ભચાઉના યુવકે આત્મનિર્ભર હેઠળ બનાવ્યું 'દેશી ટિકટોક', છે જોરદાર ફિચર્સ

ટિકટોક બેન થઈ ગયા બાદ તેના વિકલ્પ રૂપે કચ્છના ભચાઉના યુવાને આત્મનિર્ભર અભિયાનને સાર્થક કરવા માટે યો ઇન્ડિયા નામનું એપ બનાવ્યું છે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની હાજરીમાં આજે આ એપ લોન્ચ કરાઈ હતી બે દિવસમાં 30 હજાર જેટલા યુઝર્સે આ એપ ડાઉનલોડ કરી લીધી છે. ભચાઉ તાલુકાના નાનકડા ગામના યુવાન બહાદુરસિંહ જાડેજા એ ટીકટોક જેવી સ્વદેશી એપ્લીકેશન બનાવી.
ભચાઉના યુવકે આત્મનિર્ભર હેઠળ બનાવ્યું 'દેશી ટિકટોક', છે જોરદાર ફિચર્સ

અમદાવાદ : ટિકટોક બેન થઈ ગયા બાદ તેના વિકલ્પ રૂપે કચ્છના ભચાઉના યુવાને આત્મનિર્ભર અભિયાનને સાર્થક કરવા માટે યો ઇન્ડિયા નામનું એપ બનાવ્યું છે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની હાજરીમાં આજે આ એપ લોન્ચ કરાઈ હતી બે દિવસમાં 30 હજાર જેટલા યુઝર્સે આ એપ ડાઉનલોડ કરી લીધી છે. ભચાઉ તાલુકાના નાનકડા ગામના યુવાન બહાદુરસિંહ જાડેજા એ ટીકટોક જેવી સ્વદેશી એપ્લીકેશન બનાવી.

ભારત ચીન સંબધો વચ્ચે ભારતે એ ડીઝીટલ સર્જીકલ સ્ટ્રાઈક કર ને 59 એપ બન્ધ કરી ત્યારે ભારતીય યુવાનો પણ કમર કસીને આત્મનિર્ભર અભિયાન હેઠળ સારું એવું કાઠું કાઢ્યું છે. આવા સમયમા સરહદી કચ્છ માટે ગૌરવ લેવા જેવી બાબત સામે આવી છે કે, કચ્છના ભચાઉ તાલુકાના શિવલખા ગામના યુવા ઈન્જીનીયર એવા બહાદુરસિંહ જાડેજા દ્વારા ટિકટોક જેવી શોર્ટ વિડિયો એપ યો ઇન્ડિયા બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન ટિકટોકની જેમ જ કામ કરે છે જેમાં વિડિઓ બનાવવા અને ટિકટોક જેવા તમામ ફીચર્સ રાખવામાં આવ્યા છે. 

ખાસ વાત તો એ છે કે, ટિકટોકમાં યુઝર્સના ડેટા ચોરી થતા હતા અને આ ઇન્ડિયાની યો ઇન્ડિયા એપમાં યુઝર્સની પ્રાઇવેસી જળવાય છે. માત્ર ગૂગલ આઈડીના આધારે જ વેરિફિકેશન કરીને આ એપ સાથે જોઈન થઈ શકાય છે આ એપ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ કરાવાઇ છે બહાદુર સિંહ જાડેજાએ અગાઉ  વોટ્સએપ જેવી ઇન્ડિયન મેંસેન્જર એપ્લિકેશન બનાવી હતી જેમાં અત્યારસુધી સમગ્ર ભારત માંથી 20 લાખ લોકો જોડાઈ ચૂક્યા છે. ડીઝીટલ ક્ષેત્રે કચ્છના યુવાને પણ વડાપ્રધાન મોદીજી ના આહવાનમાં સામેલ થઈને 2016 માં ઇન્ડિયન મેસેન્જર બનાવ્યું જેમાં 20 લાખ લોકો જોડાયા હતા.

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર અભિયાનની ઝુંબેશ છેડી છે ચાઇનાનો બોયકોટ પણ કરવામાં આવ્યો છે ત્યારે ખાસ તો કચ્છના જ યુવાને ટિકટોક જેવી યો ઇન્ડિયા એપ બનાવી છે જે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કચ્છના સંસદ વિનોદ ચાવડાએ આ એપ લોન્ચ કરતા ખૂબ ખુશી અનુભવી હતી ખાસ તો આ અંગે સાંસદ દ્વારા પીએમઓ કાર્યાલયનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે જેથી સરકારમાંથી ખાસ નિર્ણય લેવાયો છે ચાવડાએ જણાવ્યું કે,ભારત સરકારે આત્મનિર્ભર અભિયાન તળે ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા એપ ઇનોવેશન ચેલેન્જ શરૂ કર્યું છે જેમાં એપ બનાવનારા લોકોએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાંથી સરકાર ટોપ એપને પ્રોત્સાહન આપી દત્તક લઈ તેને પ્રમોટ કરશે કચ્છના સાંસદે કચ્છના યુવાનની સિદ્ધિ બદલ ખુબ ખુશી વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news