ગુજરાતના અંબાલાલ પટેલની ધ્રુજાવી નાખે તેવી આગાહી! આ દિવસોમાં ફરી પડશે હાડ થીજાવતી ઠંડી
Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગનું આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહી થાય.
Coldwave In Gujarat: ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે રાજ્યમાં કોલ્ડવેવનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા બે દિવસથી રાજ્યના તાપમાનમાં વધારો થતા લોકોને ઠંડીમાં આંશિક શરત મળી હતી તો બીજી તરફ મકર સંક્રાંતિ સુધી ઠંડીમાંથી રાહત મળવાની આગાહી કરવામાં આવી છે. મકરસંક્રાંતિ બાદ રાજ્યમાં માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગનું આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહી થાય. આગામી 5 દિવસ તાપમાનમાં એક-બે ડિગ્રીની વધઘટ રહેશે. જો કે, પાંચ દિવસ બાદ ફરી કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે.
GST વિભાગના ગુજરાતભરમાં દરોડા, અમદાવાદની આ 16 પેઢીઓ બોગસ હોવાનો થયો ખુલાસો
હાલ તો પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં 12 અને ડીસામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું.
અંબાલાલ પટેલની આગાહી
ઉત્તરાયણ પર્વ પર હવામાનને લઈ શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે, પશ્ચિમી વિક્ષોપના કારણે ધીમે-ધીમે ઠંડીમાં રાહત મળશે. જો કે ઉત્તરાયણના દિવસે ઠંડા પવન ફૂંકાશે. ઉત્તરાયણ બાદ ફરીથી વાતાવરણમાં ઠંડક જોવા મળશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર જોવા મળશે. જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છના ભાગોમાં ઠંડીનું મોજુ આવશે.
ઇતિહાસમાં પ્રથમવાર મરચાની તીખાશ વધી! ખેડૂતોને મળ્યો એટલો ભાવ કે વિશ્વાસમાં નહીં આવે!
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે, જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં માવઠું પણ પડી શકે છે. જો માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે, શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જો માવઠું પડે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વાદળ-વાયુ રહે. દેશના કેટલાક ભાગોમાં જાન્યુઆરી તા.12 સુધીમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવનાઓ પણ રહે. ઠંડીમાં વધઘટ રહેવાની સંભાવનાઓ પણ રહે. જાન્યુઆરી તા.12 આસપાસ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતાઓ રહે. જાન્યુઆરી તા.14 આસપાસ હવામાનમાં પલટો આવતા ઠંડો પવન ફૂંકાય, ઠંડી વધે.
ગુજરાતમાં અહીં કેમ ઉંધા ફરે છે ઘડિયાળના કાટાં? કેમ ઊલટું કામ કરે છે આ 'ટ્રાઈબલ વોચ'
જાન્યુઆરી તા.16 થી 21માં હવામાનમાં પલટો આવતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. રાજ્યના કોઈ કોઈ ભાગોમાં કમોસમી વરસાદની પણ સંભાવના રહી શકે. 22. 23, 24 જાન્યુઆરીમાં પણ હવામાનમાં પલટો આવી શકે. વાદળ-વાયુ, ઠંડીનો ચમકારો રહે. જાન્યુઆરી તા.23 થી 27માં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતાઓ રહે. રાજકોટ શહેરમાં પવનની ઝડપમાં ઘટાડો નોંધાતા શહેરીજનોને ઠાર અને ઠંડીમાં આંશિક રાહત મળી હતી આજે સવારે શહેરમાં તાપમાનનો પારો ઉંચકાઈને 17.8 ડીગ્રીએ પહોંચ્યો હતો તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ છે.
વડોદરામાં લંપટ શિક્ષકની કાળી કરતૂત, રૂમમાં પોતાનું શર્ટ ઉતારી 13 વર્ષની સગીરા સાથે..
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સુસવાટા મારતા ઠંડા પવનોની ઝડપમાં ઘટાડો થતા લોકોને ઠંડીના પ્રકોપમાંથી આંશિક રાહત મળી હતી. તેમજ આગામી તા. 12 જાન્યુઆરી સુધી ઠંડીમાં ઘટાડો થશે અને ત્યાર બાદ તા. 16થી 21 જાન્યુઆરી સુધી રાજ્યના હવામાનમાં પલટો આવતા કેટલાક સ્થળોએ માવઠું વરસવાની આગાહી કરવામા આવી છે.