તોડકાંડ મામલે આરોપી યુવરાજસિંહના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર, 1 મે સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે
ભાવનગર તોડકાંડ મામલે યુવરાજસિંહ જાડેજા પર ખંડણીનો ગુનો નોંધાયો છે. આ સિવાય તોડ કાંડમાં સંડોવાયેલ બે આરોપીઓને પણ જેલ હવાલે કરાશે. યુવરાજસિંહ જાડેજા સાથે સંડોવાયેલા બે આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ છૂટ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/ભાવનગર: તોડકાંડ મામલે ભાવનગર પોલીસ નવા નવા ખુલાસા કરી પુરાવા રજૂ કરી રહી છે. ત્યારે યુવરાજસિંહને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આરોપી યુવરાજસિંહના વધુ 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે, જેથી 1 મે બપોરે 3 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરાયા છે. અગાઉ 22 એપ્રિલે યુવરાજસિંહને કોર્ટેમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતાં.
ભાવનગર તોડકાંડ મામલે યુવરાજસિંહ જાડેજા પર ખંડણીનો ગુનો નોંધાયો છે. આ સિવાય તોડ કાંડમાં સંડોવાયેલ બે આરોપીઓને પણ જેલ હવાલે કરાશે. યુવરાજસિંહ જાડેજા સાથે સંડોવાયેલા બે આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ છૂટ્યા છે. બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાને જેલ હવાલે કરાયા છે. ઘનશ્યામ લાધવાએ કહ્યું અમને ન્યાય તંત્ર પર ભરોસો છે. પૈસા લીધા હોવાની વાતને પુષ્ટિ કરતા નથી.
યુવરાજસિંહના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર
22 એપ્રિલે યુવરાજસિંહને કોર્ટેમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતાં ત્યાર બાદ રિમાન્ડ પુરા થતાં ભાવનગર ફાસ્ટ્રેક કોર્ટેમાં યુવરાજસિંહને રજૂ કરવામાં આવ્યા હતાં અને ફરી રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
યુવરાજસિંહને 22 એપ્રિલે કોર્ટેમાં રજૂ કરાઈ 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતાં
ઉલ્લેખનીય છે કે, ડમીકાંડ મામલે અગાઉ પણ યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે યુવરાજસિંહના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ત્યારબાદ પોલીસે યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ મોબાઈલ ડેટા રિકવર કરવા તજવીજ હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે