Gujarat Weather Forecast : વાવાઝોડાને કારણે ગરમીમાં રાહત મળી છે. પરંતુ હાલ વાતાવરણમાં બફારો છે. તેથી હવે ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં હજી પણ ચોમાસું આવ્યુ નથી. જુન મહિનાના અંત સુધી ચોમાસું આવી જશે તેવી શક્યતા છે. આ વચ્ચે આજે આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ પલટાયુ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે વરસાદને લઈને કોઈ ભારે ચેતવણી આપી નથી. હવામાન વિભાગે તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના ના હોવાનું જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ગીતા રબારીના આ સ્ટાઈલિશ લુક સામે સુપર મોડલ પણ ફેલ, આખા લંડનને ઘેલું લગાડ્યું


વાવાઝોડાના વરસાદથી જળાશયો ભરાયા
ગઈકાલે ગાંધીનગર ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા બિપરજોય સાયક્લોન અને વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સિંચાઇ વિભાગના અધિકારીએ જળાશયોની સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો છેલ્લા ૧૫ વર્ષોની સ્થિતિએ સૌથી વધુ છે. રાજયમાં ૨૦૬ જળાશયો પૈકી ૦૪ જળાશય હાઈ એલર્ટ, ૦૧ એલર્ટ, ૦૩ વોર્નિંગ પર છે.


પીળું એટલું સોનું નથી : રાજકોટ સોની બજારમાં લાગેલા બોર્ડથી આખુ માર્કેટ હચમચી ગયું


આજે ક્યાં વરસાદની શક્યતા 
હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે જે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગો માટે વ્યક્ત કરવામાં આવી છે. આજના દિવસે રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો  આગામી ત્રણ દિવસ (22થી 24 જૂન) સુધી હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢનો સમાવેશ થાય છે.


ઈરાનમાં બંધક બનાવાયેલું ગુજરાતી દંપતી ભારત પહોંચ્યું, RAW-IBએ ઓપરેશન ચલાવી છોડાવ્યું


 
અંબાલાલ પટેલની આગાહી 
ગુજરાતમાં જૂનના છેલ્લા સપ્તાહમાં પહોંચે તેવું અનુમાન છે. પરંતું 26 થી 27 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. 4 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્યભાગોમાં વરસાદની શક્યતા રહેશે.


અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વરસાદી વહન તા. ૨૩,૨૪,૨૫ જૂનમાં સક્રિય થશે. જેથી દક્ષિણ, પૂર્વીય તટ ઉપરથી દેશના મધ્ય ભાગ સુધી આવવાની શક્યતાઓ રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.


ગેરકાયદે અમેરિકા જવાનો ખતરનાક ખેલ : વાયા ઈરાન થઈ જવાનો નવો રુટ છે ખતરો કે ખેલ જેવો