હત્યારા અને ભાગેડુ પોલીસ કર્મચારીઓને શોધવા આકાશપાતાળ એક કરી રહી છે વડોદરા પોલીસ

વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આરોપીની હત્યાનો મામલામાં વધુ નામ ખૂલવાની શક્યતા છે. પીઆઈ, પીએસઆઇ સહિતના આરોપીઓએ રાતના અંધારામાં ખેલ પાડીને આરોપી વૃદ્ધ નિસાર શેખનો મૃતદેહ ક્યાં રફેદફે કર્યો તેનો ભેદ હજી ખૂલ્યો નથી. ફતેગંજ પોલીસ મથકમાંથી મોડી રાત્રે 12:30 વાગ્યે મૃતદેહ લઈ જવાયાની આશંકા સેવાઈ રહી છે. સ્ટેશન ડાયરીમાં નોંધ કરનાર pso વનરાજસિંહને આરોપી કેમ ના બનાવ્યો તે એક સવાલ છે. ડેડબોડીને સળગાવી પાણીમાં ફેંકી કે દાટી દીધી એવા અનકે સવાલોનો જવાબ હજી મળ્યો નથી. વડોદરા પોલીસ હજુ પણ અવઢવમાં છે. વડોદરા પોલીસે ફરાર થઈ ગયેલા સાત પોલીસ કર્મચારીઓને શોધવા માટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ પોલીસની 3 ટીમો રવાના કરી છે.  ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પણ આરોપી પોલીસની શોધખોળ માટે લાગી ગઈ છે. 
હત્યારા અને ભાગેડુ પોલીસ કર્મચારીઓને શોધવા આકાશપાતાળ એક કરી રહી છે વડોદરા પોલીસ

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આરોપીની હત્યાનો મામલામાં વધુ નામ ખૂલવાની શક્યતા છે. પીઆઈ, પીએસઆઇ સહિતના આરોપીઓએ રાતના અંધારામાં ખેલ પાડીને આરોપી વૃદ્ધ નિસાર શેખનો મૃતદેહ ક્યાં રફેદફે કર્યો તેનો ભેદ હજી ખૂલ્યો નથી. ફતેગંજ પોલીસ મથકમાંથી મોડી રાત્રે 12:30 વાગ્યે મૃતદેહ લઈ જવાયાની આશંકા સેવાઈ રહી છે. સ્ટેશન ડાયરીમાં નોંધ કરનાર pso વનરાજસિંહને આરોપી કેમ ના બનાવ્યો તે એક સવાલ છે. ડેડબોડીને સળગાવી પાણીમાં ફેંકી કે દાટી દીધી એવા અનકે સવાલોનો જવાબ હજી મળ્યો નથી. વડોદરા પોલીસ હજુ પણ અવઢવમાં છે. વડોદરા પોલીસે ફરાર થઈ ગયેલા સાત પોલીસ કર્મચારીઓને શોધવા માટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ પોલીસની 3 ટીમો રવાના કરી છે.  ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પણ આરોપી પોલીસની શોધખોળ માટે લાગી ગઈ છે. 

વિકૃતિની હદ વટાવતા લોકો, કુહાડીના ઘાથી સાપના બચ્ચાના બે કટકા કર્યાં 

તેલંગણાનો વતની નિસાર શેખ બાબુને સાઈકલ ચોરીમાં શકમંદ તરીકે લાવીને ફતેગુજ પોલીસ સ્ટેશનમાં તેને માર મારવામાં આવ્યો હતો, જેના બાદ તેનુ મોત નિપજ્યું હતું. જેના બાદ પોલીસે તેની લાશ સગેવગે કરી હતી. આ મમુદ્દે એસીપી એસ પાટીલે ફરિયાદ નોંધાવી હતી. તત્કાલીન પીઆઈ ડીબી ગોહિલ, પીએસઆઈ દશરથ રબારી તેમજ લોકરક્ષક જવાનો પકંજ, યોગેન્દ્રસિંહ, રાજેશ અને હિતેશ સામે ગુનો નોંધાયો છે. આ કેસના તપાસમાં હવે ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાયું છે. તેમજ વડોદરા પોલીસની ટીમ આરોપી પોલીસની શોધખોળમાં લાગી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news