અંબાલાલ પટેલે ગ્રહો જોઈને કરી વધુ એક આગાહી : આગામી 48 કલાકમાં જળબંબાકાર થશે ગુજરાત

Gujarat Weather Forecast : આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલે  મહત્વની આગાહી કરી કે, કચ્છ, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જેમાં નર્મદાના ઘણા ભાગોમાં વરસાદ આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થશે. તો સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થશે. અમદાવાદ-ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 

Ambalal Patel Monsoon Prediction

1/7
image

અંબાલાલ પટેલે આગાહી કરી કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં આ સિસ્ટમ મજબૂત બનશે અને ગુજરાતના કેટલાક ભાગોને જળબંબોળ કરી નાંખશે, એવું મારું માનવું છે. વાતાવરણની સાનુકૂળતા અને ગ્રહો-નક્ષત્રો પ્રમાણે પણ વરસાદની સિસ્ટમ જણાઇ આવે છે.

weather update

2/7
image

અંબાલાલ પટેલે વધુમાં કહ્યુ કે, અગામી ૪૮ કલાકમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષીણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ રહેશે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો રાજકોટના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે.  

gujarat monsoon forecast

3/7
image

ગુજરાતમાં વરસાદ વિશે આગાહી કરતા તેમણે કહ્યું કે, આગામી 48 કલાકમાં કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠાના ભાગો પાટણના ભાગો અરવલ્લી, સાબરકાંઠાના ભાગો અને મેહસાણાના ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અમદાવાદના ભાગો સુધી તેમજ સૌરાષ્ટ્રના ભાગો લીંબડીથી લઈને ચોટીલાના ભાગોમાં વરસાદ થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. તો નર્મદાના ઘણા ભાગોમાં વરસાદ વધુ થતા નર્મદા નદી બે કાંઠે વહેતી થશે. તેમજ સાબરમતી નદીમાં પણ આવરો આવશે. 

rain forecast

4/7
image

અપડેટ અનુસાર, રાજ્યના 207 જળાશયોમાં 39.97% પાણી સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.85% પાણી છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 31.45% પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 33.41% પાણી સંગ્રહ થયુ છે. તો કચ્છના 20 ડેમમાં 48.48 ટકા પાણીનો જથ્થો છે. 

heavy rain alert

5/7
image

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 20.75% પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં ધીમે ધીમે પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવર ડેમમાં  51.61% પાણી સંગ્રહ થઈ ગયો છે. આ ઉપરાંત કચ્છના 4 અને સૌરાષ્ટ્રનો 1 ડેમ છલોછલ પાણીથી ભરાયા છે.

IMD weather forecast

6/7
image

7/7
image