ન માત્ર ઓર્ગેનિક પરંતુ પવિત્ર કેરી: ખેડૂત દ્વારા અનોખી પદ્ધતી કરવામાં આવી રહી છે ખેતી

ગીર પંથકના ખેડૂતે પોતાની ખેત પદ્ધતિમાં સંપૂર્ણ આયુર્વેદિક વસ્તુઓના ઉપયોગ સાથે ઉત્તમ ખેતી કરી રહ્યા છે. તો સાથે સાથે બારેમાસ કેરી આપતા આંબાના ઝાડ પણ વિકસાવ્યા છે. સપ્રાંત સમય માં ખેત પેદાશોમાં મોટા ભાગે રસાયણિક દવાઓનું પ્રમાણ મોટા ભાગે જોવા મળે છે. ખેડૂતો પણ વધુ અને ઝડપી ઉત્પાદન મેળવવા રસાયણિક દવાઓનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.
ન માત્ર ઓર્ગેનિક પરંતુ પવિત્ર કેરી: ખેડૂત દ્વારા અનોખી પદ્ધતી કરવામાં આવી રહી છે ખેતી

ઉના : ગીર પંથકના ખેડૂતે પોતાની ખેત પદ્ધતિમાં સંપૂર્ણ આયુર્વેદિક વસ્તુઓના ઉપયોગ સાથે ઉત્તમ ખેતી કરી રહ્યા છે. તો સાથે સાથે બારેમાસ કેરી આપતા આંબાના ઝાડ પણ વિકસાવ્યા છે. સપ્રાંત સમય માં ખેત પેદાશોમાં મોટા ભાગે રસાયણિક દવાઓનું પ્રમાણ મોટા ભાગે જોવા મળે છે. ખેડૂતો પણ વધુ અને ઝડપી ઉત્પાદન મેળવવા રસાયણિક દવાઓનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.

જે એકંદરે ભયાનક નુકસાનકારક નીવડી રહ્યું છે. ત્યારે આબાવડીયામાં સંપૂર્ણ સજીવ ખેતીની સાથે રસાયણિક દવાઓના બદલે વિવિધ પ્રકારની આયુર્વેદિક વસ્તુનો ઉપયોગ કરી જુદા જુદા અસ્ત્રો તૈયાર કર્યા છે. ગીરના અનોખા ખેડૂતની અનોખી ખેતીના વાત કરીએ તો ગીરના ભાલછેલ ગામના સમસુદીન ભાઈ જારીયાએ પોતાના ત્રીસ વીઘાના આંબાવડીયામાં આયુર્વેદિક ઓસડીયામાંથી બનાવાયેલ દશપર્ણી અર્ક, અગ્નિસ્ત્ર, જીવામૃત, ગોમૂત્ર, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ કરી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

સંપૂર્ણપણે આયુર્વેદદિક સજીવ ખેતી સાથે દવાના છંટકાવ વિના બાયોસિસ્ટમથી જીવતો પર પણ કન્ટ્રોલ કરી રહેલ છે. મહત્વની વાત તો એ કે, બારેમાસ મીઠી મધુરી કેરી આપતો આંબો વિકસાવ્યો તો સાથે ગોઠલા વિના ની સિડલેસ મેંગો પણ વિકસાવી છે. ભાલછેલ ગીરના ખેડૂતે અનોખી ખેત પદ્ધતિ સાથે ખેડુત સમુદાય માટે એક આદર્શ ખેડૂત તરીકે પણ ઊભરી આવ્યા છે. અન્ય ખેડૂતો પણ આ ખેડૂતની ખેતીથી પ્રભાવિત થઈ તેમની પાસે માર્ગદર્શન મેળવી રાસાયણિક દવા સાથેની ખેતીને જાકારો આપી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news