'હમાસે મોટી ભૂલ કરી! : ' ઈઝરાયેલે ‘State of war’ જાહેર કર્યું, ગાઝા પર વળતો હુમલો

Israel News Today: પેલેસ્ટિનિયન શસ્ત્ર જૂથ હમાસે શનિવારે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા શરૂ કર્યા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા છે. હમાસે હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને ઈઝરાયેલ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ગણાવી છે. હમાસે લગભગ 20 મિનિટમાં ગાઝા પટ્ટી પરથી 5,000 રોકેટ છોડ્યા હતા.

'હમાસે મોટી ભૂલ કરી! : ' ઈઝરાયેલે ‘State of war’ જાહેર કર્યું, ગાઝા પર વળતો હુમલો

Hamas Israel: આજના સૌથી મોટા સમાચાર એ છે કે, પેલેસ્ટાઈને ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. પેલેસ્ટાઈન આતંકવાદી જૂથ હમાસે શનિવારે 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5000 રોકેટ છોડ્યા હતા. આટલું જ નહીં, હમાસ જૂથે ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરીને ત્યાં સેનાના વાહનોને કબજે કર્યા હતા. 5 સૈનિકોનું અપહરણ કર્યું છે. આટલું જ નહીં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં મુંબઈ જેવો હુમલો કરીને નાગરિકોને ગોળીઓ મારી છે. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નોર ગિલોને આ હુમલાની નિંદા કરી છે.

પેલેસ્ટિનિયન શસ્ત્ર જૂથ હમાસે શનિવારે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા શરૂ કર્યા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા છે. હમાસે હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને ઈઝરાયેલ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ગણાવી છે. હમાસે લગભગ 20 મિનિટમાં ગાઝા પટ્ટી પરથી 5,000 રોકેટ છોડ્યા હતા. એટલું જ નહીં, તેઓએ ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી અને કેટલાક સૈન્ય વાહનોને કબજે કર્યા. આ સિવાય પાંચ ઈઝરાયેલ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. હુમલામાં લગભગ 5 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. તેના જવાબમાં ઈઝરાયેલે પણ ચાર્જ સંભાળી લીધો છે અને ગાઝા પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ 'ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ' શરૂ કર્યું છે.

ઈઝરાયેલની વાયુસેનાના ડઝનબંધ ફાઈટર પ્લેન ગાઝા પટ્ટીમાં ઘણી જગ્યાએ આતંકી સંગઠન હમાસના ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યા છે. આ વિસ્તાર બોમ્બથી ભરાઈ ગયો છે. પેલેસ્ટાઈનના હુમલા બાદ ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, હમાસે આજે સવારે ઇઝરાયેલ સામે યુદ્ધ શરૂ કરીને મોટી ભૂલ કરી છે. આ ઘટના પછી, ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નોર ગિલોને પણ ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે, પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ બે તરફથી હુમલો કર્યો છે. જમીન અને આકાશ બંને તરફથી હુમલો થયો છે. તેમણે કહ્યું કે, યહૂદી રજાઓ દરમિયાન ગાઝાથી ઈઝરાયેલ પર સંયુક્ત હુમલો થાય છે. હમાસના આતંકવાદીઓ દ્વારા રોકેટ અને જમીનથી ઘૂસણખોરી કરવામાં આવી છે. પરિસ્થિતિ સામાન્ય નથી, પરંતુ ઇઝરાયેલ જીતશે.

ઇઝરાયેલ પર હમાસનો હુમલો
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલે ' ‘State of war’ જાહેર કર્યું છે અને આ વિસ્તારમાં પેલેસ્ટિનિયન ટાર્ગેટ પર હુમલો કર્યો છે. જેરુસલેમ સહિત સમગ્ર ઈઝરાયેલમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. શનિવારે પેલેસ્ટાઈને તેના નિયંત્રણ હેઠળના વિસ્તાર ગાઝાથી હુમલો કર્યો. હમાસના વરિષ્ઠ લશ્કરી કમાન્ડર મોહમ્મદ ડેઇફે ઓપરેશનની શરૂઆતની જાહેરાત કરી હતી. તેમણે પેલેસ્ટિનિયનોને છેલ્લી હદ સુધી કબજા સામે લડવા વિનંતી કરી. ત્યારપછી કોઈપણ ચેતવણી વિના રોકેટ હુમલા શરૂ થઈ ગયા. આ હુમલો ત્યારે થયો જ્યારે ઈઝરાયેલ યહૂદીઓની રજાઓ મનાવી રહ્યું હતું. Sderot નજીક ગાઝા પટ્ટીમાંથી ડઝનેક આતંકવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસ્યા હતા.

'હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલમાં પ્રવેશ્યા'
હમાસના બંદૂકધારીઓના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમાં ઇઝરાયેલની સેનાના જપ્ત વાહનો જોવા મળે છે. હમાસ જૂથના આતંકવાદીઓ ઈઝરાયેલમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઈઝરાયેલની સીમામાં ઘૂસી ગયા છે. ઇઝરાયેલ હમાસને આતંકવાદી જૂથ માને છે. Sderot માં ઘણા ઇઝરાયેલ નાગરિકો ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘણા સૈનિકોને તેમની બેરેકમાં ગોળી મારી છે.

'પેલેસ્ટિનિયન આતંકવાદીઓ ઇઝરાયેલમાં રક્તપાત 
પેલેસ્ટિનિયન આર્મ્સ ગ્રુપ હમાસનો દાવો છે કે અમે ઈઝરાયલ વિરુદ્ધ અમારું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. શનિવારે સવારે ઈઝરાયેલમાં રોકેટ હુમલા થયા હતા. આ સિવાય પાંચ ઈઝરાયેલ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. હમાસનું કહેવું છે કે ગાઝામાંથી 20 મિનિટમાં 5,000થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે. હમાસે ઈઝરાયલ વિસ્તારમાં ઘૂસણખોરી કરતા તેના લડવૈયાઓની કેટલીક તસવીરો પણ જાહેર કરી છે. આ તસવીરોમાં આ લડવૈયાઓએ હાથમાં બંદૂક પકડી છે. કેટલાક લડવૈયાઓ ટુ-વ્હીલર પર છે અને સરહદની નજીક પહોંચતા જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news