ઉદય રંજન/અમદાવાદ: ચાંદખેડામાં મિત્રએ જ મિત્રની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના ચાંદેખાડામાં રહેતા દશરથ પરમાર અને કેવલ પટણી બંને મિત્રો હતા, ત્યારે ગઈ તારીખ 28મીના રોજ કેવલ પટણી દશરથ પરમારને રીક્ષામાં બેસાડીને લઈ ગયો હતો. ત્યારબાદ પરિવારને દશરથ પરમાર આજ દિન સુધી મળી આવ્યો નહોતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ જયસુખના જામીન માટે રાજી થઈ ગઈ ગુજરાત સરકાર? વકીલે આ માટેના કારણો પણ શોધ્યા


ચાંદખેડા પોલીસે શોધખોળ શરૂ કરી હતી ત્યારે પરિવારે કેવલ પટણી પર શંકા જતા પોલીસે કેવલની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં કેવલે પોલીસને જણાવ્યું હતું કે ગઈ તારીખ 25 મીના રોજ કેવલ દશરથને રીક્ષામાં બેસાડીને ખોરજ પાસેની નર્મદા કેનાલ પાસે લઇ જઈને બંને બેઠા હતા. એ સમયે જુના ઝઘડા બાબતે ઝઘડો થયો હતો. જેમાં કેવલ પટણી ઉશ્કેરાઇ જઈને દશરથ પરમારને નર્મદા કેનાલમાં ધક્કો મારી હત્યા કરી હતી નાખી હતી. 


ગુજરાતના એ બાહોશ અધિકારી જેમને મોદીને આંખમાં આંખ મિલાવીને કહ્યું હતું કે 'આપ ઐસા નહી


ત્યારે મૃતક દશરથ પરમારનો મૃતદેહ બેચરાજી ખાતેથી કેનાલમાં બેચરાજી પોલીસને મળી આવ્યો હતો. આ ઘટના બાદ ચાંદખેડા પોલીસે કેવલ પટણીની અટકાયત કરીને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 


13ના અશુભ આંકડાને શા માટે ભાજપ બનાવી દે છે શુભ, જાણો તારીખનું ખાસમખાસ BJP કનેક્શન