Women Morphed Used in lingerie Ad: સોશિયલ મીડિયાના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે. અમદાવાદમાં એક પૂર્વ પોલીસ અઘિકારીની દીકરી અંડરગ્રારમેન્ટની જાહેરાતમાં ચમકી દઈ છે એ પણ એની જાણ બહાર...  ગુજરાતમાં લિંગરીની જાહેરાતમાં મહિલાની તસવીરોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો સનસનાટીભર્યો અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી મહિલાને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે એક યુઝરે તેને મેસેજમાં આ અંગે જાણકારી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો તેના દુરોપયોગની પણ તૈયારીઓ રાખો. આ એક ઓપન પ્લેટફોર્મ છે. જો તમે સોશિયલ મીડિયામાં યૂઝર્સ વધારવા માટે તમારું એકાઉન્ટ ઓપન રાખો છો તો તમે તેના ખરાબ ઉપયોગનો ભોગ બની શકો છો. અંડરગારમેન્ટની જાહેરાતમાં 30 વર્ષની મહિલાના મોર્ફ કરેલા ફોટાનો ઉપયોગ કરવાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ લિંગરીની જાહેરાતમાં તેની તસવીર જોઈને અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જાહેરાતમાં પોતાનો ફોટો મોર્ફ કરીને ઉપયોગ કરવાની વાત કરી છે. આ ચોંકાવનારા મામલામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે પીડિત મહિલા પોતે એક નિવૃત્ત પોલીસ અધિકારીની પુત્રી છે.


અમદાવાદ પોલીસે સપાટો બોલાવ્યો : ઈનામની લાલચ કે પછી ઉપરથી પ્રેશર, 39 દારૂડિયા પકડ્યા


પીડિત ભૂતપૂર્વ પોલીસ અધિકારીની પુત્રી
શહેરના ઈસનપુરમાં રહેતા પૂર્વ પોલીસ અધિકારીની પુત્રીએ સાયબર ક્રાઈમમાં તેનો ફોટો મોર્ફ કરીને તેનો ઉપયોગ કરવાનો કેસ દાખલ કર્યો છે. મહિલાએ પોતાની ફરિયાદમાં લિંગરીની જાહેરાતોના ફોટોગ્રાફ્સ પણ સામેલ કર્યા છે. 


મહિલાના કહેવા પ્રમાણે, તે છેલ્લા બે વર્ષથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ છે. તે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે 23 નવેમ્બરના રોજ તેને તૃપ્તિ ચૌહાણ નામના ઈન્સ્ટાગ્રામ યુઝરનો મેસેજ મળ્યો હતો. જેમાં ફોટો મોર્ફ કરીને તેનો ઉપયોગ કરવાની માહિતી મળી હતી. પીડિતાના જણાવ્યા મુજબ, મોર્ફ કરેલા ફોટાનો ઉપયોગ અંડરગારમેન્ટની જાહેરાતમાં પ્રોફાઇલ પિક્ચર તરીકે કરવામાં આવ્યો હતો. પીડિતાના જણાવ્યા અનુસાર, જ્યારે તેણે તે એકાઉન્ટ પર ક્લિક કર્યું, ત્યારે તેને એક લિંગરી બ્રાન્ડની ઘણી અશ્લીલ જાહેરાતો મળી, જેમાં તેના મોર્ફ કરેલા ફોટા હતા.


ગુજરાત પોલીસે છોડી મૂકયો એ ઈન્ટરનેશનલ ખેલાડી નીકળ્યો, હવે ગુજરાત થયું બદનામ


પીડિતના ચહેરાનો ઉપયોગ
ફરિયાદીના જણાવ્યા અનુસાર, એક અજાણ્યા ઇન્સ્ટાગ્રામ યુઝરે અંડરગારમેન્ટ બ્રાન્ડની જાહેરાતમાં ઉપયોગમાં લેવાતી તસવીરોમાં તેના ચહેરાનો ઉપયોગ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાની ફરિયાદની તપાસ કર્યા બાદ FIR નોંધવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા અનુસાર ટીમ ઈન્સ્ટાગ્રામ યુઝરના આઈપી એડ્રેસને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે કહ્યું કે ફરિયાદીની છબી ખરાબ કરવા માટે આ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોઈ શકે છે. તેઓ એ બાબતનેને પણ નકારતા નથી કે જાહેરાત એજન્સીએ તેમની સંમતિ વિના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.


અમદાવાદનો આ વર્ષનો ફ્લાવર શો હશે ખાસ, પહેલીવાર સૌથી લાંબી ફ્લાવર વોલ તૈયાર કરાશે