ઝી મીડિયા/બ્યૂરો :મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સ્વામીની તબિયત નાદુરસ્ત હોવાનું સામે આવ્યું છે. આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીના હૃદયમાં તકલીફ વધી છે. આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજીને ગઈકાલથી વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા છે. હાલ તેઓ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ ગઈકાલે તેમની તબિયત વધુ લથડતા તેમની સારવાર માટે મુંબઈથી નિષ્ણાત તબીબને બોલાવવામાં આવ્યા છે. સ્વામીને એક વખત પ્લાઝમા થેરાપી અપાઈ હતી. પરંતું તેમાં ધાર્યું પરિણામ મળ્યું નથી. 


વિકૃતિની હદ વટાવતા લોકો, કુહાડીના ઘાથી સાપના બચ્ચાના બે કટકા કર્યાં 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વામીજીને 3 વાર હાર્ટએટેક આવ્યો છે 
આચાર્ય પુરુષોતમપ્રિયદાસજી સ્વામી 78 વર્ષની ઉમર ધરાવે છે. ગાદી સંસ્થાનના 11 સંતોની સાથે તેઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને 3 વખત હાર્ટ એટેક આવી ચૂક્યો છે. પહેલો અટેક તેમને 1992માં, બીજો 1994 અને અંતિમ 1998માં આવ્યો હતો. અંતિમ હૃદય હુમલાની સારવાર મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કરવામાં આવી આવી હતી. તે સમયે તેમનું હૃદયની 40 ટકા બ્લોક થયું હતું અને 60 ટકા ચાલુ હતું, જેમાં 3 નસો કામ નહોતી કરતી, જેથી તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામી જલ્દીથી સાજા થાય તે માટે લાખો હરિભક્તો પ્રાર્થના કરી રહ્યાં છે. 


હત્યારા અને ભાગેડુ પોલીસ કર્મચારીઓને શોધવા આકાશપાતાળ એક કરી રહી છે વડોદરા પોલીસ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર