વિશ્વનો એક એવો રોગ જેની કોઈ જ દવા નથી, ભાવનગરમાં ચાલે છે તેનું સારવાર સેન્ટર

આજે વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ છે, ભાવનગર જિલ્લામાં ૧૫૦૦ થી વધુ બાળ દર્દીઓ આ રોગથી પીડાઈ રહ્યા છે, પરંતુ ઘણા એવા પણ દર્દીઓ છે જે આ રોગ હોવા છતાં હાર્યા નથી. કડવી વાસ્તવિકતા તો એ છે કે આ રોગની હજુ સુધી કોઈ જ દવા શોધાઈ નથી. ગુજરાતમાં સેરેબ્રલ પાલ્સીના ત્રણ સેન્ટરો આવેલા છે જેમાંનું એક સેન્ટર ભાવનગરમાં છે. જેમાં ૪૦૦ જેટલા દર્દીઓ સેરેબ્રલ પાલ્સીની સારવાર લઇ રહ્યા છે. સરકાર દ્વારા આવા સેન્ટ્રરો સ્થપાય તો વધુ દર્દીઓ સારવાર લઈ શકે છે.

Updated By: Oct 6, 2020, 07:38 PM IST
વિશ્વનો એક એવો રોગ જેની કોઈ જ દવા નથી, ભાવનગરમાં ચાલે છે તેનું સારવાર સેન્ટર
પ્રતિકાત્મક તસવીર

નવનીત દલવાડી/ ભાવનગર : આજે વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ છે, ભાવનગર જિલ્લામાં ૧૫૦૦ થી વધુ બાળ દર્દીઓ આ રોગથી પીડાઈ રહ્યા છે, પરંતુ ઘણા એવા પણ દર્દીઓ છે જે આ રોગ હોવા છતાં હાર્યા નથી. કડવી વાસ્તવિકતા તો એ છે કે આ રોગની હજુ સુધી કોઈ જ દવા શોધાઈ નથી. ગુજરાતમાં સેરેબ્રલ પાલ્સીના ત્રણ સેન્ટરો આવેલા છે જેમાંનું એક સેન્ટર ભાવનગરમાં છે. જેમાં ૪૦૦ જેટલા દર્દીઓ સેરેબ્રલ પાલ્સીની સારવાર લઇ રહ્યા છે. સરકાર દ્વારા આવા સેન્ટ્રરો સ્થપાય તો વધુ દર્દીઓ સારવાર લઈ શકે છે.

દંપત્તી દમણથી દારૂ ભરી રાજકોટ જતું હતું: સમયની મજબુરી છે સાહેબ માટે આવો ધંધો કરવો પડ્યો

સમગ્ર વિશ્વમાંથી પોલિયો નાબૂદી પછી હલનચલનની સૌથી વધુ ખામી ધરાવતો રોગ એટલે સેરેબ્રલ પાલ્સી જેને મગજનો લકવો પણ કહેવાય છે. વિશ્વભરમાં સેરેબ્રલ પાલ્સીના હજારો દર્દીઓ મોજુદ છે. અધૂરા મહિને બાળકનો જન્મ થવો, જન્મ સમયે ઓછું વજન હોવું, સુગર લેવલ ઓછું હોવું, બાળકના જન્મ સમયે મોડેથી રડવું તેમજ જન્મ સમયે કે જન્મ પછી મગજમાં થતી ઇજાઓ સહિતના કારણો સેરેબ્રલ પાલ્સી માટે જવાબદાર છે. મગજના લકવાના કારણે બાળક પોતાના સ્નાયુઓના હલનચલનની કાયમી મુશ્કેલી અનુભવે છે. આવા ચાર બાળકો માંથી એક બાળક બેસવાની, બોલવાની, ચાલવાની કે બૌધિક ક્ષમતાની ખામીનો અનુભવ કરે છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ રોગની હજુ સુધી કોઈ જ દવા શોધાઈ નથી ત્યારે સેરેબ્રલ પાલ્સી માટે સરકાર વધુ ને વધુ સેન્ટરો ખોલે એ જરૂરી બન્યું છે.

પોલીસ તંત્ર નિષ્ફળ? હાઇપ્રોફાઇલ પાર્ટીઓમાં જતી યુવતીઓને સેક્સ સ્લેવ બનાવવાનું મોટુ ષડયંત્ર !

ભાવનગર જિલ્લામાં સેરેબ્રલ પાલ્સીના ૧૫૦૦ થી વધુ બાળ દર્દીઓ મોજુદ છે. જેમાંના ૪૦૦ જેટલા દર્દીઓ શહેરની એકમાત્ર નટરાજ સેરેબ્રલ પાલ્સી સેન્ટર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, શિહોર અને પાલીતાણા ખાતેના સેન્ટરોમાં 300 જેટલા દર્દીઓ સારવાર અને તાલીમ મેળવી રહ્યા છે. સેરેબ્રલ પાલ્સી પીડાતા બાળ દર્દીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઊઠવા બેસવા કે ચાલવા માટે બીજા ઉપર નિર્ધાર રાખવો પડે છે. માતા-પિતાની મોજૂદગી વગર તેઓ કંઈ કરી શકતા નથી. સેરેબ્રલ પાલ્સીના બાળ દર્દીની માતા માટે પણ આ તબક્કો ખૂબ મુશ્કેલી ભર્યો પસાર થાય છે કારણકે આવા બાળકો ઉપર ખૂબ ધ્યાન રાખવું પડતું હોય તેમજ તેની જરૂરિયાતો સગવડો પૂરી કરવામાં મોટાભાગનો સમય પસાર થઇ જાય છે.

લોકો માટે બર્ડ પાર્ક ખુલ્લો કરીને સુરતના યુવાને કહ્યું, ‘આ મારો પરિવાર છે’

ભાવનગરના કાળિયાબીડમાં વિસ્તારમાં આવેલી નટરાજ સેરેબ્રલ પાલ્સી સેન્ટરમાં આવા દર્દીઓની ખૂબ જ કાળજીપૂર્વક સંભાળ લેવામાં આવે છે, આવા દર્દીઓ માટે બનાવેલી ખાસ સ્કૂલમાં ઊઠવા બેસવાની સમજ સાથે તમામ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. બાળક પોતે શિક્ષણથી વંચિત ન રહી જાય તેમજ સમાજમાં સન્માનભેર જીવી શકે એ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. અહીં સારવાર અને તાલીમ લઈ ચૂકેલા અનેક દર્દીઓ સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરી રહ્યા છે, પરંતુ સીમિત જગ્યા અને પૂરતી સગવડો ના અભાવે આ સંસ્થા માત્ર 400 લોકો સુધી પહોંચી શકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube