મૌલિક ધામેચા/અમદાવાદ : ગેરકાયદેસર કફ સિરપ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામા અમદાવાદ ગ્રામ્ય SOGને સફળતા મળી છે. પોલીસે ભરત ચૌધરી નામના આરોપીની ચાંગોદરથી ધરપકડ કરી છે. જોકે આરોપી 3 રાજ્યમા પોતાનુ નેટવર્ક ધરાવતો હોવાનુ સામે આવ્યુ છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલ એજ આરોપી છે કે જેણે ગુજરાત સહીતના રાજ્યોમા યુવાધનને બરબાદ કરવાનો કારસો રચ્યો હતો. યુવાધનને નશા ના રવાડે ચડાવ્યા અને અલગ અલગ રાજ્યોમાં કોડીન કફ સીરપ મોટા પ્રમાણમાં વેચતો. બે રાજ્યોનાં પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી ભરત ચૌધરી છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો  ત્યારે આખરે અમદાવાદ ગ્રામ્ય SOG ને ભરત સુધી પહોંચવામાં સફળતા મળી છે. પોલીસે  આરોપી ભરતની ધરપકડ કરી ૭ દિવસનાં રિમાન્ડ મેળવતા તપાસમા સામે આવ્યુ કે મુળ રાજસ્થાનનો ભરત ચૌધરી મુંબઈ મા કરિયાણાનો વેપાર કરતો હતો. જ્યા નુકસાન જતા રૂપિયા કમાવવા માટે કફ શિરપનુ વેચાણ શરૂ કર્યુ. પ્રાથમીક તબક્કે મેડીકલ સ્ટોર ખોલી  કફ શિરપના વેચાણ મા મોટો નફો મળતા તેણે નશાનુ વેચાણ શરૂ કર્યુ હતુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: રાજ્યમાં 1335 નવા કેસ, 1437 સ્વસ્થ 10 લોકોનાં નિપજ્યાં મોત


નશાના કારોબારના આ ગુનામા ભરત ચૌધરીએ દિવ્યા ફાર્માના માલિક હર્ષ ઠક્કરને મહિને 30 હજાર ભાડૂ આપીને કંપનીના લાયસન્સનો ઉપયોગ કર્યાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહી પણ આરોપી ભરત ચૌધરી વિરુધ અગાઉ પણ 3 NDPSનાં ગુનામાં વોન્ટેડ છે. જયારે મુબઈમાં અને અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ NDPSનાં ગુનામાં ઝડપાઇ ચુકેલો છે. હાલ જયારે અમદાવાદ ગ્રામ્ય SOG એ ગેરકાયદેસર વેચાતી કફસીરપ મામલે અગાઉ ગુનો નોંધી કુલ 6 આરોપીની ધરપકડ કરી લાખ્ખો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


વિશ્વનો એક એવો રોગ જેની કોઈ જ દવા નથી, ભાવનગરમાં ચાલે છે તેનું સારવાર સેન્ટર


મુખ્ય સુત્રધાર આરોપી ભરત ચૌધરીની પ્રાથમિક તપાસ દરમ્યાન પોલીસે 8 મોબાઈલ ,રોકડ,રાઉટર,ગાડી, સહીત કુલ 5.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરત ચૌધરી મોટા ભાગની નાણાકિય વ્યવહાર આંગડીયા પેઢી અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરતો હતો. જોકે આરોપીની પુછપરછ મા ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. ગેરકાયદેસર કફ સિરપ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામા અમદાવાદ ગ્રામ્ય SOGને સફળતા મળી છે. પોલીસે ભરત ચૌધરી નામના આરોપીની ચાંગોદરથી ધરપકડ કરી છે. જોકે આરોપી 3 રાજ્યમા પોતાનુ નેટવર્ક ધરાવતો હોવાનુ સામે આવ્યુ છે.


દંપત્તી દમણથી દારૂ ભરી રાજકોટ જતું હતું: સમયની મજબુરી છે સાહેબ માટે આવો ધંધો કરવો પડ્યો


પોલીસ કસ્ટડીમાં ઉભેલ આ એજ  આરોપી છે કે, જેણે ગુજરાત સહીતના રાજ્યોમા યુવાધનને બરબાદ કરવાનો કારસો રચ્યો હતો. યુવાધનને નશાના રવાડે ચડાવ્યા અને અલગ અલગ રાજ્યોમાં કોડીન કફ સીરપ મોટા પ્રમાણમાં વેચતો. બે રાજ્યોનાં પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી ભરત ચૌધરી છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો, ત્યારે આખરે અમદાવાદ ગ્રામ્ય SOG ને ભરત સુધી પહોંચવામાં સફળતા મળી છે. પોલીસે  આરોપી ભરતની ધરપકડ કરી ૭ દિવસનાં રિમાન્ડ મેળવતા તપાસમા સામે આવ્યુ કે મુળ રાજસ્થાનનો ભરત ચૌધરી મુંબઈમાં કરિયાણાનો વેપાર કરતો હતો. જ્યાં નુકસાન જતા રૂપિયા કમાવવા માટે કફ શિરપનુ વેચાણ શરૂ કર્યુ. પ્રાથમીક તબક્કે મેડીકલ સ્ટોર ખોલી  કફ શિરપના વેચાણ મા મોટો નફો મળતા તેણે નશાનુ વેચાણ શરૂ કર્યુ હતું.


પોલીસ તંત્ર નિષ્ફળ? હાઇપ્રોફાઇલ પાર્ટીઓમાં જતી યુવતીઓને સેક્સ સ્લેવ બનાવવાનું મોટુ ષડયંત્ર !


નશા ના કારોબારના આ ગુનામા ભરત ચૌધરીએ દિવ્યા ફાર્માના માલિક હર્ષ ઠક્કરને મહિને 30 હજાર ભાડૂ આપીને કંપનીના લાયસન્સનો ઉપયોગ કર્યાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહી પણ આરોપી ભરત ચૌધરી વિરુધ અગાઉ પણ 3 NDPSનાં ગુનામાં વોન્ટેડ છે જયારે મુબઈમાં અને અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ NDPSનાં ગુનામાં ઝડપાઇ ચુકેલો છે. હાલ જયારે અમદાવાદ ગ્રામ્ય SOG એ ગેરકાયદેસર વેચાતી કફસીરપ મામલે અગાઉ ગુનો નોંધી કુલ 6 આરોપીની ધરપકડ કરી લાખ્ખો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મુખ્ય સુત્રધાર આરોપી ભરત ચૌધરીની પ્રાથમિક તપાસ દરમ્યાન પોલીસે 8 મોબાઈલ, રોકડ, રાઉટર, ગાડી, સહીત કુલ 5.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરત ચૌધરી મોટા ભાગની નાણાકિય વ્યવહાર આંગડીયા પેઢી અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરતો હતો. જોકે આરોપીની પુછપરછ મા ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube