ચૈતર વસાવાથી ડર્યુ ભાજપ, લોકસભામાં નડે નહિ તે માટે ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવાનો પ્રયાસ

FIR against Aap Gujarat MLA : આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો નોંધાયો... પત્ની-PA સહિત ત્રણ કસ્ટડીમાં લેવાયા... ડેડીયાપાડામાં સજ્જડ બંધ જાહેર કરાતા પોલીસે વધારી સુરક્ષા, આજે ઈસુદાન ગઢવીએ ભાજપ પર મોટા આરોપો મૂક્યા છે. વસાવાને યેનકેન દબાવી ભાજપમાં લઇ જવા પ્રયત્ન કરાઈ રહ્યાં છે.

ચૈતર વસાવાથી ડર્યુ ભાજપ, લોકસભામાં નડે નહિ તે માટે ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવાનો પ્રયાસ

Gujarat Politics : લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં નવા રંગ ઉમરાઈ રહ્યાં છે. ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધાતા રાજકારણ ગરમાયું છે. ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત ચાર લોકો સામે ગુનો નોંધાયો છે. વનવિભાગની જમીન ખેડાણ બાબતે થયેલ બબાલ બાદ બીટ ગાર્ડ દ્વારા ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. તેમજ ધારાસભ્યએ ફાયરિંગ પણ કર્યું હોવાનો દાવો કરાયો છે. આ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન, ધારાસભ્યનો પી. એ. સહિત અન્ય એક એમ ત્રણની અટકાયત કરાઈ છે. તો બીજી તરફ, પોલીસે ધારાસભ્યની શોધખોળ ચક્રો ગતિમન કર્યા છે. ચૈતર વસાવાની પત્ની અને અંગત મદદનીશના ૧૦ દિવસના રિમાન્ડની પોલીસે માંગણી કરી હતી, પરંતુ ચૈતર વસાવાના વકીલોની દલીલના આધારે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા હાલ ચૈતર વસાવાની પત્ની અને અન્ય બે પોલીસ કસ્ટડીમાં છે. તેઓના જામીન માટેની કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપે ક્યારેય પણ આદિવાસી સમાજને આગળ આવવા દીધા નથી - કેજરીવાલ 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના અંગે ટ્વીટ કરતા લખ્યું કે, ભાજપે ગઈકાલે આપના ધારાસભ્ય અને આદિવાસી સમાજના મોટા નેતાની વિરુદ્ધ ખોટી કાર્યવાહીકરીને ચૈતરભાઈના ધર્મપત્નીની ધરપકડ કરી છે. ભાજપે ક્યારેય પણ આદિવાસી સમાજને આગળ આવવા દીધા નથી. માત્ર તેમનું શોષણ કર્યું છે. આપે આદિવાસી સમાજના દીકરાને આગળ કર્યા તો ભાજપને સહન ન થયું. સમગ્ર આદિવાસી સમાજ ભાજપ પાસેથી તેનો હિસાબ લેશે. ભાજપે આ હુમલો ચૈતર વસાવા પર નહિ, પરંતુ આદિવાસી સમાજ પર કર્યો છે. 

આદિવાસી સમાજનો અવાજ બનનાર ચૈતર વસાવાને દબાવવાનો પ્રયત્ન
ચૈતર વસાવા અંગે ઈસુદાન ગઢવીનું નિવેદન આપતા જણાવ્યું કે, વસાવા અને તેમના પત્ની સામે ભાજપે ખોટી ફરિયાદ નોંધી છે. ભાજપ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે. આદિવાસી સમાજનો નેતા આગળ ના વધે એવા ભાજપના પ્રયત્નો રહ્યા છે. AAP એ ચૈતર વસાવાએ આદિવાસી નેતા તરીકે આગળ વધાર્યા છે. આગામી ચૂંટણીમાં આદિવાસી સમાજનો યુવક આગળ ના વધે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આદિવાસી સમાજનો અવાજ બનનાર ચૈતર વસાવાને દબાવવા પ્રયત્ન કરાઇ રહ્યા છે. FRI મુજબ ૩૦ ઓક્ટોબરે ફોરેસ્ટના કર્મચારીઓએ સનતની જમીન મેળવનાર ખેડૂતના ઉભા પાકને પાડી દેવાયો. ઉભા પાકને કાપી દેવાતા ચૈતર વસાવાએ વળતરની માંગ કરી ૩૦ હજાર ચૂકવવામાં આવ્યું. ભાજપના નેતાએ સ્થાનિક ઉચ્ચ અધિકારીને ફોન કરી ફરિયાદ કરવા સૂચના આપી હતી. ૩૦ ઓક્ટોબરની ઘટનાની ફરિયાદ ૨ દિવસ બાદ આયોજનપૂર્વક કરાઈ છે. જમીન વાવવાનો અધિકાર ખેડૂતને મળેલો છે. 

