જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું! માત્ર 12 કલાકમાં 14 ઈંચ વરસાદથી જળબંબાકાર, લોકોનાં ઘરોમાં પાણી પાણી!
Gujarat Monsoon 2023: સુરતના મહુવામાં 9 ઈંચ વરસાદથી તબાહી મચી ગઈ છે. નદીઓમાં ઘોડાપૂરથી ખેતરો ફેરવાયા બેટમાં ગયા. ખેતરમાં ઊભો પાક પાણીમાં ડૂબતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. માવઠાનો માર અને બીજી તરફ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
Trending Photos
Gujarat Monsoon 2023: ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે વિસાવદરમાં બારે મેઘ ખાંગા થયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. વિસાવદરમાં માત્ર 12 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે, આથી રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયાં છે. સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 151 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. 15 તાલુકામાં 4 ઈંચ કરતાં વધુ તો 45 તાલુકામાં 2 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢના વિસાવદરમાં 12 કલાકમાં 14 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલ ત્યાં લોકોનાં ઘરોમાં પાણી ભરાતાં હેરાન પરેશાન થઈ ચૂક્યા છે.
સુરત મહુવામાં 9 ઈંચ વરસાદથી તબાહી
સુરતના મહુવામાં 9 ઈંચ વરસાદથી તબાહી મચી ગઈ છે. નદીઓમાં ઘોડાપૂરથી ખેતરો ફેરવાયા બેટમાં ગયા. ખેતરમાં ઊભો પાક પાણીમાં ડૂબતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. માવઠાનો માર અને બીજી તરફ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
ગુજરાતના 151 તાલુકામાં સાર્વત્રિક વરસાદ જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 14 ઇંચ કચ્છના અંજારમાં 9-5 ઇંચ વરસાદ રાજ્યના 15 તાલુકામાં ચાર ઇંચ થી વધારે વરસાદ રાજ્યના 45 તાલુકામાં બે ઇંચ થી વધારે વરસાદ કપરાડામાં 6-5ઇંચ વરસાદ ભેસાણ અને બરવાળામાં પાંચ પાંચ ઇંચ વરસાદ નોંધાયો.. જામકંડોરણા અને જુનાગઢમાં ચાર -ચાર ઇંચ વરસાદ નોંધાયો અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.
- ગુજરાતના 151 તાલુકામાં સાર્વત્રિક વરસાદ
- જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 14 ઇંચ
- કચ્છના અંજારમાં 9-5 ઇંચ વરસાદ
- રાજ્યના 15 તાલુકામાં ચાર ઇંચ થી વધારે વરસાદ
- રાજ્યના 45 તાલુકામાં બે ઇંચ થી વધારે વરસાદ
- કપરાડામાં 6-5ઇંચ વરસાદ
- ભેસાણ અને બરવાળામાં પાંચ પાંચ ઇંચ વરસાદ નોંધાયો..
- જામકંડોરણા અને જુનાગઢમાં ચાર -ચાર ઇંચ વરસાદ નોંધાયો
- અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજાની રમઝટ, આગામી 24 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે!
ધોધમાર વરસાદથી જૂનાગઢમાં પાણી-પાણી
જૂનાગઢમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. જૂનાગઢના ઉપલા દાતાર પર વરસાદ પડ્યો. જેથી ઉપલા દાતારના નયનરમ્યો દ્રશ્યો સામે આવ્યા છે. મનમોહક દ્રશ્યોએ સૌ કોઈનું દિલ જીતી લીધું છે. જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદથી તારાજી સર્જાઈ છે. ભારે વરસાદથી ઘેડ પંથક જળબંબાકાર થયું છે. ઓઝત નદીમાં ઘોડાપૂરથી ખેતરોના પાળા ધોવાયા છે, તો ગામમાં પાણી ઘૂસતા અનેક કાચા મકાન તણાયા છે.
પૂરના પાણી ઘૂસતા બામણાસા ગામમાં તબાહી મચી. કેશોદના ઈન્દ્રાણા ગામમાં વરસાદ પડ્યો. ગામમાં ઓજત નદીના પાણી ઘુસી ગયા છે. સતત વરસાદના લીધે મુખ્ય બજારમાં પણ પાણી ફરી વળ્યા છે. તો ભારે વરસાદથી વધાવી ગામના રોડ પાણીમાં ગરકાવ થયા છે. વોકળા બે કાંઠે વહેતા રોડ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના લીધે જનજીવન પર અસર પડી રહી છે.
જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો
ધોધમાર વરસાદથી જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો છે. પ્રથમ વરસાદે જ ઓઝત 2 ડેમ ઓવરફ્લો થતાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવાની આવ્યા. તો જૂનાગઢના વિસાવદરમાં આંબાજળ ડેમ ઓવરફ્લો થતાં દરવાજા ખોલીને પાણી છોડાયું. જંગલ વિસ્તારમાં આઠ ઈંચથી વધુ વરસાદથી પાણીની આવક થઈ છે. ડેમના દરવાજા ખોલાત નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે નદીના પટ્ટમાં અવર-જવર ના કરવા સૂચના અપાઈ છે.
અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદથી તાલડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ભારે વરસાદથી ઓલન નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. અલ્લું બોરિયા ગામે જતા રસ્તા પર પાણી ફરી વળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અમરેલીના જાફરાબાદમાં વરસાદથી લોર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે