વડોદરામાં લંપટ શિક્ષકની કાળી કરતૂત, રૂમમાં પોતાનું શર્ટ ઉતારી 13 વર્ષને કર્યા શારીરિક અડપલા
ટ્યુશન ક્લાસીસ ચલાવતા વૃદ્ધ શિક્ષકના કાળા કરતૂત સામે આવી છે. 13 વર્ષની સગીરા સાથે એક શિક્ષકે શારીરિક અડપલા કર્યા હતા. વારસિયા વિસ્તારના પ્રાર્થના પેટમાં શિક્ષક ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. ઉદય ભાલેરાવ નામના 61 વર્ષીય લંપટ શિક્ષકે ધોરણ-6 માં અભ્યાસ કરતી સગીરા સાથે છેડતી કરી હતી.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: આજકાલ અમુક શિક્ષકો અભ્યાસ કરાવવાને બદલે લંપટ લીલાઓ કરતા હોવાના અનેક કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે, ત્યારે વડોદરામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા વૃદ્ધ શિક્ષકના કાળા કરતૂત સામે આવ્યા છે. જેમાં 61 વર્ષીય લંપટ શિક્ષકે 13 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે લંપટ શિક્ષક સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેણા કારણે પોલીસે લંપટ શિક્ષક સામે પોક્સો સહિતની કલમો લગાવી ધરપકડ કરી છે.
લંપટ શિક્ષકે રૂમમાં પોતાનું શર્ટ ઉતારી સગીરાને શારીરિક અડપલા કર્યા
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ટ્યુશન ક્લાસીસ ચલાવતા વૃદ્ધ શિક્ષકના કાળા કરતૂત સામે આવી છે. 13 વર્ષની સગીરા સાથે એક શિક્ષકે શારીરિક અડપલા કર્યા હતા. વારસિયા વિસ્તારના પ્રાર્થના પેટમાં શિક્ષક ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. ઉદય ભાલેરાવ નામના 61 વર્ષીય લંપટ શિક્ષકે ધોરણ-6 માં અભ્યાસ કરતી સગીરા સાથે છેડતી કરી હતી. 5 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યે તેમની પુત્રી ઝુલેલાલ મંદિર પાસે ઉદય મોહનરાવ ભાલેરાવ (ઉં.વ 61)ને ત્યાં ટયુશને થોડી વહેલાં ગઇ હતી, ત્યારે એકલતાનો લાભ ઉઠાવીને લંપટ શિક્ષકે સગીરા સાથે છેડતી કરી હતી. શિક્ષકે કરેલા અડપલાં અને જાતીય સતામણીથી સગીરા ગભરાઈ ગઇ હતી.
સમગ્ર મામલો વારસીયા પોલીસ મથકે પહોંચ્યો
ધોરણ- 6 માં અભ્યાસ કરતી સગીરા ક્લાસીસમાં વહેલી પહોંચતા લંપટ શિક્ષક તેને રૂમમાં અંદર લઈ ગયો હતો. લંપટ શિક્ષકે રૂમમાં પોતાનું શર્ટ ઉતારી સગીરાને શારીરિક અડપલા કર્યા હતા. જેના બાદ ડઘાઈ ગયેલી સગીરા ક્લાસીસ છોડી ઘરે દોડી આવી હતી. તેણે માતા અને દાદીને પોતાની સાથે થયેલી ગેરવર્તણુકની જાણ કરી હતી. ત્યારે સમગ્ર મામલો વારસિયા પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં DCP ઝોન-4 પન્ના મોમાયાએ વારસીયા પોલીસને શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જે બાદ પોલીસે લંપટ શિક્ષક સામે પોક્સો સહિતની કલમો લગાવી તેની ધરપકડ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે