બહુ કેનેડા કેનેડા કરો છો ને! જોઈ લો ગુજરાતીઓ કેનેડા છોડીને જઈ રહ્યા છે, આ છે કારણ

Canada Immigrants Indians : કેનેડામાં ઈમિગ્રન્ટ્સનો મોહભંગ થઈ રહ્યો છે.... ડોલરના સપના સાકાર ન થવાથી બીજા દેશમાં ભારતીયો જવા લાગ્યા... ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં લોકોએ કેનેડા છોડ્યું 
 

બહુ કેનેડા કેનેડા કરો છો ને! જોઈ લો ગુજરાતીઓ કેનેડા છોડીને જઈ રહ્યા છે, આ છે કારણ

Canada Student Visa Study Abroad : કેનેડા તેના દેશમાં પ્રવેશનારા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં વધારો કરવા જઈ રહ્યું છે. કેનેડા 2024 માં 485,000 નવા ઇમિગ્રન્ટ્સને પણ પ્રવેશ આપશે, જે 2023ની સમાન છે. પરંતુ 2025 સુધીમાં આ સંખ્યા વધારીને 500,000 કરવાની યોજના છે. આવા સમાચાર તાજેતરમાં જ આવ્યા હતા. પરંતું આ વચ્ચે એક ચિંતાજનક બાબત પણ સામે આવી છે. એ કે, કેનેડા છોડીને જનારી સંખ્યા પણ વધી રહી છે. કેનેડાથી લોકોને મોહભંગ થઈ રહ્યો છે. ત્યારે કેનેડા આવનારાઓની સાથે કેનેડા છોડનારાઓનો આંકડો પણ વધી રહ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે કેનેડા એક આકર્ષક દેશ બની રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો અહી આવી રહ્યાં છે. પરંતુ હાલ હકીકત એવી પણ છે કે, નવા ઈમિગ્રન્ટ્સ કેનેડા છોડીને બહાર પણ જઈ રહ્યા છે. કેનેડા માટે આ આંકડો ચિંતાનો વિષય બની રહી છે. કેનેડા છોડીને જનારા લોકો વધી રહ્યાં છે. આખરે કેમ આ લોકો કેનેડા છોડી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. ત્રણ દાયકામાં કેનેડામાંથી અનેક લોકો માઈગ્રેટ કરી ચૂક્યા છે. 

આ પાછળ અનેક કારણો છે. કેટલાકનું કહેવુ છે કે, કેનેડા આવ્યા બાદ તેમનો મોહભંગ થયો છે. કારણ કે, અહી તેઓ જે ગ્રોથ વિચારીને આવ્યા હતા તેના પ્રમાણમાં ઓછો ગ્રોથ છે. તો કેટલાક કહી રહ્યાં છે કે, અહી વિકાસ દેખાતો નથી. કેનેડા સરકાર જે કહે છે તે કરતી નથી તે કારણે લોકો દેશ છોડીને બીજા દેશમાં સ્થાયી થવાનું પસંદ કરી રહ્યાં છે. 

કેટલાક લોકોએ એવુ પણ કહ્યું કે, કેનેડાની આર્થિક સમસ્યાઓ વધી રહી છે. આ કારણે અમને અહી સ્થાયી થવામાં તકલીફ પડી રહી છે. આંકડા અનુસાર, 2017 અને 2019 વચ્ચે કેનેડા છોડીને જનારા ઈમિગ્રન્ટ્સની ટકાવારી 1.10 ટકાથી વધીને 1.18 ટકા થઈ હતી. તેની તુલનામાં 1982 પછી દર વર્ષે સરેરાશ 0.9 ટકા લોકોને પર્મેનન્ટ રેસિડન્સી આપવામાં આવી હતી. કેનેડામાંથી જે લોકો બહાર જાય છે તેઓ મોટા ભાગે નવા ઈમિગ્રન્ટ હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news