સામાન્ય બોલાચાલીમાં અમદાવાદમાં યુવકની કરપીણ હત્યા! ઈંડાની લારી પર જમવા બાબતે થયો હતો ઝઘડો
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા ફતેવાડી પોલીસ ચોકી પાસે ગઈકાલે મોડી રાત્રે ઈંડાની લારી પર જમવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ આરોપીઓ એક જ સોસાયટીમાં રહેતા હતા.
ઉદય રંજન/અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલ પાસે ગઈકાલે રાત્રે પાન પાર્લર પર સામાન્ય બોલાચાલી બાદ એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને 4 આરોપીની ધરપકડ કરી છે.
કુદરતના પ્રકોપ સામે માનવી લાચાર! અમદાવાદમાં વરસ્યો આફતનો વરસાદ, આ 4 અંડરપાસ બંધ
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા ફતેવાડી પોલીસ ચોકી પાસે ગઈકાલે મોડી રાત્રે ઈંડાની લારી પર જમવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ આરોપીઓ એક જ સોસાયટીમાં રહેતા હતા. અને જ્યારે સમાધાન માટે પાન પાર્લર ની પાસે ભેગા થયા. ત્યારે સામાન્ય બોલા ચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપી ઇલ્યાસ પંજાબી, તેનો દીકરો આયાન તેના ભાઈ આસિફ અને રાહીલ સાબીરખાને મૃતક પર હુમલો કર્યો હતો. હુમલામાં યુસુફ અલીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે મરણ ગયેલ હોવાનુ ડોક્ટરે જાહેર કર્યુ હતું. જેથી પોલીસે હત્યા ને ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.
જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું! 14 ઈંચ વરસાદથી જળબંબાકાર, લોકોનાં ઘરોમાં પાણી પાણી
ફતેવાડી પાસે આવેલી કસબાની ચાલી પાસે સામાન્ય બોલાચાલી બાદ સોસાયટી ની અંદર રહેતા લોકો એક કલાક બાદ સમાધાન માટે સામે આવ્યા હતા. સમાધાન સમયે સામાન્ય બોલાચાલી અંગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ચૂક્યા હતા. આ મારામારીમાં એક આરોપીને હાથના ભાગે ઈજા થઈ હતી. જેથી તે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વેજલપુર પોલીસે હોસ્પિટલમાં સારવાર લેતા આરોપીની ધરપકડ કર્યા બાદ મોડી રાત્રે જ તમામ આરોપીની અટકાયત કરવામાં આવી હતી.
અ'વાદ પાણી પાણી…! અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધબધબાટી,આ વિસ્તારોમાં 3 ઈંચ સુધી વરસ્યો
વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીની અટકાયત કરવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તે દિશામાં પણ વેજલપુર પોલીસ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં સરેરાશ 9 ઇંચ વરસાદથી જળબંબાકાર; અત્યાર સુધી પડવો જોઈએ એના કરતા 107 ટકા વધુ