ઉડતા પંજાબની જેમ ગુજરાતમાં હવે ઉડતા મોરબી; જ્યાં માંગો એ નશાની વસ્તુઓ હાજર, મોટો જથ્થો ઝડપાયો

મોરબી જિલ્લામાં માંગો તે પ્રકારની નશાની વસ્તુઓ મળી રહે તેવો ઘાટા છે. આજની તારીખે ગાંજો, દેશી અને વિદેશી દારૂ, મેફેડ્રોન ડ્રગ્સ, અફીણ વિગેરે બધુ જ જયારે માંગો ત્યારે મળી જાય છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ઉડતા પંજાબની જેમ ગુજરાતમાં હવે ઉડતા મોરબી; જ્યાં માંગો એ નશાની વસ્તુઓ હાજર, મોટો જથ્થો ઝડપાયો

હિમાંશું ભટ્ટ/મોરબી: ઉડતા પંજાબની જેમ ઉડતા મોરબી જેવો ઘાટ છેલ્લા ઘણા સમયથી મોરબીમાં જોવા મળી રહ્યો છે. મોરબીના લાલપર ગામે ઘરમાંથી એસઓજીની ટીમ દ્વારા 19.40 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં કુલ મળીને 2.80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. જો કે, રાજસ્થાની સહિત બે શખસોના નામ સામે આવ્યા છે. જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

મોરબી જિલ્લામાં માંગો તે પ્રકારની નશાની વસ્તુઓ મળી રહે તેવો ઘાટા છે. આજની તારીખે ગાંજો, દેશી અને વિદેશી દારૂ, મેફેડ્રોન ડ્રગ્સ, અફીણ વિગેરે બધુ જ જયારે માંગો ત્યારે મળી જાય છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હાલમાં મોરબી જિલ્લા એસઓજીની ટીમે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ લાલપર નવદિપ સ્કુલની બાજુમાં ક્રિષ્નાવાડી વાળો રોડ ઉપર કિશનભાઇ રબારીના બિલ્ડીંગમાં બીજો માળે રહેતા હકીમ રોડાજી આકી જાતે અજમેરી (55)ના ઘરે રેડ કરી હતી, ત્યારે ઘરમાંથી મેફેડ્રોનનો જથ્થો 19.40 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 1,94,000 નો ડ્રગ્સનો જથ્થો તેમજ અન્ય મુદામાલ મળીને 2.80 લાખનો મુદામાલ કબજે કરેલ છે.

હાલમાં પકડાયેલા શખ્સની પાસેથી 1,94,000 ની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ તેમજ રોકડા રૂપીયા 85,000 એક મોબાઇલ ફોન, એક વજન કાંટો આમ કુલ મળીને 2,80,000 નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને તેની પાસેથી દાઉદ ઇબ્રાહીમ બેલીમ જાતે અજમેરી રહે. ગાદોલા તાલુકો પ્રતાપગઢ રાજસ્થાન અને જીતેન્દ્ર રામજી પ્રજાપતિ જાતે કુંભાર રહે. ત્રાજપર ચાર રસ્તા એસ.આર.પંપ પાસે શ્રીરામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-304 મોરબી વાળાના નામ સામે આવેલ છે. જેથી કરીને પોલીસે ત્રણેય શખ્સની સામે એન.ડી.પી.એસ એક્ટની કલમ-8(સી), 21(બી), 29 મુજબની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને બે આરોપી પકડવાના છે. તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને શખ્સ પાસેથી મળી આવેલ ડ્રગ્સ તે કોઇની પાસેથી લઈને આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 

આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે નશાના બંધણીઓને જુદાજુદા પ્રકારની નશા માટેની વસ્તુઓ પહોચડવા માટે ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોનું વેચાણ કરવાના શખ્સો એક્ટિવ થઈ ગયા છે ત્યારે પોલીસ કેટલાને રોકી અને પકડી શકે છે તે તો આગામી સમય જ બતાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news