Gujarat Weather Forecast: હવે ગુજરાતીઓ વરસાદની રાહ ન જોતા. કારણ કે, ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. આખરે હવામાન વિભાગે જાહેરત કરી દીધી કે, રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણપણે વિદાય લીધી છે. પરંતુ આગામી નોરતામાં વરસાદ પડવાની આગાહીએ લોકોને અત્યારથી ચિંતાતુર કર્યા છે. નવરાત્રીની રઢિયાળી રાતોની રંગતને વરસાદ બગાડશે તેવી સંભાવનાના પગલે ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્લીથી ગુજરાત ભાજપના MLA પર રખાઈ રહી છે નજર, આ 3 કેટેગરીમાં કરાઈ રહ્યો છે સર્વે


ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં વરસાદની આગાહી છે. આ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વખતે એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા અને ઉત્તર ભારતમાં ઠંડી જલ્દી આવશે. જળની અસરના કારણે ગુજરાતમાં પણ વહેલી સવારે અને રાત્રે ઠંડા પાવનોના કારણે ઠંડક વધશે. હાલની ગરમીમાં ઘટાડો થશે. 5-6-7 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળો આવશે. જેમાં બેવડી ઋતુનો અનુભવ થશે. 


'હમાસે મોટી ભૂલ કરી! : ' ઈઝરાયેલે ‘State of war’ જાહેર કર્યું, ગાઝા પર વળતો હુમલો


જનધનમાં રોગ આવવાની શક્યતા છે. 7 થી 10 ઓક્ટોબરે દેશના ઉતરીય પર્વતીય પ્રદેશો પંજાબ, રાજસ્થાન, હરિયાણામાં કરા સાથે વરસાદ થશે, જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. ત્યાર બાદ પણ પશ્ચિમી વિક્ષેભ આવશે. સીઝનની પહેલી હિમવર્ષા 7-9 ઓક્ટોબરમાં થશે. 12 ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં તબાહી મચે તેવી શક્યતા છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં પણ હલચલ થઇ શકે છે. 


Video: ઈઝરાયેલના ચુસ્ત સુરક્ષા ઘેરાને કઈ રીતે તોડ્યો હમાસે? આતંકીઓ ઘૂમી રહ્યા છે


અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. તાપી, સુરત, નવસારી, ડાંગ, આહવાના ભાગોમાં વરસાદની શક્યતા છે. 7 ઓક્ટોબર પછી ચક્રવાત બનવાની સંભાવના છે. જેમાં 12 થી 15 ઓક્ટોબર દરમિયાન ભારે વાવાઝોડાની સંભાવના છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ 10 ઓક્ટોબર સુધીમાં આવશે. જેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશો અને ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ, કરા પડવાની શક્યતા રહેશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી ઝાપટાની પણ શક્યતા છે. 19 ઓક્ટોબર આસપાસ એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. જેના લીધે પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો પ્રભાવિત થવાની શક્યતા છે.


સાવધાન! ભાજપ પ્રદેશ અધ્યક્ષ C.R પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ: આ રીતે થયો મોટો ખુલાસો


તેમણે વધુમાં જણાવ્યું છે કે, 12થી 17 અરબી સમુદ્રમાં હળવા ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે. જ્યારે 23થી 25 બંગાળના ઉપસાગરમાં મજબૂત એક સિસ્ટમ બનશે. 14 ઓક્ટોબરે પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 12થી 16 ઓક્ટોબરે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. 17થી 19 ઓક્ટોબરે એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેની અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે.


ઉડતા પંજાબની જેમ ગુજરાતમાં હવે ઉડતા મોરબી; જ્યાં માંગો એ નશાની વસ્તુઓ હાજર, મોટો...


ઠંડીનો થઈ રહ્યો છે અહેસાસ 
ચાલું ઓક્ટોબર મહિનામાં વરસાદ ક્યાંય નજરે પડતો નથી. હવે તો ભાદવાનો આકરો તાપ લોકોને બાળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ગરમીની તીવ્રતા વધી છે. જ્યારે વહેલી સવારે અને મોડી સાંજ બાદ અનેક વિસ્તારોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.  


ક્રિકેટમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, જાણો આખી મેચ રમાયા વગર કઈ રીતે જીતી ટીમ ઈન્ડિયા?


હવામાન વિભાગે જાહેરાત કરી કે, ચોમાસાની વિદાય સાથે આજે સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે. હાલનો સમય ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ટ્રાન્જેસ્ટ મહિનો હોવાથી હવેના સમયે ઠંડી અને ગરમીનું વાતાવરણ રહેશે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડક અનુભવાય છે. જોકે હાલ ખરી ઠંડીની શરૂઆત થઈ નથી. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. 


સાવધાન! તમે તો iPhone 15 નકલી ખરીદીને નથી આવ્યા ને, આ ટ્રીકથી જરા ચેક કરી લેજો


હાલ અમદાવાદમાં મિનિમમ 22 ડિગ્રી જ્યારે મેક્સિમમ 35 ડિગ્રી તાપમાન અનુભવાઈ રહ્યું છે. જ્યારે ગાંધીનગરમાં મિનિમમ 21 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. અરબ સમુદ્રની સીમાથી ભેજવાળા ફુકાતા પવનને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી 5 દિવસ વરસાદની કોઈપણ સિસ્ટમ બનવાની શક્યતા નહિવત છે. હાલ ગરમી અને ઠંડીની બેવડી ઋતુ ચાલી રહી છે. હાલમાં ચાલી રહેલી ઋતુને પોસ્ટ મોન્સુન ટ્રાન્ઝિસ્ટ મહિનો કહેવાય છે. 


ડાર્ક સર્કલથી છો પરેશાન? ભોજનમાં સામેલ કરો આ સુપર ફૂડ, 7 દિવસમાં દેખાવા લાગશે અસર