Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ભારતમાં ગોવા અને અન્ય દરિયાઈ વિસ્તારોમાં તેમજ વિદેશમાં અમેરિકા, કેનેડા જેવા અન્ય દેશોમાં ખાનગી બોટ કે યાર્ટ ઉભી રાખવા નદી કે દરિયામાં વ્યવસ્થા હોય છે. જેના બદલામાં ભાડું વસૂલવામાં આવે છે. આવી વ્યવસ્થા સાબરમતી નદીમાં કરાશે. એક જેટી ઉભી કરાશે જ્યાં ખાનગી વ્યક્તિઓ પોતાની બોટ ઉભી રાખી શકશે જેના બદલામાં તેઓએ ભાડું ચૂકવવાનું રહેશે. ખાનગી બોટના માલિકો તેમાં તેમના મહેમાનો કે મિત્રો સાથે બોટિંગ કરી શકશે, પણ પૈસા લઇને પેસેન્જરો બેસાડી શકશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરમતી નદીમાં પાર્ક થશે ખાનગી બોટ
અમદાવાદની સાબરમતી નદી પર વધુ એક સુવિધાનો વધારો કરવાનો પ્રયત્ન હાથ ધરાયો છે. અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અમેરિકા અને કેનેડા જેવા દેશમાં નદીમાં બોટ-યાર્ટ પાર્ક થઇ શકે એવી વ્યવસ્થા હોય છે. હવે અમદાવાદની સાબરમતી નદીમાં પણ આજ મુજબના આયોજનનો વિચાર ચાલી રહ્યો છે. આ માટે મહાનગર પાલિકા દ્વારા eoi (એક્સપ્રેશન ઓફ ઇંટ્રેસ્ટ) બહાર પાડી દેવામાં આવ્યા છે. જો આ પ્રયત્ન સફળ રહેશે તો આવતા થોડા વર્ષોમાં સાબરમતી નદી પર ખાનગી બોટ પાર્ક થતી જોવા મળે તો નવાઇ નહી રહે


સુરતમાં લગ્નના દિવસે દુલ્હનની હત્યા, પિતરાઈ ભાઈએ આવીને ચાકુથી હુમલો કર્યો


નદીમાં અલગ વ્યવસ્થા કરાશે 
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ખાનગી બોટ કે યાટ પાર્ક કરવા સાબરમતી નદીના કાંઠે અલાયદી વ્યવસ્થા કરી આપવામાં આવશે. જેના બદલામાં બોટ માલિકે ભાડુ ચુકવાનું રહેશે. આમ બોટ માટે જરૂરી લાયસન્સ સહિત કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવી પડશે.


આમ આદમી પાર્ટીનો મોટો ધડાકો : સુરતના ચાર કોપોરેટરે લાંચ માંગી, ઉપરથી દબાવી દેવાયો આખ


બોટના માલિકોએ એએમસીને ભાડું ચૂકવવાનું રહેશે
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા ઇઓઆઇમાં સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે કે આ ખાનગી બોટ કે યાર્ટનો વ્યક્તિગત ઉપયોગ કરી શકાશે. જેમાં પેસેન્જર બેસાડી શકાશે નહી. આ બોટ પાર્ક કરવા માટે નીયત કરાયેલ ભાડુ ચુકવાનું રહેશે અને તેમા બોટ માલિક તેમના મહેમાનો કે તેમના પરિવારના સભ્યો કે મિત્રો સાથે મળીને બોટિંગની મજા માણી શકશે. આ માટે ખાસ પ્રકારની જેટી ઉભી કરવામાં આવશે. જ્યા ખાનગી બોટ ઉભી રાખવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા બહાર પાડવામાં આવેલા EOI રસ ધરાવતા નાગરિકો પાસેથી ઓફિર મગાવવામાં આવી છે તેઓ કેટલો ભાડુ ચુકવી શકશે.


અંબાલાલ પટેલે ગ્રહો જોઈને કરી વધુ એક આગાહી : આગામી 48 કલાકમાં જળબંબાકાર થશે ગુજરાત


બોટિંગ શરૂ કરાયું 
હાલમાં સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ કિનારે વલ્લભસદન ખાતે બોટિગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યા નગારિકો પૈસા ચુકવીને બોટિગ કરી શકે છે. આ સિવાય સરદાર બ્રિજની નજીક કાયાકિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યા લોકો પૈસા ચુકવીને તેની મજા માણી શકે છે. આ સિવાય સાબરમતી નદીમાં ગાંધી બ્રિજથી સરદાર બ્રિજ વચ્ચે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સેવા ટુંક સમયમાં શરૂ થવાની છે. 


ચોમાસામાં ભજીયા ખાવાનો સમય આવ્યો ત્યારે જ વધ્યા તેલના ભાવ, જાણો આજનો લેટેસ્ટ ભાવ


આ ઉપરાત સાબરમતી નદીના પૂર્વ કિનારે બોટિગની સેવા શરૂ કરવામાં આવનારી છે. ખાનગી બોટિંગને પ્રોત્સાહન આપતા આ નિર્ણયના અમલ માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા EOI બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત જુનના અંત સુધીમાં રસ ધરાવતાં લોકો પોતાની પ્રપોઝલ સબમીટ કરાવી શકે છે. તમામ ઓફર આવ્યા બાદ ટેન્ડરના નિયમો મુજબ તેની સ્ક્રુટિની થયા બાદ કેટલું ભાડું વસૂલવું તે નક્કી કરવામાં આવશે. કેટલી બોટને મંજુરી મળશે તેની સ્પષ્ટતા કરાઇ નથી પણ હાલ તો કેટલી ઓફર આવે છે તેના પર બધો આધાર છે. એ પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.