Gujarat Weather Forecase: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે માવઠાનું જોખમ ગુજરાતના માથે સતત તોળાઈ રહ્યું છે. ગુજરાત આવનારા દિવસો વધુ ભયંકર આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામા આવી છે. માવઠું, ગરમી કે ઠંડી નહિ, ગુજરાત પર હજી મોટું સંકટ આવશે. ઋતુચક્ર અને બદલાતા તાપમાનને કારણે દેશમાં સૌથી લાંબો દરિયો કિનારો ધરાવતા ગુજરાતના દરિયા કિનારાનું જોખમ વધ્યું છે. તો બીજી તરફ, ગુજરાતની આબોહવામાં થઇ રહેલા ફેરફારથી ખુબ મોટું જોખમ વધી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરમતી નદી બની સ્યુસાઈડ પોઇન્ટ! માત્ર 5 કલાકમાં આ બ્રિજ પાસેથી 4 મૃતદેહ મળતા ખળભળાટ


ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગની અસર શરૂ 
ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલમાં પણ રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગના ગંભીર પરિણામો આવવાની શરૂઆત થઇ ગઈ છે. રાજ્યમાં હાલ કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચે જતા યેલો અલર્ટ, તો કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી છે. ઉનાળાને બદલે વારંવાર માવઠું થતા ઉનાળુ પાક ઉપર ગંભીર અસર થઇ છે. માર્ચ એપ્રિલની જેમ હજી પણ કમોસમી વરસાદ યથાવત રહેશે. 26-27 એપ્રિલથી 2 મે સુધી ફરી માવઠું પડશે. જો કે માવઠા પાછળ એક માત્ર કારણ ગ્લોબલ વોર્મિંગ ન હોઈ શકે. ગ્લોબલ વોર્મિંગની સાથે ઘણા જાણ્યા અજાણ્યા બળો પણ કારણ હોઈ શકે છે. 


આરોપી યુવરાજસિંહના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર, જાણો ક્યાં સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં પણ કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. હવે ગુજરાતમાં મે મહિનામાં પણ વાતાવરણમાં મોટા પલટાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, આજથી 5 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મે મહિનામાં વાવાઝોડાની પણ શક્યતાઓ છે.


ગુજરાતમાં દશા બેઠી! આ 16 જિલ્લામાં વરસાદ ભૂક્કા કાઢશે! 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન


અંબાલાલ પટેલની ઘાતક આગાહી
અંબાલાલ પટેલે આ વર્ષેનું હવામાન વિષમ રહેવાની સંભાવના વ્યક્ત કરીને મે માસમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. ચક્રવાત, આંધી અને વંટોળ સાથે ઉનાળા વચ્ચે વરસાદ થવાની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મે મહિના બાદ જૂનની શરુઆતમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 2થી 8 મે દરમિયાન આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 15થી 20મી મે વચ્ચે પણ વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે, આ તારીખો દરમિયાન આંધી-વંટોળ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરીને ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ પછી 25મી મેથી જૂનની શરુઆત સુધીમાં પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. ગાજવીજ સાથે વરસાદ થવાની સાથે તેમણે કરા પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.


માતાનું લગ્ન પહેલાનું 27 વર્ષ જૂનું સપનું પૂર્ણ, ખુદ PMને જાણ થતાં મા-દીકરીને મળ્યાં


અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને અરબી સમુદ્રમાં હલચલ શરુ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. સિસ્ટમ સક્રિય થઈને ઓમાન તરફ જવાની શક્યતાઓ સાથે સૌરાષ્ટ્રમાં આ દરમિયાન વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે. આ સાથે તેમણે જૂનની શરુઆતમાં તથા 13 જૂને ચોમાસાની શરુઆત થઈ શકે છે. 


બાપ રે! સુરતમાં ક્રિકેટ સટ્ટા રેકેટનો આંક 8000 કરોડને પાર, આ જગ્યાએથી થતું ઓપરેટ


તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં 10થી 18 મે વચ્ચે ચક્રવાત આવશે. તો 25 મેથી 10 જૂન વચ્ચે આરબ સાગરમાં ચક્રવાત આવશે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદ પડશે. તો 8 જૂને દરીયામાં હલચલ વધશે. 


Corona: કોરોના વાયરસનો કહેર ક્યારે સમાપ્ત થશે, નિષ્ણાતે આપ્યું મોટું અપડેટ


આ જિલ્લાઓમાં આવતીકાલે વરસાદની આગાહી
આવતીકાલે 30 એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ, નર્મદામાં વરસાદની આગાહી છે. તો 1 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠું પડી શકે છે.  કમોસમી વરસાદને કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 


આજે એક પરિવાર વિખેરતો બચી ગયો! અરવલ્લી અભયમની ટીમે જીવનને આપ્યો એક સુખદ વળાંક


ધોવાઈ રહ્યો છે ગુજરાતનો દરિયાકિનારો 
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા વિભાગના અંતર્ગત આવતા નેશન સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. વર્ષ 1990 થી 2018 દરમિયાન ગુજરાતનો દરિયાંકાંઠો 27.6 ટકાના દરે ધોવાઈ રહ્યો છે. દરિયાની સપાટી ઉંચે આવતા દરિયાંકાંઠો ધોવાઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં થઇ રહેલા વધારાને કારણે ગ્રીનલેન્ડ અને ઉત્તરીય ધ્રુવનો બરફ પીગળતા સમૃદ્રની સપાટી વધી રહી છે. હાલમાં ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જના જણાવ્યા મુજબ 2050 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં સરેરાશ 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. 


માત્ર 5 વર્ષમાં ખેડૂતો બની શકે છે કરોડપતિ, આ વૃક્ષો વાવો અને થઈ જાઓ ટેન્શન ફ્રી