BHAVNAGAR માં તંત્ર વરસાદ પહેલા તૈયાર, પ્રિમોનસુન કામગીરી શરૂ કરી

શહેરમાં દર વર્ષે ચોમાસામાં થોડા વરસાદે માર્ગો પર પાણી ભરાઈ જવાની સમસ્યા કાયમ બની છે. થોડો વરસાદ વર્ષે ત્યાં જ રસ્તાઓ પર પાણી ફરી વળે છે. ચોમાસા દરમ્યાન ભારે પવન કે વાવાઝોડાની સંભાવનાઓ હોય વીજ વાયરો પર અને રસ્તા પર આવતી વૃક્ષની ડાળીઓને દૂર કરવામાં નથી આવતી. જેના કારણે વાયરો તૂટતાં વીજળી ગુલ થઈ જાય છે. જ્યારે પૂરતી વ્યવસ્થા હોવા છતાં સાફસફાઈના અભાવે નાળા ભરાઈ જાય છે. ગટર પણ જામ થઈ જાય છે. આવી અનેક પ્રિ-મોન્સૂન કામગીરી મનપા કે વીજ તંત્ર કરે છે. પરંતુ તે માત્ર કાગળ પર ન રહે એ ખૂબ જરૂરી છે.
BHAVNAGAR માં તંત્ર વરસાદ પહેલા તૈયાર, પ્રિમોનસુન કામગીરી શરૂ કરી

ભાવનગર : શહેરમાં દર વર્ષે ચોમાસામાં થોડા વરસાદે માર્ગો પર પાણી ભરાઈ જવાની સમસ્યા કાયમ બની છે. થોડો વરસાદ વર્ષે ત્યાં જ રસ્તાઓ પર પાણી ફરી વળે છે. ચોમાસા દરમ્યાન ભારે પવન કે વાવાઝોડાની સંભાવનાઓ હોય વીજ વાયરો પર અને રસ્તા પર આવતી વૃક્ષની ડાળીઓને દૂર કરવામાં નથી આવતી. જેના કારણે વાયરો તૂટતાં વીજળી ગુલ થઈ જાય છે. જ્યારે પૂરતી વ્યવસ્થા હોવા છતાં સાફસફાઈના અભાવે નાળા ભરાઈ જાય છે. ગટર પણ જામ થઈ જાય છે. આવી અનેક પ્રિ-મોન્સૂન કામગીરી મનપા કે વીજ તંત્ર કરે છે. પરંતુ તે માત્ર કાગળ પર ન રહે એ ખૂબ જરૂરી છે.

ભાવનગર શહેરમાં દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીના નામે મહાનગરપાલિકા લાખો રૂપિયાનો ધુમાડો કરે છે. ગત વર્ષે મનપાએ 50 લાખથી વધુ ખર્ચ કરી પ્રિ-મોન્સુન કામગીરી કરી હતી, પરંતુ ગત વર્ષે ત્રાટકેલા બે બે વાવાઝોડાએ કામગીરીને નબળી પુરવાર કરી દીધી હતી. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જ્યારે ઠેર ઠેર વૃક્ષો ધરાશાઈ થઈ જવાના કારણે વાયરો તૂટતાં વીજ પુરવઠો પણ ખોરવાય ગયો હતો. 

જેના કારણે લોકોને અંધકારમાં રાત્રી વિતાવવાનો વારો આવ્યો હતો. તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના નામે ખર્ચ તો પુષ્કળ કરાય છે. પરંતુ વરસાદ આવતાની સાથે જ કરેલો તમામ ખર્ચ જાણે કે પાણી સાથે વહી જાય છે. વરસાદ આવતા જ નબળી કરાયેલી પ્રિ-મોન્સુન કામગીરીના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ત્યારે આ વર્ષે ફરી મહાનગરપાલિકાએ 50 લાખ જેવી માતબર રકમ ખર્ચ કરી પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરી છે. જ્યારે વીજ તંત્ર દ્વારા પણ લોકોને અગવડ ના પડે એ માટે વહેલી સવારથી બપોર સુધીમાં પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જે માત્ર કાગળ પર ન રહેતા યોગ્ય રીતે થાય તો વીજ સમસ્યા ના સર્જાય અને યોગ્ય સફાઈ થાય તો વરસાદી પાણી ભરાવા ની સમસ્યાથી લોકો ને રાહત મળી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news