કોન્સ્ટેબલને બચાવવા જતા અમરેલી SP નિર્લિપ્ત રાય દરિયામાં ડૂબ્યા, સ્થાનિકોએ બચાવ્યા
જિલ્લાના દરિયાકાંઠે આવેલા જાફરાબાદના સરકેશ્વરના દરિયા કાંઠે અમરેલી SP નિર્લિપ્ત રાય સહિતનો પોલીસ કાફલો નાહવા માટે ગયા હતા. આ દરમિયાન જોતજોતામાં એસપી નિર્લિપ્ત રોય સહિતનાં પોલીસ અધિકારીઓ દરિયામાં તણાવા લાગ્યા હતા. જેમાં પોલીસ કોન્સ્ટેબલ ડુબી જતા અફડા તફડી મચી હતી.
અમરેલી : જિલ્લાના દરિયાકાંઠે આવેલા જાફરાબાદના સરકેશ્વરના દરિયા કાંઠે અમરેલી SP નિર્લિપ્ત રાય સહિતનો પોલીસ કાફલો નાહવા માટે ગયા હતા. આ દરમિયાન જોતજોતામાં એસપી નિર્લિપ્ત રોય સહિતનાં પોલીસ અધિકારીઓ દરિયામાં તણાવા લાગ્યા હતા. જેમાં પોલીસ કોન્સ્ટેબલ ડુબી જતા અફડા તફડી મચી હતી.
દરમિયાન જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાય આગળ બચાવવા માટે જતા ડુબવા લાગ્યા હતા. તેની પાછળ કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ગયા હતા. જો કે પોલીસ કોન્સ્ટેબલ વધારે અંદર તણાયો હતો. જેથી તેને બહાર કાઢવા માટે આસપાસના લોકો પણ મદદે દોડી ગયા હતા. જો કે જિલ્લા પોલીસવડા ડુબતા હાજર રહેલા લોકો જીવ તાળવે ચોંટ્યા હતા.
જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. નિર્લિપ્ત રાય અને પોલીસ કોન્સ્ટેબલ બંન્નેને બચાવી લેવાયા હતા. ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. તત્કાલ 108ને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ દ્વારા તમામને સ્થળ પર જ સારવાર અપાઇ હતી. જો કે એસપી નિર્લિપ્ત રાયની તબિયત વધારે લથડતા તેમને જાફરાબાદ હોસ્પિટલ ખસેડાયા હતા.
નિર્લિપ્ત રાય 2010 બેચના IPS બન્યા હતા. તે અગાઉ તેઓ IRS હતા. તે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. પોલીસ સેવામાં જોડાયા બાદ તેઓ પ્રોબેશનમાં હિંમતનગર હતા. ત્યાર બાદ ક્રાઇમબ્રાંચ આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે મુકાયા હતા. જ્યાંથી બઢતી મળતા નાયબ પોલીસ કમિશ્નર તરીકે ઝોન 7 માં મુકાયા હતા. આ દરમિયાન નિર્લિપ્ત રાયની અનેક વખત બદલી થઇ હતી. નિર્લિપ્ત રાયનો ડીસીપી તરીકેનો કાર્યકાળ લાંબો ચાલ્યો હતો. તેમને અમદાવાદથી સુરત ડીએસપી તરીકે મુકાયા હતા. નિર્લિપ્ત રાયને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડીએસપી તરીકે મુકાયા હતા. હાલ નિર્લિપ્ત રાય અમરેલી એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube