School Van Charge Hike Big Decision : ચારેબાજુથી મોંઘવારીથી ભીંસાયેલી ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડવા જઈ રહ્યો છે. જ્યાં ઘરનું બજેટ માંડ માંડ સચવાતું હોય, ત્યાં સંતાનોની શાળાની ફીની સાથે હવે અન્ય ખર્ચામાં પણ વધારો થવા જઈ રહ્યો છે. શાળાઓ ખૂલતા પહેલા જ વાલીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. શાળાઓ શરૂ થતાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરાશે. સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારાનો આજે નિર્ણય લેવાશે. આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનની બેઠક મળશે, જેમાં રીક્ષાચાલકોને ખર્ચમાં વધારો થતા ભાડામાં વધારો કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવો ભાવ આજે નક્કી થશે
સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન આજે સ્કૂલ વાન અને રીક્ષા ભાડામાં વધારો ઝીંકી શકે છે. આગામી દિવસોમાં વેકેશન પહેલા જ વાહનોમાં ભાડાનો દર વધારવામાં આવશે. આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની મિટિંગ યોજાશે. જેમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા સ્કૂલ વર્દીઓને ફરજ પાડવામાં આવતા ફિટનેસ સર્ટિફિકેટના કારણે પણ ભાડામાં વધારો કરવામાં આવશે. 


લીલા તોરણે વધાવો! ગુજરાતમાં ચોમાસું આવ્યું, આગામી 48 કલાક ભારે, નવી આગાહી તબાહી લાવશ


આ વિશે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે વાહન દીઠ 50,000 નો ખર્ચ કરવો પડે છે. તેથી તેના ખર્ચને પગલે સ્કૂલ વાનના ભાડા વધી શકે છે. 


હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં મોટો ખુલાસો