપ, લોકસભામાં ન નડે તે માટે ડરાવીને ભાજપમાં લઈ જવાનો પ્રયાસ


પરંતુ ફ્લેટ માલિકે પોલીસ કન્ટ્રોલને જાણ કરતા જ પોલીસે સઘન વાહન ચેકિંગ કર્યુ હતું, જ્યાં બનાસકાંઠાથી તમામ પકડાઈ ગયા હતા.  


આરોપીઓના નામ
1- અમૃતપાલ સિંહ ઉર્ફે ગોબી નિર્મલ સિંહ જીલ 34 અમૃતસર પંજાબ
2- સુખવિંદર સિંઘ ઉર્ફે આકાશ જગજીતસિંહ શીખ પંજાબ
3- મનજીતસિંગ ઉર્ફે અજય જગજીતસિંહ શીખ પંજાબ
4- રાહુલ સિંગ વિનોદ સિંહ બંસીવાલ ઉત્તર પ્રદેશ
5- હરિ ઓમ ઉર્ફે લાલજી કોમલસિંહ જયસિંહ ઠાકોર મધ્ય પ્રદેશ


બહુ કેનેડા કેનેડા કરો છો ને! જોઈ લો ગુજરાતીઓ કેનેડા છોડીને જઈ રહ્યા છે, આ છે કારણ


હરિઓમ ઠાકુરે સૌથી પહેલા યુવતી પર બળાત્કાર ગુજાર્યો, અન્ય આરોપી રાહુલે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. મુખ્ય આરોપી મનજીત જોહાલે મકાનમાલિક પાસે અભદ્ર માંગણી કરી હતી. 


લુંટ અને ગેંગરેપ આચરી પહેલા કાલુપુર રેલ્વે સ્ટેશન ગયા હતા. લુંટ કરેલી ગાડી અમદાવાદમાં છુપાવી બસમાં મુસાફરી કરી હતી. સાથે જ આ કેસમાં લૂંટારુઓએ જે ઓલા ગાડીનો ઉપયોગ કર્યો હતો, તેના ડ્રાઈવરનું પણ નિવેદન લેવાયું છે. 


અમદાવાદમાં દિવાળીને પગલે લૂંટ કે ચોરીના બનાવ અટકાવવા ગ્રામ્ય પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ કરશે. ઘરઘાટી કે બહારના વ્યક્તિઓ પર નજર રાખવા કે સંલગ્ન માહિતી પોલીસને જાણ કરવા પણ પોલીસ સોસાયટી મીટિંગ કરશે. સાથે જ રજિસ્ટ્રેશન વાળા સિક્યોરિટી એજન્સી રાખવા સ્થાનિકોને આહવાન કરાયું છે. 


દિવાળીએ ગરીબોના ઘરમાં નહિ તળાય મઠીયા-ફાફડા, તેલ મોંઘું થતા દીવા પ્રકટાવવા પણ વિચારશે