અમદાવાદ : રથયાત્રાને લઇ મનપાની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રાને લઇ મનપાની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રાના રૂટ ઉપર થયેલા દબાણ દૂર કરવામાં આવશે. ભયજનક હોય તેવા તમામ ભયજનક ઈમારતોને દૂર કરવા આદેશ અપાયા હતા. ડ્રેનેજ, લાઈટના થાંબલા અને અન્ય મારામાતના કામ રથયાત્રાના 10 દિવસ પહેલા પૂર્ણ કરવા માટે આદેશ અપાયો છે. મલ્ટીલેવલ પાર્કિંગની દુકાનોની હરાજી કરવા મનપાની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. નવા અને જુના મલ્ટીલેવલ પાર્કિંગની દુકાનોનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. લિસ્ટ તૈયાર થઇ ગયા બાદ હરાજી કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓને રોકીને તોડ કરનારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ JCP ની કડક કાર્યવાહી


મનપામાં લાંબા સમયથી એક જ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરાશે. એક હજારથી વધારે દિવસોથી ફરજ બજાવી હોય તેવા તમામ અધિકારીઓની બદલી કરાશે. વિભાગ 1, 2, 3 અને 4 ના તમામની બદલી થશે. સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઇ હતી. 12 કરોડનો ટેક્સ ભરવામાં ડિફોલ્ટર ગાંધી કોર્પોરેશનને સ્ટેન્ડિંગ કમિટીમાં ટેન્ડર વિના મંડપ-ડેકોરેશનનું કામ વધુ એક વર્ષ માટે આપવામાં આવતા વિવાદ સર્જાયો છે. AMC સ્ટેન્ડીંગ કમિટીમાં રૂ. 12 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાના કારણે ડિફોલ્ટર જાહેર થયેલા ગાંધી કોર્પોરેશન નામની કંપનીને વધુ એક વર્ષ માટે ટેન્ડર વિના મંડપ-ડેકોરેશનની વાર્ષિક 5 કરોડની કામગીરી સોંપવાની વિવાદી દરખાસ્ત મંજૂર કરાઇ છે.


ભારતીય તટરક્ષક દળના જવાનો શારીરિક માનસિક આધ્યાત્મીક રીતે મજબુત બનાવવા યોગ શીબીર


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેવડાં ધોરણો છે. AMC દ્વારા શહેરભરમાં પ્રોપર્ટી ટેક્સના બાકીદારો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવી 22,394 મિલકતો સીલ કરવામાં આવી છે. જે પૈકી ફુલ પ્રોપર્ટી ટેક્સની રિકવરી બાદ 13624 મિલકતો અને પાર્ટ પેમેન્ટ કર્યા બાદ 2212 મિલકતોના સીલ ખોલવામાં આવ્યા છે. સામાન્ય પ્રોપર્ટી ટેક્સના બાકીદારો સામે સીલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે પણ કરોડો રુપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવી કંપનીઓ સામે મ્યુનિ.ના અધિકારીઓ અને હોદ્દેદારો નતમસ્તક હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. 


BHAVNAGAR માં તંત્ર વરસાદ પહેલા તૈયાર, પ્રિમોનસુન કામગીરી શરૂ કરી


રેવન્યૂ કમિટી દ્વારા તા.16 માર્ચ 2022ના રોજ અમદાવાદ શહેરના 100થી વધુ ડિફોલ્ટરની યાદી જાહેર કરવામાં આવી હતી જેઓની પાસેથી 300 કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો નીકળે છે પણ તેઓ ભરી રહ્યાં નથી જેથી તેઓને ડિફોલ્ટરની યાદીમાં મૂકી દેવાયા છે. રેવન્યૂ કમિટીએ જાહેર કરેલી યાદીમાં ઉત્તર પશ્ચિમ ઝોનની યાદીમાં કુલ 15 ડિફોલ્ટરના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે ગાંધી કોર્પોરેશન કંપનીનું નામ છે. જેનો કુલ રુ.12.28 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી છે જેઓ લાંબા સમયથી આ પ્રોપર્ટી ટેક્સ ભરી રહ્યાં નથી. ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરના પ્રોપર્ટી ટેક્સ પેટે ગાંધી કોર્પોરેશનને આ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો છે. જેમાં મિલકતના મુળ માલિક તરીકે ગુજરાત યુનિવર્સિટીનું નામ છે. જ્યારે કબજેદાર તરીકે ગાંધી કોર્પોરેશનનું નામ છે. જેઓની પાસેથી 12.28 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો નીકળે છે પણ આજદિન સુધી આ પ્રોપર્ટી ટેક્સ ભરાયો નથી છતાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અને વગર ટેન્ડરે તેની મુદત પણ વધારવામાં આવી રહી છે.


વાપીમાં લિયાકત નામના શખ્સે રાષ્ટ્ર ધ્વજ અને હિંદૂ દેવતાઓનાં ફોટાઓનું અપમાન કર્યું


મ્યુનિ. કોર્પોરેશન દ્વારા યોજાતા વિવિધ ફંકશન/ઇવેન્ટ માટે જરુરી મંડપ, ડેકોરેશન, ઇવેન્ટ રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સંલગ્ન કામગીરી માટે અગાઉ સ્ટેન્ડીંગ કમિટીના ઠરાવ નંબર 182થી તા.18-7-2019 તથા સ્ટેન્ડીંગ કમિટીના ઠરાવ નંબર 133થી તા.1-7-2021ના રોજ ગાંધી કોર્પોરેશનને કામગીરી સોંપવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટની મુદત તા.18-7-2022ના રોજ પૂર્ણ થતી હોઇ તથા તેઓની રજુઆતને ધ્યાને લેતાં મંજુર શરતોને અધિન તા.19-7-2022થી વધુ એક વર્ષ માટે મુદત લંબાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આમ, આ ગાંધી કોર્પોરેશનને આપવામાં આવેલા કામની મુદત તા.18 જુલાઇ 2022ના રોજ પૂર્ણ થતી હોવા છતાં નવું ટેન્ડર કરીને નવા કોન્ટ્રાક્ટરોને ઇનવાઇટ કરવાને બદલે આ કંપનીને બારોબાર એક વર્ષ માટે મુદત વધારી આપવાનું કામ મૂકવામાં આવ્યું છે. જેનો વિપક્ષ પણ વિરોધ કરી રહ્યું છે ..વિપક્ષ નેતા એ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ અને પદાધિકારીઓ મળી ને ભ્રસ્તાચર કરી રહ્યા છે.


GUJARAT CORONA UPDATE: 19 નવા કેસ, 27 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી


મહત્ત્વની વાત છે કે, ગત માર્ચ મહિનામાં જ આ કંપનીને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે છતાં તે કંપનીને કામ કેમ આપવામાં આવી રહ્યું છે તે મોટો સવાલ છે. આ ઉપરાંત સુત્રો એવું ઉમેરે છે કે, ત્રણ વર્ષ પહેલાં આ કંપનીને પહેલીવાર કામ સોંપાયું હતું. ત્યારે પણ તેનો કરોડો રુપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી હતો પણ તે વખતે કંપનીનું નામ ડિફોલ્ટરની યાદીમાં ન હતુ પણ હવે તો ખુદ રેવન્યૂ કમિટીએ આ કંપનીને ડિફોલ્ટરની યાદીમાં નાંખી છે છતાં આ કંપનીને કેમ કામ આપવામાં આવી રહ્યું છે તે મોટો સવાલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube