આણંદ કલેક્ટર સસ્પેન્ડ: એક વીડિયો ક્લિપમાં લેવાયો ભોગ, સરકારે કરી કાર્યવાહી
થોડા સમય પહેલા આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવી સામે એક વીડિયો-ક્લિપ વાઇરલ થવાની ઘટના બની હતી. આ સંદર્ભે મોટી કાર્યવાહી થઈ હોવાનું મનાઈ રહ્યું છે. કલેકટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં સન્નાટો વ્યાપી ગયો છે.
ઝી બ્યુરો/આણંદ: આણંદથી એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આણંદ કલેકટર ડીએસ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ નીકળ્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડી.એસ. ગઢવી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલેકટરનો ચાર્જ મિલિંદ બાપનાને સોંપવામાં આવ્યો હોવાનો પણ આદેશ કરાયો છે. હાલ ચર્ચા ચાલી રહી છે કે આણંદના કલેક્ટર ડી.એસ. ગઢવીને કલેક્ટર કચેરીમાં બહાર આવેલું વીડિયો ક્લિપિંગ નડી ગયું છે અને ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સરકારે આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.
અમદાવાદમાં હવે ઘર ખરીદવું વધુ મોંઘું થયું;AMCએ નવા બાંધકામોને લગતી ફીમાં કર્યો વધારો
મહત્વનું છે કે, થોડા સમય પહેલા આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવી સામે એક વીડિયો-ક્લિપ વાઇરલ થવાની ઘટના બની હતી. આ સંદર્ભે મોટી કાર્યવાહી થઈ હોવાનું મનાઈ રહ્યું છે. કલેકટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં સન્નાટો વ્યાપી ગયો છે. આ ઉપરાંત અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યા છે.
CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી આજે કોના બન્યા મહેમાન, જાણી લો એવું તો શું પિરસાયું
જાણો કોણ છે ડી.એસ. ગઢવી?
નોંધનીય છે કે, આણંદના કલેક્ટર ડી.એસ. ગઢવી 2008 ની બેચના આઈએએસ ઓફિસર છે. તેઓ સુરત ડીડીઓ સહિત અનેક જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે. હાલ આણંદ કલેકટરનો ચાર્જ ડીડીઓને સોપાયો છે.
મણિપુરમાં પરિસ્થિતિથી હિંસા શરૂ થઈ, તેના પર રાજનીતિ ન થવી જોઈએઃ અમિત શાહ
તમને જણાવી દઈએ કે, આણંદની જિલ્લા કલેકટર કચેરીમાં બનેલી ઘટના બાદ મુખ્યમંત્રી કક્ષાએથી ઓર્ડર થયા બાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં તમામ મહિલા અધિકારીઓને સમાવવામાં આવ્યાં છે, જેમાં અધિક મુખ્ય સચિન સુનૈના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ થાય છે.