આમ આદમી પાર્ટીનો મોટો ધડાકો : સુરતના ચાર કોપોરેટરે લાંચ માંગી, ઉપરથી દબાવી દેવાયો આખો મામલો

Isudan Gadhvi Allegation Corruption : આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ સુરતના કોર્પોરેટરે માંગેલી લાંચનો વીડિયો રજૂ કરીને ભાજપ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ 

આમ આદમી પાર્ટીનો મોટો ધડાકો : સુરતના ચાર કોપોરેટરે લાંચ માંગી, ઉપરથી દબાવી દેવાયો આખો મામલો

Aam Aadmi Party : આમ આદમી પાર્ટીના ગુજરાતમાં મોટો ધડાકો કર્યો છે. ભાજપના કોર્પોરેટર લાંચ માંગી રહ્યા છે તેવો આરોપ આપના નેતા ઈસુદાન ગઢવી દ્વારા લગાવવામા આવ્યો છે. આ વિશે ઈસુદાન ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા આક્ષેપ મૂક્યા છે. ઈસુદાન ગઢવીએ આજે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, સુરતના ભાજપા મહિલા કોર્પોરેટર બાંધકાત્ર માટે એક વ્યક્તિ પાસેથી ૪૦ હજાર રૂપિયાની લાંચ માંગે છે. ચાર કોર્પોરેટર દીઠ ૪૦ હજાર એટલે ૧ લાખ ૬૦ હજાર રૂપિયાની લાંચ માંગે છે. આમ, દોઢ લાખની માંગણી કરી વાત પતાવવા દાવો કરે છે. જોકે, ઝી 24 કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. 

 

— AAP Gujarat (@AAPGujarat) June 27, 2023

આપના ઈસુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, દોઢ લાખ રૂપિયા કોર્પોરેટરને આપવા સાથે અધિકારીને પણ ત્રણ લાખ રૂપિયા આપવા કહેવામાં આવે છે. ભાજપાના કોર્પોરેટરો અધિકારીઓને પણ બદનામ કરી રહ્યાં છે. પીડિત વ્યક્તિએ અમદાવાદ એસીબીમાં પણ ફરિયાદ કરી હતી. 5 એપ્રિલે ફરિયાદ કરી હતી. પરંતું ફરિયાદ બાદ હજુ કોઇ એક્શન લેવાયું નથી. જો વિપક્ષના કોઇ વ્યક્તિએ માત્ર ટ્વીટ કર્યું હોય તો તેની સામે ફરિયાદ થઇ ગઇ હોત. એસીબી અને ગૃહ વિભાગને વિનંતી કે સીટની રચના કરી આ મુદ્દાની તપાસ કરે. આમ આદમી પાર્ટી ભ્રષ્ટ્રાચારમાં ઝીરો ટોલરન્સની નીતિમાં માને છે. વીડિયોમાં સુરતમાં વોર્ડ નંબર ૩૯ના મહિલા કોર્પોરેટર વૈશાલી પાટીલે રૂપિયાની માંગ કરી હતી. વૈશાલી પાટીલ તેમના પતિ અને ભરત ભાઇ સામે એસીબીમાં ફરિયાદ કરાઈ હતી. 

તેમણે વધુમાં કહ્યું કે, આ વિડિયો એસીબીએ બરાબર સાંભળ્યો છે. ત્યારે આ બાબતે એસીબી તપાસ કેમ નથી કરતી. એસીબીએ એક વાર છટકું ગોઠવ્યું હતું પણ તેની જાણ ભાજપના કાઉન્સિલર અને ભરતભાઇને જાણ થતાં તે આવ્યા નહી. એસીબીના છટકાની જાણ ભાજપના કાઉન્સીલરને ખબર કેમ પડી તેવો આરોપ આમ આદમી પાર્ટીએ કર્યો છે. 

ઈસુદાન ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું કે, ટેબલ પર બેઠેલા મહિલા વૈશાલી બેન પાટીલ છે. લાલ શર્ટવાળા ભાઇ વૈશાલી બેનના પતિ રાજેન્દ્ર ભાઇ છે. તો ટીશર્ટ વાળા ભાઇ વચેટીયા ભરત ભાઈ છે. વીડિયોમાં નાણાની માંગ કરવામાં આવે છે. એસીબી છટકું ગોઠવે છે અને આરોપીને જાણ થાય છે એ દર્શાવે છે કે સીસ્ટમ ફૂટેલી છે. હજુ ભાજપના કાઉન્સિલર પર તપાસ થઇ નથી તે દર્શાવે છે કે સુરતના એક મોટા નેતાનું એસીબી પર દબાણ છે. ભાજપના નેતાઓ આપના નેતાઓને ભાજપામાં જોડાઇ ભ્રષ્ટ્રાચાર કરવા લાલચ આપે છે. આપના કોર્પોરેટરને ખરીદવા ભ્રષ્ટ્રચારના રૂપિયાનો ઉપયોગ થાય છે. સી આર પાટીલ આ મુદ્દે ખુલાસો કરે. તમે કોર્પોરેટરને ચાલુ રાખવા માંગે છે કે કેમ તે સ્પષ્ટતા કરે. રાજ્યના મુખ્યમંત્રી આ મુદ્દે ખુલાસો કરે. હાઇકોર્ટના નિવૃત જજની આગેવાની વાળી સીટ થકી આ મુદ્દાની તપાસ થવી જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news