વિકૃતિની હદ વટાવતા લોકો, કુહાડીના ઘાથી સાપના બચ્ચાના બે કટકા કર્યાં

કેટલાક લોકો વિકૃતિની એવી હદ વટાવે છે કે, વિચારમાં ન આવે. તેમાં પણ વિકૃતિમાં લોકો પ્રાણીઓ સાથે વિચિત્ર વ્યવહાર કરે છે. આવી જ વિકૃતિનો એક વીડિયો સામે આવ્યો છે. પણ ચોંકાવનારી બાબત એ છે કે, આ વીડિયો ગુજરાતનો જ છે. ભરૂચના દહેજ સ્થિત ખુલ્લી જગ્યામાં સાપના દરમાંથી ઈંડા કાઢી સાપના બચ્ચાને મારતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં યુવકો એવી ભયાનકતા આચરી રહ્યાં છે જે જોઈને લોહી ઉકળી ઉઠે.

વિકૃતિની હદ વટાવતા લોકો, કુહાડીના ઘાથી સાપના બચ્ચાના બે કટકા કર્યાં

ભરત ચૂડાસમા/ભરૂચ :કેટલાક લોકો વિકૃતિની એવી હદ વટાવે છે કે, વિચારમાં ન આવે. તેમાં પણ વિકૃતિમાં લોકો પ્રાણીઓ સાથે વિચિત્ર વ્યવહાર કરે છે. આવી જ વિકૃતિનો એક વીડિયો સામે આવ્યો છે. પણ ચોંકાવનારી બાબત એ છે કે, આ વીડિયો ગુજરાતનો જ છે. ભરૂચના દહેજ સ્થિત ખુલ્લી જગ્યામાં સાપના દરમાંથી ઈંડા કાઢી સાપના બચ્ચાને મારતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં યુવકો એવી ભયાનકતા આચરી રહ્યાં છે જે જોઈને લોહી ઉકળી ઉઠે.

માત્ર સુરત જ નહિ, નવસારી અને વલસાડમાં પણ કોરોના કેસ વધી રહ્યાં છે

જે વીડિયો વાયરલ થયો છે, તેમાં કેટલાક યુવકો સાપના દરમાંથી ઈંડા બહાર કાઢી રહ્યાં છે. ઈંડામાંથી તાજા જન્મેલા બચ્ચાને કુહાડીના ઘા કરી બે કટકા પણ કરી રહ્યાં છે. આ વીડિયો દહેજ પંથકનો હોવાની જિલ્લામાં ચર્ચા મચી છે. તો બીજી તરફ, આ વીડિયોથી પ્રાણીપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, સાપ દરમાં કોઈ જગ્યાએ પોલાણમાં કે રાફડાના પોલાણમાં પથર કે ઈંટોના ઢગલામાં કે પોતાને કોઈ જોઈ ન શકે તેવી સલામત લાગે તેવી કોઈ પણ જગ્યાએ રહે છે. આ જ જગ્યાએ તે ઈંડા મૂકે છે. કહેવાય છે કે, કેટલાક સાપ તો પોતાના ઇંડા કે બચ્ચાંની રક્ષા પણ નથી કરતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news