Video: ઈઝરાયેલના ચુસ્ત સુરક્ષા ઘેરાને કઈ રીતે તોડ્યો હમાસે? રસ્તાઓ પર ખુલ્લેઆમ ઘૂમી રહ્યા છે આતંકીઓ

Israel News: ઈઝાયેલમાં હમાસના આતંકીઓએ ફિલ્મી અંદાજમાં હુમલો કર્યો. જે રીતે તેમણે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે તે જોઈને તમને કદાચ મુંબઈ હુમલાની યાદ આવશે. ઈઝરાયેલ પર ગાઝા પટ્ટી તરફથી હમાસના આતંકીઓએ 5000 રોકેટ છોડ્યા,

Video: ઈઝરાયેલના ચુસ્ત સુરક્ષા ઘેરાને કઈ રીતે તોડ્યો હમાસે? રસ્તાઓ પર ખુલ્લેઆમ ઘૂમી રહ્યા છે આતંકીઓ

ઈઝાયેલમાં હમાસના આતંકીઓએ ફિલ્મી અંદાજમાં હુમલો કર્યો. જે રીતે તેમણે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે તે જોઈને તમને કદાચ મુંબઈ હુમલાની યાદ આવશે. ઈઝરાયેલ પર ગાઝા પટ્ટી તરફથી હમાસના આતંકીઓએ 5000 રોકેટ છોડ્યા, જેમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થઈ ચૂકયા છે. રોકેટ છોડવાની સાથે જ હમાસના આતંકીઓ ઈઝરાયેલમાં પણ ઘૂસ્યા. અચાનક હુમલો કર્યા બાદ તેમણે ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધુ. ઈઝરાયેલના રસ્તાઓ પર હાલ ખુલ્લેઆમ આતંકીઓ ઘૂમી રહ્યા છે. વીડિયો જોઈને તમને મુંબઈ હુમલાની હચમચાવતી ઘટના યાદ આવશે. 

— Clash Report (@clashreport) October 7, 2023

હમાસના લીડર મોહમ્મદ દીફે પહેલેથી રેકોર્ડ કરેલા મેસેજમાં કહ્યું કે અમે ઈશ્વર પાસે મદદ માંગી છે અને આ બધુ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. જેથી કરીને દુશ્મનને ખતમ કરી શકાય. અમે ઓપરેશન અલ અક્સા ફ્લડની જાહેરાત કરીએ છીએ. હુમલાની પહેલી 20 મિનિટમાં 5000 મિસાઈલ અને ગોળા છોડવામાં આવ્યા છે. આ બધા વચ્ચે એક વીડિયો હમાસે જાહેર કર્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે તેઓ લાંબા સમયથી તેની તૈયારી કરી રહ્યા હતા. બોર્ડર પાર કરવા માટે આતંકીઓએ પેરાગ્લાઈડિંગનો ઉપયોગ કર્યો. 

Multiple infiltrations have been reported. A coordinated ground effort seems to be underway. pic.twitter.com/rzxhyb9lPB

— Global: Military-Info (@Global_Mil_Info) October 7, 2023

પેરાગ્લાઈડિંગથી પાર કરી દીવાલ
સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે આતંકીઓએ સેનાની વરદી પહેરેલી છે અને હથિયાર હાથમાં લઈને ઊભા છે. આ આતંકીઓ ફાયરિંગ રેંજમાં પ્રેક્ટિસ કરી ર હ્યા હતા. ઈઝરાયેલે પોતાને સુરક્ષા ઘેરામાં રાખ્યું હતું. તેને પાર કરવા માટે પેરાગ્લાઈડિંગનો ઉપયોગ આતંકીઓએ કર્યો. જેના દ્વારા તેઓ વાડ અને દીવાલની ઉપરથી ઈઝરાયેલમાં દાખલ થયા. આ તસવીરોએ દુનિયાને સ્તબ્ધ ક રી છે. આ સાથે જ રીઝનમાં એક મોટા યુદ્ધની ચિંતા વધારી છે. 

એક મહિલાનું મોત
એક યહુદી રજાના દિવસે આ હુમલો થયો છે. સમગ્ર દેશમાં સાયરનો વાગવા લાગી. રોકેટ હુમલાથી લોકો શેલ્ટરમાં ભાગવા લાગ્યા. દક્ષિણ ગેડરોટ ક્ષેત્રમાં રોકેટ હુમલાથી 60 વર્ષની એક મહિલાનું મોત થયું. આ હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધ માટે તૈયાર રહેવાની જાહેરાત કરી દીધી છે. ઈઝરાયેલી સેના તરફથી આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ આ હુમલા પાછળ જવાબદાર લોકોને છોડશે નહીં. તેમણે તેની કિંમત ચૂકવવી પડશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news