આ હુમલો ચૈતર વસાવા સામે નહીં પરંતુ આદિવાસી સમાજ પરનો હુમલો છે
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, વસાવાએ ફાયરિંગ નથી કર્યું, હવામાં ગોળીબાર કરી હોય તો કાર્ટીસ મળવી જોઈએ. વળતર ચૂકવવામાં ખંડણીની ખોટી ફરિયાદ કરવામાં આવી છે. ખંડણી કરાઇ હોય તો શું એના ફોટા પાડવામાં આવે? FRI સ્થાનિક પોલીસની જગ્યાએ LCB થકી કરાવવામાં આવી છે. સમાધાન થયા બાદ FRI શા માટે કરાવવામાં આવી એ મોટો પ્રશ્ન છે. ભાજપે આદિવાસી સમાજની માફી માંગવી જોઈએ. માફી ના માંગે તો આદિવાસી સમાજ ભાજપ વિરોધી મતદાન કરવાનો સંકલ્પ કરે. AAP આદિવાસી વિસ્તારોમાં ગ્રામસભા યોજી જાગરૂકતા અભિયાન ચલાવશે. આ હુમલો ચૈતર વસાવા સામે નહીં પરંતુ આદિવાસી સમાજ પરનો હુમલો છે.

ચૈતર વસાવા ચૂંટણી ના લડે એવા ભાજપના પ્રયાસ 
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, ચૈતર વસાવા લોકસભા લડવા માટે અમારા મજબૂત આગેવાન છે. AAP ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી લડાવવા ગંભીરતા વિચારણા કરી રહ્યું છે. ચૈતર વસાવા ચૂંટણી ના લડે એવા પ્રયત્નો ભાજપ કરી રહ્યું છે. વસાવાને યેનકેન દબાવી ભાજપમાં લઇ જવા પ્રયત્ન કરી રહ્યું છે. પરંતું અમે INDIA ગઠબંધન હેઠળ જ ગુજરાતમાં ચૂંટણી લડીશું. 

 

— AAP Gujarat (@AAPGujarat) November 4, 2023

 

ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા સજ્જડ બંધ
આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં શાંતિપૂર્ણ રીતે બંધ પાળવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના MLA  અને અન્ય ત્રણ લોકો વિરુદ્ધની એફઆરઆઈના વિરોધમાં બંધનું એલાન કરાયુ હતું. ત્યારે આદિવાસીઓ દ્વારા આપવામાં આવેલ બંધને કારણે હાલ ડેડીયાપાડામાં શાંતિપૂર્ણ બંધ જોવા મળ્યો. અનિચ્છિય ઘટના ન સર્જાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વેપારીઓ જોડાયા છે. વહેલી સવારથી જ ડેડીયાપાડા સજજડ બંધ છે. અનેક દુકાનો પર ખંભાતી તાળા લટકાવાયા છે. 

તો ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ આ અંગે જણાવાયું કે, ધારાસભ્ય ચૈતર વસાવાની છબી ખરાબ કરવા ફરિયાદ કરાઈ છે. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે વકીલોની દલીલના આધારે રિમાન્ડ નામંજૂર કર્યા છે. ચૈતર વસાવાના પત્ની, PA સહિત ત્રણ લોકો પોલીસ કસ્ટડીમાં છે. તેમના જામીન માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચૈતર વસાવાના પત્નીને પણ ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. ચૈતર વસાવાના પત્નીએ કાયદા વિરુદ્ધ કોઈ કામ કર્યું જ નથી. મહત્વનું છે કે વન વિભાગની જમીન ખેડાણ બાબતે માથાકૂટ થયા પછી બીટ ગાર્ડ દ્વારા ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. આ દરમિયાન પોલીસ વડાએ દાવો કર્યો છેકે ધારાસભ્ય દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news