અમેરિકાના વિઝા મળશે પણ અમરેલીનાં નહી ! ચાવન ચેકપોસ્ટ ફરી શરૂ, તમામ લોકોનું ચેકિંગ થશે
જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ કેસ ખાસ કરીને સુરત અને અમદાવાદથી આવતા પ્રવાસીઓનું સંક્રમણને કારણે થયો હોવાથી અમરેલી વહીવટીતંત્રએ આવતીકાલથી ચાવન ચેકપોસ્ટ શરૂ કરવાનું કરવાનો નિર્ણય લીધો છે. અમરેલી જિલ્લામાં 13. 5.20 ના રોજ પ્રથમ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જૂન મહિનો શરૂ થતાં જ આ કેસમાં સતત વધારો થયો અને જુલાઈ મહિનાના આજ સુધીમાં આ કોરોના પોઝિટિવ કેસનો આંકડો આશરે 200ની આસપાસ આવ્યો છે.
અમરેલી: જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ કેસ ખાસ કરીને સુરત અને અમદાવાદથી આવતા પ્રવાસીઓનું સંક્રમણને કારણે થયો હોવાથી અમરેલી વહીવટીતંત્રએ આવતીકાલથી ચાવન ચેકપોસ્ટ શરૂ કરવાનું કરવાનો નિર્ણય લીધો છે. અમરેલી જિલ્લામાં 13. 5.20 ના રોજ પ્રથમ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જૂન મહિનો શરૂ થતાં જ આ કેસમાં સતત વધારો થયો અને જુલાઈ મહિનાના આજ સુધીમાં આ કોરોના પોઝિટિવ કેસનો આંકડો આશરે 200ની આસપાસ આવ્યો છે.
ભચાઉના યુવકે આત્મનિર્ભર હેઠળ બનાવ્યું 'દેશી ટિકટોક', છે જોરદાર ફિચર્સ
ત્યારે અમરેલી જિલ્લા વહીવટીતંત્રએ કોરોના સંક્રમણ અટકાવવા અને કોરોના પોઝિટિવ દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે અને મૃત્યુ દર ઘટાડી શકાય તેવા હેતુસર આવતીકાલે એટલેકે તારીખ 15 જુલાઈથી ચાવંડ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવશે. આ ચેકપોસ્ટ પર આવનારા સુરત અમદાવાદના તમામ પેસેન્જરોને ત્યાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી બાદ શંકાસ્પદ હોય તે જરૂરી હોય તો તેને સીધા જ કોવિડ હોસ્પિટલ લઈ જવામાં આવશે. જેના કારણે સંક્રમણ પણ અટકાવી શકાય અને સમયસર સારવાર મળે તો દર્દીને મૃત્યુ માંથી બચાવી શકાય જેની માહિતી જિલ્લા કલેકટરે આજે પત્રકારો સમક્ષ આપી હતી.
બનાસકાંઠાના ખેડૂતે હૈયા ઉકલતથી કર્યો અનોખો ચમત્કાર, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
અમરેલી જિલ્લામાં ખાસ કરીને સુરત અને અમદાવાદથી આવનારા અમરેલીના વતનીઓને પૂરેપૂરા ચેક કરીને અમરેલીમાં પ્રવેશ આપવો એ વાત અનલોક થયા પછી ભૂતકાળ બની ગઈ છે. જેના પરિણામે અનેક અમરેલીના વતની અને ખાસ કરીને સુરતથી આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક પોતાની કોરોનાની બીમારી એકાદ-બે દિવસ છુપાવીને રહેતા હોય છે. જેના કારણે સંક્રમણ વધી ગયું તો આ સંક્રમણ અટકાવવા અમરેલીના ખ્યાતનામ ડોક્ટર અને જેમણે કોરોના સંક્રમણને અટકાવવા તેમજ lockdown સમયે નોંધપાત્ર કામગીરી કરી ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી સાથે પણ સીધી વાત કરી છે તેવા ડોક્ટર ભરત કારબારે સાવન ચેક પોસ્ટનો સરકારી તંત્રના નિર્ણયને આવકાર્યો છે.
ન માત્ર ઓર્ગેનિક પરંતુ પવિત્ર કેરી: ખેડૂત દ્વારા અનોખી પદ્ધતી કરવામાં આવી રહી છે ખેતી
જે તેઓ અગાઉથી જ કર્યા હતા ક્યારે હવે અમરેલી જિલ્લામાં ખાસ કરીને સુરત અમદાવાદ અને મુંબઈથી આવતા તમામ મુસાફરોને શ્રાવણ ચેકપોસ્ટ પરથી જ ચકાસણી કરીને આવવું પડશે. ડોક્ટર કાનાબાર માહિતી આપતા જણાવ્યું કે આ ચાવન ચેકપોસ્ટ ઉપર રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવશે. જે રેપિડ ટેસ્ટ ની 2000 જેટલી કીટ મુખ્યમંત્રી સાથે અને નાયબ મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને મંજૂર કરાવી છે. જેના કારણે પોઝિટિવ દર્દી ની 15 મિનિટમાં ચકાસણી કરીને અંદાજ લગાવી શકશે. જેથી અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ નો આંકડો જેટ ગતિએ વધી રહ્યો છે તે કંટ્રોલ માં આવશે.
ગીરગઢડા તાલુકામાં બિસ્માર બનેલા રોડ મુદ્દે નાગરિકોમાં રોષ, તંત્રના આંખ આડા કાન
અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા જિલ્લા વહીવટીતંત્રને સરકારના સહયોગથી તેમજ સેવાભાવી ડોક્ટરના સહયોગથી આવતીકાલથી જ નક્કર કામગીરી થશે. તે ચોક્કસથી અમરેલી જિલ્લાનું કોરોના સંક્રમણ કરશે અને કોરોના નો ગ્રાફ મહદંશે કંટ્રોલ કરશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર