અમદાવાદ પાણી પાણી…! અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધબધબાટી, આ વિસ્તારોમાં 1 કલાકમાં 3 ઈંચ સુધી વરસ્યો
Gujarat Forcast: અમદાવાદ શહેરના એસજી હાઈવે, ઈસ્કોન, પ્રહલાદનગર, થલતેજ, માનસી સર્કલ, વસ્ત્રાપુર, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Trending Photos
Gujarat Forcast: અમદાવાદમાં સમીસાંજે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ પડતાની સાથે જ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અમદાવાદના શ્યામલ, શિવરંજની અને પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
અમદાવાદ શહેરના એસજી હાઈવે, ઈસ્કોન, પ્રહલાદનગર, થલતેજ, માનસી સર્કલ, વસ્ત્રાપુર, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. જોધપુરમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જોધપુર ઝોનલમાં 2 ઈંચ, દાણાપીઠમાં 1 ઈંચ, ગોતામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે પાલડી અને ઉસ્માનપુરામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ બન્યો છે. શહેરના એસજી હાઈવે, ઈસ્કોન, ગુરુદ્વાર અને સોલા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી બાજુ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી 24 કલાક માટે અતિભારે આગાહી કરી છે. હાલ સમગ્ર ગુજરાતમાં સરેરાશ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જેમાં વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી.હાઈવે, સિંધુ ભવન રો઼ડ તેમજ માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો.
2 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 2 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે. આ વર્ષે ચોમાસું અનિયમિત અને અનિશ્ચિત રહેશે. 3થી 7 જુલાઈ સુધી વરસાદની ગતિ ધીમી પડશે અને 8થી 12 જુલાઈ સુધી ભારે પવન સાથે વરસાદ પડશે. ભારે વરસાદથી દક્ષિણ અને ઉત્તર ગુજરાતની નદીમાં પુરની સ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદની આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે.
દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવનાં છે. સમગ્ર ગુજરાતમાં હાલ સરેરાશ 9 ઈંચ વરસાદ નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે