હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં થયો મોટો ખુલાસો

Thai Girl In Surat Medical College : સ્મિમેરના ડૉક્ટર સામે તપાસ સમિતિના રિપોર્ટ બાદ લેવાશે પગલાં...થાઈ ગર્લ બોલાવનાર વિવાદિત ડૉક્ટર રેગિંગના વિવાદમાં થઈ ચુક્યો છે સસ્પેન્ડ, જુનિયર ડોક્ટરને દોડાવી દોડાવીને માર માર્યો હતો, 6 મહિના સસ્પેન્ડ થયો છતાં સુધર્યો નહીં

હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં થયો મોટો ખુલાસો

Surat News સુરત : સુરતની સ્મીમેર મેડિકલ કોલેજના હોસ્ટેલના રૂમમાં થાઈ ગર્લ બોલાવવાના મામલે મોટો ખુલાસો થયો છે. હોસ્પિટલમાં થાઈ ગર્લ બોલાવનારા ડોક્ટરની વિવાદિત કરમ કુંડળી સામે આવી છે. ડો.ઋત્વિકે અગાઉ પણ કાંડ કર્યાં છે. થાઈ ગર્લ બોલાવનાર વિવાદિત ડૉક્ટર ઋત્વિક અગાઉ રેગિંગના વિવાદમાં સસ્પેન્ડ થઈ ચૂક્યો છે. તેણે જુનિયર ડોક્ટરને દોડાવી દોડાવીને માર માર્યો હતો, 6 મહિના સસ્પેન્ડ થયો છતાં સુધર્યો નથી. 

વિવાદિત ડો.ઋત્વિકની કરમ કુંડળી
હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલનાવાર રેસિડન્ટ ડો.ઋત્વિક અનેકવાર વિવાદમા આવી ચૂક્યો છે. બે વર્ષ પહેલા તેણે વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરીને સજા આપી હોવાની વિગતો સામે આવી છે. આ માટે ડો.ઋત્વિકને છ મહિના માટે સસ્પેન્ડ કરાયો હતો.

સમગ્ર વિવાદ બાદ સ્મીમેર હોસ્પિટલના સત્તાધીશો એક્શનમાં આવ્યા છે. વિવાદના પગલે તપાસના આદેશ છૂટ્યા છે. પાંચ ડોક્ટરોની તપાસ કમિટી બનાવાઈ છે. ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલે તાત્કાલિક તપાસ કરવા આદેશ આપ્યા છે. પાંચ ડોક્ટરોની બનાવવામાં આવેલી તપાસ કમિટીની બેઠક શરૂ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તપાસ કપિટીએ રિપોર્ટ તૈયાર કરી ડેપ્યુટી કમિશનરને સોંપ્યો છે. સીસીટીવી સહિતના પુરાવા મૂકવામાં આવ્યા છે. ત્યારે હાલ મળેલી મહત્વની બેઠકમાં જ કેટલાક નિર્ણયો લેવાઈ શકે છે. 

અન્ય 5થી 7 ડોક્ટર પણ તંત્રના રડારમાં
સ્મીમેર હોસ્પિટલમાં થાઈ ગર્લ બોલાવવાનો મામલાથી અકળાયેલા પાલિકા કમિશનરે સ્મીમેર મેડિકલ કોલેજના અધિકારીઓને બોલાવી ઝાટકી નાંખ્યા હતા. સ્મીમેરના ડોક્ટર સામે તપાસ સમિતિના રિપોર્ટ બાદ પગલાં ભરાશે. અન્ય 5 થી 7 રેસિડેન્ટ પણ તંત્રના રડારમાં છે. મેડિકલ કોલેજમાં બનેલી અશ્લીલ ઘટનામાં ડીન, રેકટર અને વોર્ડનને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. 

ડોક્ટરે હોસ્ટેલમાં બોલાવી હતી થાઈ ગર્લ
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. એક રેસિડન્ટ ડોક્ટરે સેટર ડે નાઈટ મનાવવા કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી હતી. હોસ્ટેલના રૂમમાં આ ખૂબસૂરત હસીનાને લઈ ગયા બાદ મજા કરે તે પહેલાં જ ડોક્ટરનો ફજેતો થયો હતો. કોઇક બાબતે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે થાઈ ગર્લને લાફો મારી દીધો હતો. તેના પડઘા કોલેજ-હોસ્પિટલ તંત્ર સુધી પડ્યા હતા. મધરાત્રે સમગ્ર મામલો વરાછા પોલીસ સુધી પણ પહોંચ્યો હતો. રેસિડન્ટ ડો. ઋત્વિકે વેસુથી થાઇ ગર્લને બોલાવી હતી. હોસ્પિટલ-કોલેજ કેમ્પસમાં મોડીરાત્રે સન્નાટા વચ્ચે રેસિડન્ટ ચોરીછૂપીથી થાઇ ગર્લને લઇ હોસ્ટેલમાં પહોંચી ગયો હતો. રૂમમાં પ્રવેશતા જ બંને વચ્ચે કોઇક કારણોસર ઝઘડો થયો હતો. શાબ્દિક ટપાટપી બાદ રેસિડન્ટ ડોક્ટરે આવેશમાં આવી થાઇ ગર્લને લાફો મારી દીધો હતો. જેને પગલે સમસમી ઉઠેલી થાઇ ગર્લ પોતાના અસ્તવ્યસ્ત કપડાં હોવા છતાં રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઇ હતી. આ ઘટનાને પગલે હોસ્ટેલની બહાર હંગામો મચી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news