શરમ કરો! છોકરાના ઘરે પણ છોકરા, કલેક્ટરને રંગરેલિયા ભારે પડ્યા, નોકરી ગઈ
Anand Collctor DS Gadhvi Video Clip : 3.30 મીનિટના આ વીડિયોમાં કલેક્ટર એક ગ્રીન પંજાબી ડ્રેસમાં સજ્જ મહિલા આવે છે. મહિલાને જોતાં જ કલેક્ટર ગઢવી તેમની સાથે છાનગપતિયા કરે છે. આ વીડિયો હવે વાયરલ થયો છે
Government Officer : આણંદમાં કલેક્ટર લેવલના અધિકારીનો એક મહિલા સાથે છાનગપતિયાં કરવાનો વીડિયો હવે ગળાનો ગાળિયો બની ગયો છે. કલેક્ટર ગઢવી આ વીડિયોમાં મહિલા કર્મી સાથે વાંધાજનક અવસ્થામાં જોવા મળ્યા હતા. જાન્યુઆરીમાં ઉતારાયેલો આ વીડિયો સરકાર સુધી પહોંચ્યા બાદ આ કેસમાં તપાસ કમિટીની રચના કરી હતી. હવે એક મહિલા સાથે રંગરેલિયાંમાં આઈએેએસ ગઢવીને કલેક્ટરની નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. કલેક્ટર ગઢવી સહ કર્મચારી સાથે રંગરેલિયા મનાવતા હતા તેવો વીડિયો 10 જાન્યુઆરીએ શૂટ થયો હતો. 3.30 મીનિટના આ વીડિયોમાં કલેક્ટર એક ગ્રીન પંજાબી ડ્રેસમાં સજ્જ મહિલા આવે છે. મહિલાને જોતાં જ કલેક્ટર ગઢવી તેમની સાથે છાનગપતિયા કરે છે. આ વીડિયો હવે વાયરલ થયો છે. આ વાંધાજનક વીડિયોને લઈને હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે સીધો સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કોઈ પણ પ્રકારે સરકાર બદનામ થાય એવી કોઈ પણ હરકત ચલાવી લેવામાં નહીં આવે. આક્ષેપોની તપાસ માટે સરકારે આ મામલે કમિટી રચી છે. જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પણ કલેક્ટરને બદનામ કરવા માટે રચાયેલા આ ખેલમાં પ્રમોટી આઈએએસે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. કલેક્ટર આ મામલે વીડિયો અંગે અજાણ હોવાનું જણાવી તપાસમાં સહકાર આપવાની વાત કરી રહ્યાં છે પણ જાન્યુઆરીથી વિવાદીત આ વીડિયો આખા ગુજરાતમાં ફરી રહ્યો છે અને કલેક્ટર અજાણ બની રહ્યાં છે અને હવે એ પૂર્વ બની જશે.
તમને જણાવી દઈએ કે, આણંદની જિલ્લા કલેકટર કચેરીમાં બનેલી ઘટના બાદ મુખ્યમંત્રી કક્ષાએથી ઓર્ડર થયા બાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં તમામ મહિલા અધિકારીઓને સમાવવામાં આવ્યાં છે, જેમાં અધિક મુખ્ય સચિન સુનૈના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં અહીં આવ્યું છે ભૂતનું મંદિર, એક સમયે વૃક્ષ પર હતો બાબરા ભૂતનો વાસ
વિશ્વનું એકમાત્ર સિંહ મંદિર : બે લાડકી સિંહણો માટે ગીરમાં લોકોએ બનાવ્યું મંદિર, રોજ ગવાય છે સિંહ ચાલીસા
જાણો કોણ છે ડી.એસ. ગઢવી?
નોંધનીય છે કે, આણંદના કલેક્ટર ડી.એસ. ગઢવી 2008 ની બેચના આઈએએસ ઓફિસર છે. તેઓ સુરત ડીડીઓ સહિત અનેક જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે. હાલ આણંદ કલેકટરનો ચાર્જ ડીડીઓને સોપાયો છે.
56 દિવસ બાદ કાર્યવાહી કેમ
ઉપસચિવ જૈમિન શાહની સહીથી ઈન્કવાયરી કમિટીના આદેશમાં કહેવાયું છે કે, આણંદના મનુભાઈ કેશવલાલ પઢિયારે 13 જૂન 2023ના રોજ વિડીયો ક્લિપ સાથે કલેક્ટરના અધમ કૃત્ય અંગે ફરિયાદ કરી હતી. આમ 56 દિવસ પહેલા GAD પાસે આ ફરિયાદ હતી તેમ છતાંય તેમની સામે કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી? તે મોટો સવાલ છે. ગઢવીનો ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
અંબાબાલ પટેલની નવી આગાહી : શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે