અંબાબાલ પટેલની નવી આગાહી : શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે

Ambalal Patel Monsoon Prediction : હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. ક્યાંક ક્યાંક છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં હવે ચોમાસાના ચોથા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યુંક ે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું કે, ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવી શકે છે. 
 

1/5
image

હાલ હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો, આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસ્યો 93 ટકા વરસાદ વરસ્યો છે. તો દાહોદ અને ગાંધીનગરમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

2/5
image

અંબાલાલ પટેલે જણાવ્યુંક ે, હાલમાં ગુજરાતમાં સોમાલિયાથી આવતા તેજ પવનોનું જોર વધ્યું છે એટલે પવન ફૂકાતા સારો વરસાદ થતો નથી અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળ વાયુ ગરમ થવાની શકયતા રેહતા તેની અસર ભારતના દરિયાઈ તેમાંજ ભૂ ભાગો પર અસર થઇ શકે છે. ભૂમદ્ય મહાસાગર તરફ એક ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતા રહે, આ ટ્રોપિકલ સ્ટ્રોમ અસર તળે બંગાળ ઉપસાગરનો ભેજ ખેચાઈ શકે છે જેની સીધી અસર પશ્ચિમી ભારતના ભાગો પર પડી શકે છે. જ્યાં સુધી પૂર્વ ભારતમાં વર્ષા છે ત્યાં સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો રહી શકે છે. 

3/5
image

તેમણે વધુમા જણાવ્યું કે, તારીખ 12થી ઉત્તર પૂર્વીય ભારતમાં મોશમ બદલાવાની શક્યતા રહે જેથી તેની થોડી ઘણી અસર ગુજરાતના ભાગો પર થઇ શકે છે. તો તારીખ 15 થી 18 ઓગસ્ટમાં મધ્યપ્રદેશના ભાગો તરફ વરસાદની શક્યતા રહેતા ગુજરાતના ભૂ ભાગો તરફ સારા વરસાદના ઝાપટાની શક્યતા રહે છે.   

4/5
image

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 92 ટકા વરસાદ નોંધાયો છે. જો કે ગુજરાતમાં 33 જિલ્લામાં મોટા ભાગના જિલ્લામાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય ગયો છે. પરંતુ તેમ છતા અમુક જિલ્લામાં એવા છે. અત્યાર સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના કરતા ઓછો વરસાદ પડ્યો છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 437.5 mm વરસાદ થવો જોઈએ પરંતુ તેના કરતા 339.9 mm વરસાદ નોંધાયો છે. એટલે કે 22 ટકા ઓછો વરસાદ થયો છે. ડાંગમાં અત્યાર સુધીનો 1383.4  mm વરસાદ થવો જોઈએ પરંતુ 1271.8 mm વરસાદ નોંધાયો છે. એટલે કે 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 

5/5
image

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 457.8 mm વરસાદ નોંધાવો જોઈએ પરંતુ અત્યાર સુધઈમાં 367.6 mm જ વરસાદ નોંધાયો છે. એટલે કે 20 ટકા ઓછો વરસાદ થયો છે. નર્મદા જિલ્લામાં પણ અત્યાર સુધીનો 602 mm વરસાદ થવો જોઈએ પરંતુ અત્યાર સુધીમાં 536.5 mm વરસાદ થયો છે. એટલે કે 11 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં 551.8 mm વરસાદ નોંધાવો જોઈએ પરંતુ 487 mm વરસાદ નોંધાયો છે. જે 6 ટકા ઓછો વરસાદ થયો છે.